Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
________________
अमरीभिरुपेत्य स राजऋषिलवणाद्यवतारणकैर्नुनुवे । .
दुधुवे सुरबालकुरङ्गदृशां, नयनैर्न मनागपि चैकमनाः ।।७८ ।। દેવાંગનાઓ રાજર્ષિ બાહુબલિની પાસે આવી, તેમની લૂણ ઉતારીને સ્તુતિ કરી.બાહુબલિ તો એકાગ્ર ચિત્તવાળા કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. દેવાંગનાઓને જોવા માટે જરાયે વિચલિત બન્યા નહીં.
पतदश्रुकणाविलवक्त्ररुचिर्भरताधिपतिः समुपेत्य ततः । प्रणनामतरां मतराभसिकानुरतेर्विरतं निरतं विरतौ ।।७९ ।। એટલામાં આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા મહારાજા ભરત પણ ત્યાં આવી ગયા. તેમણે સંયમમાં સ્થિર અને અહંકારથી વિરક્ત બનેલા બાહુબલિને પ્રણામ કર્યા.
प्रणिपत्य मुनिः कलिभङ्गकरः, समताञ्चितजानुविलम्बिकरः |
सवचोभिरिति प्रणयप्रवणैर्जगदे जगदेकतमप्रभुणा ।।८।। યુદ્ધની સમાપ્તિ કરવાવાળા અને જેમના હાથ જાનુ સુધી પહોંચેલા છે તેવા સમતાધારી બાહુબલિ મુનિને છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તી પ્રણામ કરીને આ પ્રકારે બોલ્યા :
यशसां पटहेन पटुध्वनिना, तव बान्धव ! सन्तु दिशो मुखराः | मुखरागभिदो न पितुः सरणेमम तद्विपरीततरेण पुनः ।।८१।। “હે બાંધવ ! આપનો યશરૂપી દુંદુભિનો ધ્વનિ ચારે દિશામાં ફેલાઈ જાઓ : પિતાશ્રીના મહાભિનિષ્ક્રમણ સમયે મારું મન એટલું ખિન્ન નહોતું થયું, પણ આજે મારું મન ખૂબ દુ:ખી થઈ રહ્યું છે. .. सुरकिङ्कर ! किं करवाणि तवाऽनवधानधरं हृदयं न यतः |
समयो नियमस्य ममास्ति गुरोर्न तवास्ति लघोः कुरुषे किमतः ? ||८२।। “દેવોથી સેવાયેલા હે મુનિ, આપે તો આપના મનનું સમાધાન કરી લીધું, પરંતુ હવે હું શું કરું ? મોટાભાઈ તરીકે ધક્ષા લેવાનો સમય તો મારો છે. નાના ભાઈ એવા તમારું નથી... તો આપે આ શું કર્યું?
मम मन्तुमतो वहते रसना, रसनायकनायक ! नोक्तिमपि । सरितं तपतापवती सुमते !, पयसा मम पूरय चाभिमताम् ||८३।।
શાંતરસના નાયક હે મુનિ, હું આપનો અપરાધી છું. તેથી આપને કંઈપણ કહેવા માટે મારી જીભ ઊપડતી નથી. હે સુમતિ! ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત થયેલી મારી માનેલી આ સરિતાને આપ સમતારસથી ભરી દો.”
निगदन्निति चक्रधरो बहुधा, समभाष्यत तेन न किञ्चिदपि ।
स्पृहणीयतया परिहीनहृदो, नृपतीनपि यच्च तृणन्तितराम् ।।८४ ।। ચક્રવર્તી ભરતે વારંવાર વિનંતી કરવા છતાં મુનિ બનેલા બાહુબલિ એક શબ્દ પણ બોલ્યા નહીં. જેનું હૃદય નિસ્પૃહ અને આસક્તિરહિત બની જાય છે તેના માટે રાજાઓ પણ તૃણ સમાન લાગે છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ - ૨૫૩
Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288