Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 277
________________ आपिञ्जरानीपतरो रजोभिर्दिशां विभागा विबभुः समंतात् । गन्धैश्च, धाराहतपल्लवानां, सुगन्धिनोऽरण्यभुवः प्रदेशाः ।। ३६ ।। કદંબવૃક્ષની રજકણોથી પીતવર્ણી (પીળી) બનેલી ચારે દિશાઓ શોભી રહી હતી અને અરણ્યનો ભૂમિપ્રદેશ મેઘની ધારાથી પડેલાં પાદડાંઓની સુગંધથી સુવાસિત બન્યો હતો. भवद्वधूवर्गवियोगदीर्घनिश्वासवातैः पथिका निषिद्धाः । यदाननान्तः पतदम्बुधारैः, सारङ्गमै रित्थमभूत्तदानीम् ।।३७ ।। એ સમયે મુખમાંથી નીકળતી જળધારાવાળાં ચાતકો ભવિષ્યમાં થનારા પત્નીઓના વિયોગથી નીકળતા દીર્ઘ નિસાસારૂપી વાયુ દ્વારા જાણે પથિકોને નિષેધ કરતાં ના હોય ! वियोगिनिःश्वासनितान्तधूमैर्दिशो दश श्यामलिता इवासन् । तडित्स्फुलिङ्गालिरिव स्फुरन्ती, व्यतर्क्यतेत्यन्तरिहापि कैश्चित् ।।३८ । વિયોગી સ્ત્રીપુરુષોના નિરંતર નીકળતા નિસાસારૂપી ધુમાડાથી દશે દિશાઓ શ્યામ બની ગઈ. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારાથી કોઈ કવિ કલ્પના કરે છે કે તે વીજળીના ચમકારા નથી, પરંતુ વિયોગી વ્યક્તિઓના અંતરમાં ઊઠેલા વિરહાગ્નિના તણખા છે. पयोदकाले करवालकाले, सूर्येन्दुकारानिलये विचेरुः । रथाङ्गनाम्नां परितो विरावाः, सुदुःश्रवा वासरयौवनेऽपि ।। ३९ ।। વર્ષાઋતુમાં આકાશ ઘેરા નીલવર્ણવાળું બની ગયું. અર્થાત્ ઘનઘોર વાદળોથી છવાઈ ગયું. તે સૂર્યચન્દ્ર માટે કારાગૃહ સમાન બની ગયું. દિવસના મધ્યાહ્ન સમયે પણ આકાશમાં ઘોર અંધકાર છવાઈ જવાથી ચક્રવાકોના સામાન્યતઃ દિવસે સાંભળવામાં ન આવતા અવાજો મધ્યાહૂને-ભરબપોરે પણ ચારે બાજુ ફેલાઈ ગયા. (અર્થાત્ ઘોર અંધારાને લીધે ચાતકોએ દિવસને પણ રાત માની લીધી.) सन्मल्लिकामोदसुगन्धिवाटीलुभ्यद्द्विरेफारवबद्धचेताः । व्रजो वधूनामपि पुष्पबाणसेवी व्यतीयाय पयोदकालम् ।।४०।। વર્ષાકાળમાં મલ્લિકાનાં પુષ્પોની સુગંધથી સુવાસિત બનેલી વનવાટિકામાં સુગંધમાં આસક્ત બનેલા ભ્રમરોનો ગુંજારવ સમસ્ત વાટિકામાં ફેલાઈ રહ્યો હતો, ત્યારે કામવાસનાથી વાસિત બનેલી સ્ત્રીઓએ વર્ષાકાળ દુ:ખપૂર્વક પસાર કર્યો. सौधं सुधाधामकलाकलापश्वेतं सुधालेपमयं विवेश । कान्ताभिरेकान्तसुखं स सार्द्ध, वर्षासु हर्म्यस्थितिरेव धृत्यै ।।४१।। ચન્દ્ર સમાન ઉજ્જ્વળ, સુધામય અને એકાંત સુખમય એવા શ્વેત મહેલમાં પોતાની પત્નીઓ સાથે મહારાજા ભરતે પ્રવેશ કર્યો. વર્ષાઋતુમાં ઘરમાં રહેવું એ હિતાવહ છે. ૧. વિન્નરઃ-પીળુ અને લાલ (પીતરતુ વિઘ્નરઃ-મિ દ્।રૂર) ૨. સારામઃ-ચાતક (સારો નમોનુપઃ-અમિ૦ ૪ (રૂ૧૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288