Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 266
________________ “મેં ભરત સાથેના બધા જ યુદ્ધપ્રયોગમાં જાણ્યું હતું કે ભારત કરતાં મારી ભુજાઓ અધિક શક્તિશાળી છે અને બધી જ યુદ્ધક્રીડામાં મારો વિજય થયો છે, છતાં પણ મેં વિચાર્યું નહીં કે એક જમીનના ટુકડા માટે ભાઈનો વધ કરવો એ ઉચિત નથી.” नाभेयप्रथमसुतोऽथ भूमिमध्यान्निर्यातो जलदचयादिवोष्णरश्मिः । चक्राङ्गं निजकरपङ्कजे निधाय, प्रोवाचानुजमधिकप्रतापदीप्रम् ।।६०।। એટલામાં તો વાદળોમાંથી જેમ સૂર્ય બહાર આવે તેમ ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ભૂમિમાંથી બહાર આવી ગયા અને ગુસ્સાથી તરત જ અત્યંત તેજસ્વી ચક્રરત્નને હાથમાં લઈને બાહુબલિને કહ્યું : भ्रात ! स्त्वं लघुरसि तत्तवापराधाः, क्षन्तव्या मनसि मया गुरुर्गुरुत्वात् । दाक्षिण्यं तव तु तमारि तीव्रमेतन्नो कर्ता तुहिनरुचेर्यथा तमास्यम् ||६१।। “ભાઈ, તું નાનો છું અને હું મોટો છું. તેથી મારા મનમાં ગુરતા ધ્યાનમાં રાખીને તારા બધા જ અપરાધોની હું મનોમન ક્ષમા આપવા ઇચ્છું છું. તને શત્રુરૂપે નહીં પરંતુ ભાઈરૂપે તારા પ્રત્યે દાક્ષિણ્ય રાખું છું, છતાં જેમ રાહુ ચન્દ્ર પર દયા ના રાખે તેમ આ મારું ચક્ર તારા પર દયા નહીં કરે. अद्यापि प्रणिपतमञ्च मा मृयस्वाहंकारं त्यज भुजयोर्विपत्तिकारम् । चक्राङ्गज्वलनरुचोपतप्तदेहाः, कुत्रापि क्षितिपतयो रतिं न चापुः ।।६२।। ભાઈ ! તું મને પ્રણામ કરી લે. ફોગટ શા માટે મરવા તૈયાર થયો છે ?.વિપત્તિકર એવા તારા ભુજાબળનો અહંકાર ત્યજી દે. જો, મારા આ ચક્રરત્નમાંથી નીકળતા અગ્નિની જ્વાલાઓમાં લપેટાયેલો કોઈપણ રાજા બચી શકતો નથી.” संरुष्टः सपदि तदीयया गिरेति, व्याहार्षीद बहलिपतिश्च कोशलेशम् । किं बन्धो ! ऽहमपि तवेदृशैर्विभाव्या, सारङ्गैर्हरिरिव यत्प्रभुस्त्वमेव ? ||६३।। ભારતની વાણી સાંભળીને ક્રોધાતુર બનેલા બાહુબલિએ કહ્યું, “ભાઈ, તમે તમારી જાતને નાહક દુનિયાના સ્વામી માનો છો. તમારી આવા પ્રકારની વાતોથી હું શું ડરી જાઉ તેમ છું? ક્યારે પણ સિંહ હરણિયાંઓથી ડરે ખરો ? मर्यादां परिजहतस्तवामरोक्तां, चक्राङ्गदथ विजयः कथं भविष्णुः ? पादाब्जं यदि हृदयेऽर्हतो ममादेः, किं कालायसरेशकलाबिभेमि तर्हि ? ||६४।। “ભાઈ, દેવોએ બાંધેલી મર્યાદાઓનું પણ તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. તમારા આ ચક્રથી તમને વિજય કેવી રીતે મળી શકશે? જ્યાં સુધી મારા હૃદયમાં ભગવાન ઋષભદેવનાં ચરણકમળ રહેલાં છે ત્યાં સુધી તમારા આ લોઢાના ટુકડા સમાન ચક્રનો મને કોઈ ભય નથી.” ૧. રિ-ચક્ર (થા રથપાવો રિ-મ0 રૂ ૪૧૨) I ૨. તમાર્ચ-રાહુ | રૂ. વાલાયસન-લોહ (નોરંજીતાય શાસ્ત્રમ્ - મo જી૧૦૩) I ૪. શનિ-(રાઇડર્ધાને મમ્ - ૬ ૭૦) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ - ૨૫૦

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288