Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 275
________________ વનસ્થલીઓની વનરાજિરૂપી લક્ષ્મી કોયલના મધુર શબ્દો.. યુક્ત, સુરભિ-સુગંધથી સુવાસિત કરનારી, વિકસ્વર પુષ્પોના ગુચ્છરૂપી સ્તનવાળી અને સુંદર કાંતિવાળી. યુવાન પુરુષોનાં ચિત્તનું હરણ કરવાવાળી બની. जना ! रसालस्तरुरेष सत्यो, यन्मञ्जरीस्वादवशात् स्वरो मे । बभूव कामं सरस: पिकोऽपि, स्वैरं न्यगादीदिति पञ्चमोक्त्या ।।२४ ।। કોયલો સ્પષ્ટપણે પંચમસ્વરમાં જાણે કહી રહી છે, તે લોકો ! આ આમવૃક્ષ છે. તેની મંજરીઓનો સ્વાદ ઘણો મીઠો અને મધુર છે. એનાથી જ મારો સ્વર મીઠો ને મધુર બન્યો છે. रन्ता स चक्री समयः स सा श्रीः, सर्वत्र ता राजसुताः सहायाः | किं तर्हि वयं खलु तत्र देवी, वाग्वादिनी चेत् कुरुते प्रसादम् ।।२५।। વસંતઋતુમાં ક્રીડા કરનારા મહારાજા ભરત ચક્રવર્તી, મધુ માસ જેવો અનુકૂળ સમય, વનરાજીની શોભા, સુંદર રંભા-ઉર્વશી જેવી રાજકન્યાઓ અને ભૌતિક સુખનાં બધાં જ અનુકૂળ સાધનો - આવા પ્રશસ્ય વાતાવરણમાં ભરત ચક્રવર્તીના ભૌતિક સુખની પરાકાષ્ઠાનું વર્ણન સરસ્વતી દેવીની કૃપા હોય તો જ કરી શકાય. . पतिर्नदीनामिव वाडवेन, जरागमेनेव वयःस्थभावः । मधुर्निदाघेन ततस्त्वशोषि, प्रतीव्रतापाभ्युदितक्रमेण ||२६ ।। વડવાગ્નિ જેમ સમુદ્રનું શોષણ કરે, વૃદ્ધાવસ્થા યૌવનનું શોષણ કરે, તેમ તીવ્ર તાપનો અનુભવ કરવાવાળી ગીષ્મઋતુએ અનુક્રમે વસંતઋતુનું શોષણ કર્યું. ओजस्वितां सूनधनुर्यथाऽयं, मधौ तथोष्णे स्वयमेव नाऽधात् । નાવ સર્વત વ પુંસાં, સંભાવનીયર સમયો ય ર૭TT વસંતઋતુમાં કામદેવનું જેટલું ઓજસ્વીપણું હતું તેટલું ગીષ્મઋતુમાં રહ્યું નહીં, કેમ કે મનુષ્યની શક્તિ પ્રત્યેક સમયે એકસરખી રહેવાનો સંભવ ઓછો હોય છે. तन्व्यो बभूवुः सरितः समन्तानार्यो वियुक्ता इव जीवनेन । " તસ્ત્રિયામા તનૂવમૂવ, વાર્થ દિ વકરોતિ વણ્યમ્ ૨૮ll જેમ સ્ત્રીઓ પતિના વિયોગમાં ક્ષીણ થઈ જાય છે તેમ ગીષ્મઋતુમાં ચારે બાજુની નદીઓ પાણી વિના સુકાઈ ગઈ હતી. રાત્રિ પણ ક્ષીણ (નાની) થઈ ગઈ, કેમ કે પોતાના વર્ગની કૃશતા જોઈને પોતે પણ કુશ બને છે. अलब्धमध्या अपि केलिवाप्या, सुखावगाहा अभवन्निदाघे । सद्युक्तयोर्थिन्य इवापजाड्ये, लक्ष्मीवतां लक्ष्म्य इवाल्पदैवे ।।२९।। વિદ્વાન પુરુષોને અર્થપૂર્ણ ઉક્તિઓ જેમ સહેલાઈથી પ્રાપ્ત થાય, મંદભાગીઓમાંથી લક્ષ્મીવંત પુરુષોને જેમ સંપત્તિ સહેજે આવી મળે તેમ ગીષ્મઋતુમાં જેનો મધ્યભાગ અપ્રાપ્ય છે, તેવી ઊંડી અગાધ વાવડીઓ જળક્રીડા કરવા માટે સાહજિક રીતે તરી શકાય તેવી છીછરી બની ગઈ. १. पाठान्तरम्-प्रतापतीव्राभ्युदितक्रमेण । શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૯

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288