Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 262
________________ પોતાના ભાઈ બાહુબલિના આક્ષેપથી સુખાસનમાં બેઠેલા ભરત ચક્રવર્તીની આંખો ગુસ્સાથી - લાલઘૂમ થઈ ગઈ. પોતે વિચારવા લાગ્યા કે “બાહુરૂપી શિખરથી યુક્ત આ અહંકારનો મેરુ (બાહુબલિ) , શું ત્રણે લોક પર આક્રમણ કરવા માટે તૈયાર થયો છે ?' आलोकाद् बहलिपतिस्ततोस्य शौर्योत्कर्षोत्कः प्रबलबलः पुरोऽधितस्थौ । उद्वेलः किमयमपां निधिः समन्तादाक्रान्ता सगिरिमहीमितीरितो द्राक् ||३७।। ત્યાર પછી શૌર્યના ઉત્કર્ષથી ઉત્સાહિત બનેલા પ્રબળ બળવાન બાહુબલિ જોતજોતામાં તો ભરતની સામે આવીને ઊભા રહ્યા ત્યારે બધાને કલ્પના થઈ કે તોફાની તરંગોથી ઊછળતો આ સમુદ્ર પર્વત સહિત આખી પૃથ્વીને શું ડુબાડી દેશે ? तौ राजद्विरदवरौ निबद्धमुष्टिप्रोहामैकतमरदौ स्फुरन्मदाढ्यौ । आयुक्तां भुजयुगली. परस्परेण, वातूलोल्ललदवलाविव क्षयान्तः ।।३८।। તે બન્ને રાજહસ્તીઓએ પોતપોતાની મૂઠીઓ જોરથી ખેંચી ત્યારે એક દંતશૂળવાળા મદોન્મત્ત હાથીની જેમ અને પ્રલયકાળના ઝંઝાવાતી પવનની જેમ ઊછળતા તે બન્ને ભાઈઓએ એકબીજા સામે મુષ્ટિઓ ઉઠાવી. नन्वेतौ जिनवरतो जनुः स्म यातश्चन्द्रार्काविव जलधेर्महाप्रभाढ्यौ । कुर्वाते इति कलहं कृते धरित्र्या, लौल्यं हि व्यपनयते विवेकनेत्रम् ।।३९ ।। का हानिर्भरतपतेर्यदेष बन्धुघ्नो, लोभादयमपि मानतो न नन्ता । यद्ज्येष्ठ क्षपयति किं कषायवहिर्न स्नेहं त्विति विबुधैस्तदा व्यतर्कि ।।४०।। ત્યારે દેવોએ કલ્પના કરી જેમ સમુદ્રમાંથી સૂર્ય-ચન્દ્રની ઉત્પત્તિ થઈ છે તેમ ભગવાન ઋષભદેવથી આ બન્ને ભાઈઓની ઉત્પત્તિ થઈ છે. તેઓ કેવળ ભૂમિની લાલસા માટે યુદ્ધ કરી રહ્યા છે. ખરેખર લાલસા એક એવી ચીજ છે કે તે વિવેકરૂપી આંખનો નાશ કરી નાખે છે. ભરતને શું ઓછપ છે કે જે લોભવશાત્ સગા ભાઈનો વધ કરવા માટે ઉદ્યત થયો છે ! વળી બીજા પક્ષે બાહુબલિ પણ કેટલા અહંકારને વશ બની ગયા છે કે જે મોટાભાઈને નમવા માટે તૈયાર નથી ! ખરેખર કષાયરૂપી આગ સ્નેહને નષ્ટભ્રષ્ટ કરી દે છે. तौ धूलीललिततनू विकीर्णकेशौ, स्वेदोद्यज्जलकणराजिभालपहो । रेजाते रणभुवि शैशवैकलीलास्मर्ताराविव न हि विस्मरेत् स्मृतं यत् ।।४१।। મુષ્ટિયુદ્ધ સમયે બન્નેનાં શરીર ધૂળથી રંગાઈ ગયાં. બન્નેના માથાના કેશ છૂટા થઈ ગયા!બંનેનાં લલાટ પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયાં. તે જાણે બાલ્યાવસ્થામાં કરેલી બાલક્રીડાને યાદ કરતા ના હોય ! ખરેખર બચપણની સ્મૃતિ ભુલાતી નથી. शंबेना'चलमिव नायकः सुराणां, चक्रेशो द्रढिमजुषाऽथ मुष्टिना तम् । चण्डत्वादुरसि जघान सोऽपि जज्ञे, वैधुर्योपचितवपुस्तदीयघातात् ।।४२ ।। ૧. વર્ષ ડુત્યપિ પd: I ૨. સંવ –વજ (મ) ૨૨૪). શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૪૬

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288