________________
सा राजधानी ऋषभाङ्गजस्य, रराज सैन्यैर्विविधैः समेतैः ।
फुल्लत्सरोजैः सरसीव साक्षादामोददानप्रवणैः प्रभाते ।।३।। પ્રભાતના સમયે જેમ સરોવર સુગંધિત અને વિકસ્વર કમળોથી શોભે તેમ ઋષભપુત્ર મહારાજા ભરતની રાજધાની અયોધ્યા વિવિધ પ્રકારની સેનાથી શોભી રહી હતી.
निःशङ्कमाज्ञा भरताधिपस्य, ततो व्यहार्षीद भरतेऽखिलेऽपि ।
नदीव मेघागमवारिपूर्णा, महीभृदुल्लङ्घनलब्धवर्णा ।।४।। પહાડોને ઉલ્લંઘન કરીને નીકળતી અને વર્ષાઋતુના પાણીથી પરિપૂર્ણ બનેલી નદીની જેમ મહારાજા ભરતની આજ્ઞા સમસ્ત ભારતવર્ષમાં નિ:શંકપણે વર્તી રહી.
समं समग्राभिरथाङ्गनाभिश्चिक्रीड सर्वर्तुविलासलास्यैः ।
तरङ्गिणीनाथ इवापगाभिः, परिस्फुरद्विभ्रमवीचिभिः सः ।।५।। જલતરંગોરૂપી વિભ્રમવાળી નદીઓથી જેમ સમુદ્ર ઉલ્લસિત બને તેમ ચક્રવર્તી ભરત પોતાના અંત:પુરની રાણીઓ સાથે સર્વઋતુને યોગ્ય વિવિધ પ્રકારની વિલાસલીલાથી ઉલ્લસિત બન્યા.
राजा ऋतूनामहमस्मि शश्वत्, सेवापरोऽमुष्य भवामि तस्मात् । इतीव राजानमिमं जगाम, मधुर्मधुस्यन्दिभिराशु पुष्पैः ।।६।। “હું હંમેશાં સર્વ ઋતુઓના રાજારૂપે રહેલો છું” માટે ભરત ચક્રવર્તીની સેવા કરવાનો માર અધિકાર છે.” એમ માનીને જાણે ચૈત્ર માસ મધુ વિખેરતાં સુગંધી પુષ્પોની સાથે રાજા ભરતની પાસે આવ્યો હોય નહીં! - અર્થાત્ ચૈત્ર મહિનો આવ્યો.
आमोददायी कुसुमैर्नवीनैर्विलासिनामेष मधुस्ततोऽहम् ।
भवामि सौख्याय रथाङ्गनाम्नां, रविर्विचार्येति शनैश्चचार |७|| “આ ચૈત્ર માસ વિલાસી પુરુષોને સુગંધિત પુષ્પોથી આનંદ આપે છે, તેમ હું પણ ચક્રવાકો માટે સુખ આપનાર બને” એમ વિચારીને જાણે સૂર્ય પણ ધીમે ધીમે ચાલતો ના હોય !
स्मेरैः प्रसूनैः स्मितमादधाना, बालप्रवालैर्दधती च रागम् ।
पुंस्कोकिलैर्मजुरवारुवद्भिर्वनस्थलीयं मधुना लिलिङ्गे ||८|| એ સમયે વનસ્થલી વિકસ્વર પુષ્પોથી જાણે હસી રહી હતી. નવા પ્રવાલોથી રક્ત - લાલ - બની ગઈ હતી અને કોકિલના મધુર અવાજથી ગુંજી રહી હતી. આવા પ્રકારની વનસ્થલીમાં મધુ માસ (ચૈત્ર માસ) વ્યાપી રહ્યો હતો.
आहासि विस्मेरसरोरुहालीव्याजैः सरोभिर्मगधैरिवास्य । मधुव्रतव्रातगिरा भणद्भिरमूदृशां, कीर्तिकरा न के स्युः ? ||९|| તે વનસ્થલીનાં સરોવરો વિકસિત કમળોની શ્રેણી વડે જાણે હસી રહ્યાં ના હોય ! અને ભરત રાજાના મંગલ પાઠકોની જેમ ભ્રમરો ગુંજારવ કરીને ભરત રાજાની જાણે કીર્તિકથા કરી રહ્યા ના હોય ! ખરેખર આવા મહાપુરુષોનાં ગુણગાન કોણ ના કરે ? ૧. અધુ-ચૈત્રમાસ (ચત્રો પુત્રિ શ્વ-ગમ. ૨૬૭)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૬