Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 271
________________ પૂર્વ પરિચય : ચક્રવર્તી મહારાજા ભરત અયોધ્યા પહોંચી ગયા. જનતાએ મહોત્સવપૂર્વક સ્વાગત કર્યું. મહારાજા ભરત રાજ્ય-સંચાલનમાં લીન બની ગયા. બાહુબલિજી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ઊભા રહ્યા છે, પરંતુ હજુ પણ મનમાં અહંકારનો અંશ રહેલો છે. હવે એ અહંકારનું રૂપ પોતાનાથી નાના ૯૮ ભાઈઓ પહેલાં પ્રવજિત છે. આ સ્થિતિમાં જાય તો તેમને વંદનાદિ વિનયનો અભિગમ સાચવવો પડે ! માટે કેવળજ્ઞાન થયા પછી જાઉં તો કૃતકૃત્ય બન્યા પછી ઔપચારિકતા સાચવવાની રહેતી નથી. મનમાં આટલો પણ માન કષાયનો અંશ રહેલો હોવાથી કેવલ્યની પ્રાપ્તિ થતી નથી. ભગવાનશ્રી ઋષભદેવ પોતાના જ્ઞાનમાં બાહુબલિની ભીતરી અવસ્થાને જોઈ રહ્યા છે. તેઓની સંસારી પુત્રીઓ – બાહુબલિની પવૃજિત બહેનો-બ્રાહ્મીસુંદરીને પ્રતિબોધ કરવા મોકલે છે. વીર મોરા ગજ થકી ઊતરો' બસ આટલા જ વાક્યથી બાહુબલિ પ્રતિબોધિત થાય છે ને અહંકારનો છેદ ઉડાડીને ભગવાન પાસે જવા માટે કદમ ઉઠાવે છે ત્યાં જ વીતરાગતા આવી ગઈ ને સર્વજ્ઞ – સર્વદર્શી બની ગયા. આ બાજુ ભરત મહારાજા છ ખંડનું સામ્રાજ્ય ભોગવી રહ્યા છતાં પણ મનથી અનાસક્ત હોવાના કારણે એક વખત આરીસા ભુવનમાં આભૂષણો વડે શરીરને અલંકૃત કરી રહ્યા છે. અલંકારોથી વિભૂષિત શરીર જોઈને આનંદિત બન્યા. તેટલામાં મુદ્રિકા (વીંટી) વિનાની શોભારહિત આંગળી જોઈને મન વ્યાકુળ બની ગયું. દિલમાં વૈરાગ્યભાવ પ્રગટ થયો. વૈરાગ્યભાવની ધારામાંથી આત્મભાવમાં લીન બની ગયા. આત્મભાવની વિશુદ્ધિ થતાં ઘાતકર્મનો ક્ષય થવાથી વીતરાગભાવે સર્વજ્ઞ અને સર્વદર્શી બની ગયા. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કરી સાધુવેષ અર્પણ કર્યો. મહારાજા ભરત ચક્રવર્તીના મહાભિનિષ્ક્રમણ સાથે હજારો રાજાઓ પણ પ્રવજ્યાનો સ્વીકાર કરે છે. રાજ્યની ધુરા ભરત મહારાજાના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા સંભાળે છે, તે વગેરેનું વિસ્તૃત વર્ણન અઢારમા સર્ગમાં ગ્રંથકાર બતાવે છે. अथाऽयमिन्दीवरलोचनानां, ततान साकेतनिवासिनीनाम् । ' राजा दृशामुत्सवमागमेन, कुमुद्वतीनामिव कौमुदीशः ।।१।। ચંદ્રનો ઉદય જેમ કમલિનીઓને માટે મહોત્સવરૂપ બને છે, તેમ મહારાજા ભરતનું અયોધ્યાનું આગમન અયોધ્યાવાસી સ્ત્રી-પુરુષોનાં નયનકમળ માટે મહોત્સવરૂ૫ બન્યું. सुलोचनाभिः सममाससञ्जश्चिरं वियुक्ताभिरथाशु वीराः । पयोदराजीभिरिवाब्दकाले, नगा इवानङ्गनिदाघदग्धाः ।।२।। જેમ વર્ષાકાળમાં પર્વતો મેઘની ધારાથી સંતુષ્ટ થાય તેમ લાંબા સમયથી કામદેવના તાપથી તપ્ત બનેલા વીરસુભટો વિયોગિની એવી પોતાની પ્રિયતમાના મેળાપથી સંતુષ્ટ થયા. શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫૫

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288