________________
त्रिदशाचलनिश्चलचित्तरुचेर्यतिनो भरताधिपवाग्विसराः ।
न मुदे न रुषे व्यभवन् सुतरां, सुतरागपराङ्मुखता कृतिनः ।।५।। મેરુ સમાન નિશ્ચલ ચિત્તવાળા બાહુબલિને માટે ભરત મહારાજાનાં વચનોની કોઈ અસર થઈ નહીં, અર્થાત્ પ્રસન્નતા કે અપ્રસન્નતાનું ચિત્તમાં સંવેદન થયું નહીં અને પુત્રો પ્રત્યે પણ તેમના ચિત્તમાં અનુરાગ રહ્યો નહીં.
सचिवैः प्रतिबोध्य कथञ्चिदयं, निलयान्तरनायि समं त्वरिणा ।
भरते भरताधिपतेः सकले, विजहार च शासनमस्य ततः ||८६ ।। મંત્રીઓએ ખિન્ન બની ગયેલા ભરત મહારાજાને સમજાવ્યા અને જેમ તેમ કરીને ચક્રરત્નને આયુધશાળામાં લઈ ગયા. ત્યાર બાદ સમસ્ત ભારતવર્ષ પર ચક્રવર્તી ભરત મહારાજાનું સામ્રાજ્ય છવાઈ ગયું.
बहलीविषये किल तस्य सुतं, विनिवेश्य ततः स निजां नगरीम् ।
उपगन्तुमियेष सुरेन्द्र इवेन्दिरया प्रबलध्वजिनीसहितः ।।८।। બહલી દેશનું સામ્રાજ્ય બાહુબલિના પુત્રને સોંપીને પોતે, ઇન્દ્ર જેમ ઇન્દ્રાણી સાથે જાય તેમ છે ખંડની સામ્રાજ્યલક્ષ્મીની સાથે મહારાજા ભરત ચતુરંગી સેના સાથે અયોધ્યા નગરી તરફ પ્રયાણ કરવાની ઇચ્છાવાળા બન્યા.
नभसस्त्रिदशैः स उपेत्य गुरुकुसुमैः परिवर्ध्य च चक्रधरः ।
जगदे जयशब्दपुरस्सरया, सहितस्तनयैर्नृपबाहुबलेः ।।८।। આકાશમાંથી દેવોએ આવીને બાહુબલિના પુત્રોની સાથે ચક્રવર્તી ભરત મહારાજા પર વિપુલ પ્રમાણમાં પુષ્પવૃષ્ટિ કરી વધાવીને ચક્રવર્તીનો આ પ્રકારે જયજયકાર કર્યો :
श्रीमन् ! भारतभूपुरन्दर ! भवानाद्यो स्थाङ्गी त्विहाशेषक्षोणिवधूकरग्रहकृती नन्द्याच्चिरं भारते । अत्यन्ताद्भुतचारिमा'ञ्चितलल्लावण्यपुण्योदयो, गीर्वाणैः परिनूयतेस्म स इति प्रोद्दामसंपत्तिभाक् ।।८९ ।। “હે શ્રીમાન, હે ભારતવર્ષના અધિપતિ ભરત ! આપ આ જગતમાં પ્રથમ ચક્રવર્તી છો. આપે સમસ્ત પૃથ્વીરૂપી સ્ત્રીનું વરણ કર્યું છે. આપ ચિરકાળ સુધી સમસ્ત ભારતવર્ષ પર સામ્રાજ્યના ભોક્તા બનો ! આપ અદ્ભુત સુંદરતા, અદ્ભુત વૈભવલક્ષ્મી અને અદ્ભુત પુણ્યના સ્વામી બનો ! આપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપત્તિના ભોક્તા બનો!” આ પ્રમાણે દેવો ભરત મહારાજાનું અભિવાદન કરીને પોતાના સ્થાને ચાલ્યા ગયા.
इति भरतबाहुबलिद्वन्द्वयुद्धवर्णनो नाम सप्तदशः सर्गः આ પ્રમાણે ભરત બાહુબલિના ધંધયુદ્ધના વર્ણનપૂર્વકનો સત્તરમો અધ્યાય સમાપ્ત.
१. अत्यन्तं अदभुतचारिणी च मा-लक्ष्मीः च इति अत्यन्तादभूतचारिमा ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૪