Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 268
________________ तव मुष्टिमिमां सहते भुवि को, हरिहेतिमिवाधिकघातवतीम् । भरताचरितं चरितं मनसा, स्मर मा स्मर केलिमिव श्रमणः ||३|| अयि ! साधय साधय साधुपदं, भज शान्तरसं तरसा सरसम् । . ऋषभध्वजवंशनभस्तरणे !, तरणाय मनः किल धावतु ते ।।७४।। इति यावदिमा गगनाङ्गणतो, मरुतां विचरन्ति गिरः शिरसः । अपनेतुमिमांश्चिकुरानकरोद्, बलमात्मकरेण स तावदयम् ।।५।। “હે બાહુબલિ! તમે તમારા બળના યુદ્ધ માટે પ્રયોગ કરી રહ્યા છો તે ભવિષ્ય માટે સારું નથી. જો તમે મોટા ભાઈનો વધ કરવાની ઇચ્છાવાળા હો તો આ જગતમાં મોટાઓની આજ્ઞા કોણ માનશે? વળી આ કલહ (ઝઘડો) હળાહળ વિષ સમાન છે. સંયમી મુનિ પણ જો કલહને વશ બને તો તે અસંયમી બની જાય છે. વળી કલહથી મેળવેલી આ પૃથ્વી ભગવાન ઋષદેવના પુત્રને નરકમાં લઈ જશે. માટે આવા યુદ્ધથી સર્યું ! હે રાજન ! તમે તમારા ક્રોધનું સંહરણ કરો. સંહરણ કરો. જે માર્ગે તમારા પૂજનીય પિતાજી ઋષભપ્રભુ ચાલ્યા છે તે માર્ગનું તમે અવલંબન કરો ! સુપુત્રો તે જ કહેવાય છે કે જે પિતાના માર્ગે ચાલે છે. તેને છોડતા નથી. વળી.. હે રાજન ! આ પૃથ્વીરૂપી સુંદરીમાં તમારું મન આધીન બની ગયું હોય તો જગતમાં મોટાઓ - વડીલોને સન્માન આપવાની વિધિનો મૂળમાંથી લોપ થઈ જશે. ઇન્દ્રના વજસમાન પ્રચંડ પ્રહાર કરવાવાળી તમારી આ મૂઠી જગતમાં કોણ સહન કરી શકશે ? તમારા પ્રત્યે ભરતે જે અન્યાય કર્યો છે તેને મનમાં યાદ ન કરો, જેમ શ્રમણ મુનિ પૂર્વે કરેલી કામક્રીડાને યાદ કરતા નથી ! તેમ તમે પણ ભરતના આચરણને મનમાંથી ભૂંસી નાખો. તેને યાદ ના કરો. રાજન ! સાધુપદની સાધના કરો. સાધના કરો અને મનમાં શાંતસુધાનું આસેવન કરો. ઋષભદેવના વંશરૂપી સૂર્યસમાન હે બાહુબલિ, તમારા ચિત્તને સંસારસાગર તરવા માટે દોડાવો.” આ પ્રકારે દેવોની આકાશવાણી થઈ, એટલામાં તો બાહુબલિએ ઉઠાવેલી મુષ્ટિનો પ્રયોગ પોતાના હાથથી મસ્તકના કેશકુંચન માટે કર્યો. मुनिरेष बभूव महाव्रतभृत्, समरं परिहाय समं च रुषा । सुहृदोऽसुहृदः सदृशान् गणयन्, सदयं हृदयं विरचय्य चिरम् ।।७६ ।। તરત જ બાહુબલિ, યુદ્ધ અને રોષ બન્નેને એકીસાથે છોડીને શત્રુ-મિત્રને સમાન ગણી હૃદયને હંમેશાં કરુણામય બનાવી મહાવ્રતધારી મુનિ બની ગયા. सरसीरुहिणीव मुनीन्द्रतनुः, सुकुमारतरा विधुराण्यसहत् । शिवलक्ष्मि निवासपदं सफला, क्वचिदप्यनिता न्वऽनुपास्तिमती ||७७ ।। મુનીન્દ્ર બાહુબલિનું શરીર કમલિનીની જેમ અત્યંત સુકુમાર હતું છતાં એ શરીર દ્વારા અનેક કષ્ટો સહન કર્યા અને એ જ શરીર મોક્ષનું કારણ બન્યું ને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે સક્ષમ બન્યું. ખરેખર લક્ષ્યની ઉપાસના નહીં કરવાવાળા મનુષ્યો ક્યારેય પણ લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તેમાં તેઓ સફળ બની શકતા નથી. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૨

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288