Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 242
________________ षोडषः सर्गः પૂર્વપરિચય : યુદ્ધની ભીષણતા જોઈને દેવોનો સમૂહ પૃથ્વી પર આવી ગયો. સૌથી પ્રથમ ભરત મહારાજા પાસે આવીને કહ્યું: ‘રાજન! આપ તો મર્યાદા પુરુષોત્તમ છો! ભગવાન ઋષભદેવના સૌથી મોટા પુત્ર છો. આપ શા માટે યુદ્ધ કરી રહ્યા છો ? યુદ્ધના બે વિકલ્પ છે. જમીનના ટુકડા માટે અથવા પોતાનો અહમ્ પોષવા માટે રાજાઓ યુદ્ધ કરતા હોય છે. આપ આપનો અહમ્ પોષવા માટે યુદ્ધ કરી રહ્યા હો તો તે ઉચિત નથી, કેમ કે બાહુબલિ આપના સગા નાના ભાઈ છે. તેની સાથે સંધિ કરી લો ! પરંતુ નાહક આવું પ્રલયકારી યુદ્ધ કરી લાખો અને કરોડો માણસો અને ઘોડા-હાથીઓનો સંહાર કરવો એ જરાય ઉચિત નથી. ત્યારે ભારતે કહ્યું “હે દેવો! એ મારો નાનો ભાઈ બાહુબલિ ખૂબ જ અભિમાની છે. એ એનો અહમ્ છોડે તેમ નથી. અને એ મને જ્યાં સુધી ઝૂકે નહીં ત્યાં સુધી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરે નહીં અને ચક્રરત્ન મને સ્વાધીન ના થાય તો મારું ચક્રવર્તીપણું કેવી રીતે સિદ્ધ થાય ?' ત્યારે દેવોએ કહ્યું : “આપ કહો છો એ બરાબર છે, પરંતુ ચક્રવર્તિનું ! આપ રણભૂમિમાં ચતુરંગી, સેનાથી યુદ્ધ ના કરો. તમે બન્ને ભાઈઓ પરસ્પર યુદ્ધ કરો. જય-પરાજયનો નિર્ણય આપના બન્નેના પરાક્રમથી સિદ્ધ થશે. એટલે આપ દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ અને યષ્ટિયુદ્ધ આ ચાર પ્રકારના યુદ્ધથી લડો ! “એમાં જે જીતે તેની પૃથ્વી” એ ન્યાયનો સ્વીકાર કરો.” ભરતે દેવોના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. ત્યાર પછી દેવો બાહુબલિ પાસે ગયા. તેમની સમક્ષ પણ દેવોએ નરસંહાર રોકવા માટે આ ચાર પ્રકારના યુદ્ધનો પ્રસ્તાવ રાખ્યો. બાહુબલિએ પણ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. દેવોના પ્રસ્તાવને સાંભળીને બન્ને પક્ષના સૈનિકો નિરાશ થઈ ગયા, કેમ કે તેમની વીરતાનું પ્રદર્શન કરવાના મનોરથો મનમાં જ રહી ગયા. બન્ને પક્ષની સેના રણભૂમિમાંથી ખસી ગઈ. દેવોએ રણભૂમિને પુષ્પોથી અચિત કરી. આ પ્રકારે નવીન યુદ્ધનીતિ વગેરેનું વિસ્તૃત વર્ણન સોળમા સગમાં ગ્રંથકાર સ્વયં બતાવે છે. स्वासदोऽपि गगनादवतेयुद्धमीदृशमवेक्ष्य तदीयम् । बोधनाय वृषभध्वजसून्वोर्बोध एव परमं नयनं हि ||१|| ભરત-બાહુબલિનું પ્રલયકારી ભયંકર યુદ્ધ જોઈને બન્ને ભાઈઓને પ્રતિબોધ કરવા માટે દેવો આકાશમાંથી ભૂમિ પર ઊતરી આવ્યા, કેમ કે પ્રતિબોધ એ જ મહત્ત્વની આંખ છે. सैनिकाः ! किल युगादिजिनो वः, सेतुरस्तु समरैकपयोधेः । क्ष्मां वदन्त इति नाकिन ईयुर्लध्य एव न हि देवनिदेशः ।।२।। “હે સૈનિકો ! આ યુદ્ધરૂપી સમુદ્રમાં ભગવાન ઋષભદેવ એ સેતુરૂપ બનો!” એમ બોલતા દેવો ભૂમિ પર આવ્યા. ખરેખર દેવાનો આદેશ અનુલ્લંઘનીય હોય છે. केऽपि कार्मुकसमर्पितबाणाः, केऽपि तूणकलिताङ्गुलयश्च । केऽपि कोशरहितासिकराला, मुक्तमुद्गरगदा अपि केचित् ।।३।। वैरिशस्त्रनिहतैरिहशूरैः, संकटो व्यरचि किं सुरलोकः ? यत् सुरैः समरतो विनिषिद्धास्ते वयं त्विति वदन्त इदानीम् ।।४।। શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૨૬

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288