Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 274
________________ આકાશમાં વ્યાપેલું ચન્દ્રનું તેજ સમુદ્રના શણની જેમ અત્યંત આફ્લાદક લાગતું હતું, તેથી માનિનીઓનાં મન ગર્વિત બની ગયાં. प्रसूनबाणान् प्रगुणीचकार, श्रृङ्गारयोनेर्मधुलोहकारः | उत्तेज्य शीतद्युतिबिम्बशाणे, युवद्वयीमानसभेददक्षान् ।।१७।। વસંતઋતુ રૂપી લુહારે યુવાન સ્ત્રીપુરુષોનાં મનને ભેદવા માટે કામદેવના પુષ્પરૂપી બાણોને ચન્દ્રના બિંબરૂપી સરાણ પર ઘસીને તીક્ષ્ણ કર્યાં. प्रियः सुरा यौवनवृद्धिमत्ता, ज्योत्स्ना सितांशोश्च मधुश्च मासः । दुरापमेकैकमिति प्रियालिः, काचित् सखीरित्यनुवेलमाह ।।१८।। કોઈ નાયિકાએ પોતાની સખીઓને સમયોચિત વાત કરી : ‘પતિ, મદિરા, ભરયૌવન, ચન્દ્રની ચાંદની અને વસંતઋતુ આ બધી વસ્તુમાંથી એકેકની પ્રાપ્તિ થવી એ પણ ઘણી કઠિન છે, તો એકીસાથે બધું જ મળી જાય તો પછી શું કહેવું ! लज्जा युवत्याशयसङ्गिनीह, क्षयं जगाम क्षणदेव किञ्चित् । नीता च दूरं सुरतेपि सर्वा, द्वयोः कियत्येकपदे स्थितिर्हि ? ।।१९।। એ સમયે સ્ત્રીઓના હૃદયમાં હંમેશાં રહેનારી લજ્જા, અત્રિની જેમ ક્ષીણ થઈ ગઈ અને રતિક્રીડાના સમયે તો પૂર્ણરૂપે દૂર ભાગી ગઈ. (કેમ કે સ્ત્રી અને લજ્જા બન્ને એકીસાથે ક્યાં સુધી कादम्बरी' पाननितान्ततुष्टा, विहाय वासः कुसुमान्तरीयम् । ददौ प्रियाविर्भवदङ्गकान्तिः, पातुः प्रियस्य प्रमदं वसाना ।।२०।। મદિરાપાનથી પણ અધિક તુષ્ટ થયેલી પ્રિયપત્નીએ વસ્ત્રને છોડીને ફૂલોનો આશ્રય કર્યો અને પોતાના શરીરની કાંતિને પ્રગટ કરીને પોતાના રક્ષક પતિને આનંદ આપ્યો. वधूमुखस्वादुरसैनिषिक्तः, पुष्पाणि तत्सौरभवन्त्यमुञ्चत् । यो यच्च तच्चौर्यमपास्य सोऽयं, तरुस्तदेको बकुलो रसज्ञः ||२१|| બકુલ નામનું વૃક્ષ એવું રસજ્ઞ છે કે પોતાને જે મળે છે તે પાછું આપી દે છે. પોતાની પાસે કંઈ જ રાખતું નથી, તેમ યુવાન સ્ત્રીના મુખમાં ભરેલી મદિરાથી તેનું સિંચન કરવામાં આવે ત્યારે તે નવપલ્લવિત બનીને સુગંધી પુષ્પોથી ખીલી ઊઠે છે.. स नूपुरारावपदाभिघातात्, स्त्रीणामशोकोऽपि सुमान्यधार्षीत् । व्यलोलरोलम्बरुताञ्चितानि, न कारणात् कार्यमुपैति हानिम् ।।२२।। ઝાંઝર પહેરેલી યુવતીના પાદપ્રહારથી અશોકનું વૃક્ષ ખીલી ઊઠે છે. તેના પર ચપળ ભ્રમર ગુનગુનાટ અવાજ કરતા રહે છે. ખરેખર કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. पिकस्वरामोदवती च यूनां, जहार चेतो वनराजिरामा । ____स्मेरप्रसूनस्तबकस्तनाभिरामा मुहुर्मेदुरकान्तिकान्ता ।।२३।। ૧. કારી-મદિરા (ાવરી ચાકુર નિષિા-પ૦ રૂદિ૬). શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૫૮

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288