________________
જેમ દેવોના નાયક ઇન્દ્ર વજથી પર્વત પર પ્રહાર કરે તેમ ચક્રવર્તી ભરતે પ્રચંડ ગુસ્સાથી બાહુબલિની છાતી પર મુષ્ટિનો પ્રહાર કર્યો. તેવા પ્રકારના જોરદાર પ્રહારથી બાહુબલિના શરીરમાં અત્યંત પીડા થઈ.
उच्छवासानिलपरिपूर्णनासिकोऽसौ, तद्घातोच्छलितरुषा करालनेत्रः । .: निःशङ्क प्रति भरतं तदा दधाव, भोगीन्द्रं गरुड इवाऽहितापकारी ||४३।। તે મુષ્ટિના પ્રહારથી બાહુબલિની આંખો ગુસ્સાથી વિકરાળ બની ગઈ અને ગુસ્સાથી નાસિકાઓ પણ ફૂલી ગઈ. પછી જેમ સર્પને પીડા કરનાર ગરુડ નાગરાજની તરફ દોટ મૂકે તેમ બાહુબલિ નિ:શંકપણે ભરતની તરફ દોડ્યા.
अत्यन्तोद्धतकरपक्षति'द्वयेनोल्लाल्यायं गगनमनायि तेन रोषात् । सोऽपि द्राग् नयनपथं व्यतीत्य यातो, योगीवाद्भुतमहिमावदातसिद्धिः ||४४ ।। અત્યંત રોષથી પોતાના બળવાન બે હાથો વડે પકડીને ભરતને આકાશમાં ઊંચે ફેંકી દીધા, તે એટલી તીવ્રતાથી ઊંચાણમાં પહોંચી ગયા કે દેખાતા પણ બંધ થઈ ગયા. જેમ કોઈ પ્રભાવશાળી અદ્ભુત સિદ્ધયોગી ક્ષણમાત્રમાં અદશ્ય બની જાય તેમ અદશ્ય થઈ ગયા.
द्वे सैन्ये अपि चरमाद्रिपूर्वशैलप्रातःश्रीनिभृतमुखाम्बुजे तदास्ताम् । निर्विण्णो बहलिपतिश्च लोकमानो, व्योमाकं मुहुरिति संततान चिन्ताम् ।।४५।। ત્યારે ભારતની સેનાના સૈનિકોનાં મુખ અસ્તાચલ પર ગયેલા સૂર્યની જેમ ઝાંખાં થઈ ગયાં અને બાહુબલિની સેનાના સૈનિકોનાં મુખ ઉદયાચલ પર આવેલા સૂર્યની જેમ ખીલી ઊઠ્યાં ત્યારે ઉદાસીન બનેલા બાહુબલિ વારંવાર આકાશની સામે જોતા હતા. તેમના મનમાં ચિંતા પેદા થઈ.
'सोदर्योद्दलनकरी भुजद्वयी मेऽभूदेवं प्रसृमरवाग्भरादकीर्तिः ।
कीर्तिर्वा भरतपतेः क्षतिः क्षितीशादित्यासीद् बहलीपतिर्न तत् किमूहे ? ||६|| મારું આ ભેજાબળ ભાઈને પીડા કરનારું સિદ્ધ થયું. આ પ્રકારે જગતમાં મારી અપકીર્તિ થશે, અથવા કોઈ એમ બોલશે કે એક સામંત રાજાએ ભરત ચક્રવર્તીની હત્યા કરી. આ પ્રમાણે બાહુબલિના મનમાં અનેક જાતના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે જેમાં કોઈ વિતર્ક બાકી રહ્યો નથી.
इत्यन्तर्मनसि महीपतौ रथाङ्गी, गौचर्य नयनपथस्य संचचार |
आदभ्रे भुजयुगलेन चान्तरिक्षादायान्तं बक इव संवरं स एनम् ।।४७ ।। બાહુબલિ આ પ્રમાણે વિચારી રહ્યા હતા, તેટલામાં આકાશમાર્ગેથી ભરતને નીચે પડતા જોયા. તરત જ બાહુબલિએ ભરતને પોતાની ભુજાઓમાં ઝીલી લીધા. જેમ મચ્છીમાર મત્સ્યને ઊંચે ફેંકીને ફરીથી જાળમાં ઝીલી લે તેમ આકાશમાંથી પડતા ભરતને ઝીલી લીધા. .
૧, વરપક્ષત્તિ - 'હાથ' २. गौचर्यम्-गोचरस्य भावः गौचर्य विषयतामित्यर्थः । રૂ. સંવન-મક્સ (સંવરો નિમિસ્જિનિઃ-ગામ૦ ૪૪૧૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૭