Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 260
________________ तज्जन्य'प्रकटतमैकलास्यलीला, हर्यक्षध्वनिनिचयाभिनन्द्यनाट्याः । भूरङ्गे परिननृतुर्नटा इवाङ्गाः साश्चर्य विबुधमनः समादधानाः ।। २५ ।। જેમ રંગભૂમિ (નાટકશાળા) પર નટલોકો નાચે તેમ સિંહનાદના ધ્વનિથી ભરત અને બાહુબલિનાં શરીર નાચી રહ્યાં હતાં. તેમનું નર્તન સિંહનાદના ધ્વનિને અનુરૂપ તાલબદ્ધ હતું, તે જોઈને દેવોનાં મન પણ આશ્ચર્યમાં ગરકાવ બની ગયાં. हा शैत्यं तुहिनगिरिरितीरयन्त्यः, किन्नर्यः प्रकटितगाढदन्तवीणाः । रुद्राणीगुरुगिरिगह्वरं निलीनाः, सद्धर्मस्थितय इवार्हदुक्तवाक्यम् ।।२६।। “હા....હા....હા.... કેટલી ઠંડી ! આ તો ભાઈ હિમાલય છે ! એ પ્રકારે બોલનારી કિન્નરીઓના દાંત કચકચાવા લાગ્યા. અર્થાત્ કચકચ ચંતા દાંતોરૂપી વીણાનો અવાજ સ્પષ્ટપણે સંભળાતો અને જેમ સદ્ધર્મની ગિતિવિધ અર્હત્ ધર્મમાં સમાયેલી છે તેમ કિન્નરીઓ હિમાલયની ગુફામાં સમાઈ ગઈ. भीताभिर्विबुधवधूभिरभ्रमार्गान्, मञ्जीरा रवमुखरीकृतान्तरालात् । आलिये निबिडतया प्रियस्य कण्ठो, देवानां तदजनि युद्धमुत्सवाय ||२७|| એ સમયે ભયભીત બનેલી દેવાંગનાઓના ઝાંઝરનો ઝણકાર આકાશમાર્ગમાં વ્યાપી ગયો, કેમ કે ભયના કારણે દોડાદોડ કરતી દેવાંગનાઓ પોતાના પ્રિય સ્વામી દેવોના કંઠમાં જઈને વળગી ગઈ. ખરેખર આ યુદ્ધ દેવોના માટે ક્રીડા-મહોત્સવરૂપ બની ગયું. मूर्च्छाला त्रिदशवधूः पपात काचित्, संसिक्ताप्यमृतभरैर्मुहुः प्रियेण । चैतन्यं न च लभतेस्म विप्रयोगी, गीर्वाणो गरमिति संगरं तदावेत् ।।२८।। ભયભીત બનેલી કોઈ દેવાંગના મૂર્છિત થઈ ગઈ. તેના પ્રિય દેવે તેને વારંવાર અમૃતનું સિંચન કર્યું છતાં પણ તેની મૂર્છા તૂટી નહીં ને ચૈતન્ય આવ્યું નહીં ત્યારે તેની વિરહની વેદનાથી તે દેવ માટે આ યુદ્ધ વિષ સમાન બન્યું. एणाक्षी कथमपि विश्लथाङ्गमारात्, सम्भ्रान्ता करतलधारिता पतन्ती । मा भैषीस्तव सविधे समागतोऽहमाश्वास्येति च दयितेन धाम नीता ।। २९ ।। ભરત-બાહુબલિના સિંહનાદથી સંભ્રાંત બનેલી કોઈ સુંદરી એકદમ શિથિલ બનીને પોતાના પતિ પાસે જમીન પર પડી રહી હતી ત્યારે તેના પતિએ તેનો હાથ પકડીને કહ્યું : ‘હે પ્રિયે ! તું ડર નહીં. હું તારી પાસે છું.’ આ પ્રમાણે આશ્વસ્ત કરીને પ્રિયતમાને તે ઘેર લઈ ગયો. मातङ्गैः परिजहिरे निषादियन्त्रा', उन्मत्तैरिव गुरुराजसम्प्रदायाः । उद्दामत्वमधिकृतं तुरङ्गमैश्च, प्रालेयैरिव शिशिरर्तुमाकलय्य ।। ३० ।। ૧. બન્યું-યુદ્ધ । २. भूरङ्गे भुवः रङ्गे नाट्यस्थले (स्थानं नाट्यस्य रङ्गः स्यात् - अभि० २।१९६) રૂ. રુદ્રાળીગુરુશિરિ:-હિમાલય ૪. મગ્નીશન્-નૂપુર (મગ્નીર હંસ શિઞ્જિન્ય - અમિ૦ રૂ।૩૩૦) ૬. નિષાવિયાઃ-અંકુશ ૬. પ્રાÒય-હિમપાત (પ્રાત્રેયં મિદિવ્યા હિમન્-અમિ૦ ૪ ૧રૂ૮) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૪

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288