________________
ત્યારે નાના ભાઈ બાહુબલિ પણ તેવી જ રીતે લોહદંડને હાથમાં મજબૂત રીતે પકડીને ઘુમાવતા યુદ્ધ કરવા માટે સ્થિર થઈ ગયા. બન્ને ભાઈઓના દંડયુદ્ધનો પ્રારંભ થયો. દંડના ગાઢ પ્રહારના પટફ પટફ શબ્દોથી ત્રણે લોક ષકારમય બની ગયા અને તે લોહદંડોમાંથી વીજળીના તણખા નીકળતા જોઈને ઇન્દ્રાણી ભયભીત બનીને દોડી ગઈ, ત્યારે તેનાં વસ્ત્રોરૂપી પંખાથી વીંઝાયેલા પવનનો વેગ આકાશમાં પ્રસરી ગયો અને પ્રચંડ હવાથી વીર સુભટોનાં મુખ પર રહેલાં સ્વદબિંદુઓ આપોઆપ સુકાઈ ગયાં.
षट्खण्डाधिपतिरथ क्रुधा करालो, दण्डेन स्मयमिव मौलिमाबभञ्ज ।
तच्छीर्षाधिवसनकल्पितस्थिरत्वं, निःशङ्क बहलिपतेरुदनबाहोः ।।५।। છ ખંડના અધિપતિ ભરતે ક્રોધથી વિકરાળ બનીને પ્રચંડ ભુજાબળથી બાહુબલિના મસ્તક પર રહેલા મુગટને તોડી નાખ્યો. બાહુબલિએ મનમાં કલ્પના બાંધેલી કે મારા મુકુટ ક્યારે પણ નીચે પડે નહીં અને તૂટે પણ નહીં, પરંતુ બાહુબલિના એ અભિમાનની સાથે ભરતે તેના મુકુટના ચૂરેચૂરા કરી નાખ્યા.
आजानु क्षितिमविशत्तदीयघाताद्, दुर्दान्तद्विप इव वारि मार्षभिः सः |
आयान्तं पुनरपि हन्तुमग्रजातं, दण्डेन प्रसभमथावधीदमर्षात् ।।५६ ।। જેમ દુત્ત હાથી બંધનભૂમિમાં આવી પડે, તેમ એ પ્રચંડ દંડપ્રહારથી બાહુબલિ ઢીંચણ સુધી ભૂમિમાં ઘૂસી ગયા. ફરીથી પોતાના પર પ્રહાર કરવા આવતા ભરતને જોઈને ક્રોધથી વિકરાળ બનેલા બાહુબલિએ ભરત પર તીવ્ર ઠંડપ્રહાર કર્યો.
आकण्ठं भरतपतिर्विवेश भूमौ, तद्घाताच्छरभ इवाद्रिकन्दरायाम् । ... आकाशात् त्रिदशवरैरपि प्रमोदान्, मुक्ता द्राक्कुसुमततिः कनिष्ठमूर्ध्नि ||५७।।
જેમ અષ્ટાપદ (સિંહનો પ્રતિસ્પર્ધી) પહાડની ગુફામાં પ્રવેશી જાય તેમ બાહુબલિના તીવ્ર પ્રહારથી ભરત ચક્રવર્તી ગળા (કંઠ) સુધી જમીનમાં ઘૂસી ગયા. તે જોઈને દેવગણે હર્ષિત બની બાહુબલિના મસ્તક પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરીને જયનાદ કર્યો.
स ज्येष्ठं तदनु विलोक्य कातराक्षं, खिन्नोन्तर्मुहुरिति चिन्तयाञ्चकार ।
हा ! तातान्वयशरदेकशीतरश्मी, कर्मेदं व्यरचि कलङ्कपङ्कलीलम् ।।५८।। ત્યાર પછી બાહુબલિએ મોટાભાઈ ભરત સામે જોયું તો ભરતની કાયર આંખો ભયભીત બની ગઈ હતી. બાહુબલિનું મન ખિન્ન થઈ ગયું. એ વારંવાર વિચારવા લાગ્યા કે “અરે!આ શું કર્યું? આ...રે..રે પૂજ્ય પિતાજી ઋષભદેવનો વંશ શરદઋતુ સમાન કેટલો ઉજ્વલ અને નિષ્કલંક છે! તેને મેં કલંકરૂપી કાદવથી મલિન કરી નાખ્યો.
विज्ञातं किल समरान् मयेत्यमुष्मान, मद्दोष्णोर्बलमधिकं रथाङ्कपाणेः ।
तत्सर्वाहवललितेष्वभूज्जयो मे, हन्तव्यः परमवनीकृते न बन्धुः ।।५९।। ૧,વર:-હાથીને બાંધવાની ભૂમિ (વારિતુ નવમૂ-ગામકરિશ૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૯