Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 284
________________ अतिरिच्च स एव पितृस्त्वमिहोदयवान् किल केवलवान्नृपते! । कृतवान्न च कष्टमपि प्रवरं, चरणे न परीषहमप्यसहः ||८०|| રાજન ! આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પિતાજીથી પણ અધિક ઉદયવંત બન્યા. આપને તો ચારિત્રનાં કોઈ કષ્ટ સહન કરવા પડ્યા નહીં ને કોઈ પરિષહો પણ સહેવા પડ્યા નહીં. जगतीत्रितये विदितं चरितं, सततं भवतात्तव भारतराट्! | रतरागपराङ्मुखता हृदि यद्, गृहिवासपदेप्यभवद् भवतः ।।८१।। હે ભારતસમ્રાટ!ત્રણે લોકમાં આપનું ચરિત્ર નિરંતર સુપ્રસિદ્ધ બન્યું છે. આપનું હૃદય ગૃહસ્થપણામાં પણ ભોગો ભોગવતાં છતાં પણ કેટલું વિરક્ત હતું ! વિષયો પ્રતિ કેવું પરોક્ષુખ હતું ! ખરેખર આપનું એ અનાસક્ત જીવન ત્રણે લોકમાં એક આદર્શરૂપ બની ગયું. निष्क्रान्तो भरतेश्वरोऽसुरसुरैरित्थं तदा संस्तुतो, भूपालायुतसंयुतो भवतु नः सर्वार्थसंपत्तये । सूनुः सूर्ययशा बभार वसुधाभारतदीयस्ततो, लक्ष्मीरचामरहासिनीरनुभवञ्चश्वेतातपत्राङ्किताः ।।८२।। દેવો અને અસુરોથી સ્તુતિ કરાયેલા મહારાજા ભરતે મહાભિનિષ્ક્રમણ કર્યું, અર્થાત્ ચક્રવર્તીપણાનો : ત્યાગ કરી સાધુવેશ ધારણ કરી પ્રવ્રજિત બન્યા. તેમની સાથે દશ હજાર રાજાઓ પણ પોતાના આત્મકલ્યાણ માટે પ્રવ્રજિત બન્યા. એમનું આ મહાભિનિષ્ક્રમણ અમારાં સર્વ પ્રયોજનોની સિદ્ધિ અર્થે હો. ભરતના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાએ પિતાના રાજ્યની ધુરા સંભાળી લીધી. દેવોના પણ ઐશ્વર્યને શરમાવે તેવા પ્રકારનાં છત્ર-ચામર વૈભવ-સંપત્તિથી ભર્યાભર્યા ઐશ્વર્યથી યુક્ત સૂર્યયશા રાજ્યનું પાલન કરી રહ્યા છે. पुण्योदयाद् भवति सिद्धिरिहाप्यशेषा, पुण्योदयात् सकलबन्धुसमागमश्च । पुण्योदयात् सुकुलजन्मविभूतिलाभः, पुण्योदवाल्लसति कीर्तिरनुत्तराभा ||८३।। ખરેખર આ સંસારમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ પુણ્યોદયથી જ પ્રાપ્ત થાય છે અને પુણ્યોદયથી જ બંધુ બાંધવ આદિ સાનુકૂલ સમાગમ પ્રાપ્ત થાય છે. પુણ્યોદયથી જ સુકુળમાં જન્મ, સંપત્તિ, આરોગ્ય અને સર્વ પ્રકારનો લાભ તેમજ દિગંતવ્યાપિ કીર્તિ પ્રાપ્ત થાય છે માટે સજ્જોએ પુણ્યનો સંચય કરવો જોઈએ. इति भरत बाहुबलि केवलोत्पत्तिवर्णनो नाम अष्टादशः सर्गः ઇતિ શ્રી પુણ્યકુશલગણિવિરચિત ભરત-બાહુબલિ મહાકાવ્ય સમાપ્ત. શુભ ભવતુ વિ.સં. ૨૦૫૫, શ્રાવણ સુદ - ૪ રવિવાર, તા. ૧૫-૮-૯૯ રંગવર્મા સોસાયટી, જેનનગર, અમદાવાદ ગુર્જરાનુવાદિકા સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (પૂ.બાપજી મ.)નાં સમુદાયવર્તી સ્વ. વયોવૃદ્ધ સાધ્વીજી સુનંદાશ્રીજી મ.નાં વિદુષી શિષ્યા સુલોચનાશ્રીજી સુજ્ઞ પુરુષોને નમ્ર વિનંતી કે અનુવાદમાં જે કાંઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડમ્. જા રાબર પાક શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૮

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288