Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 250
________________ “હે દેવો ! શું આપ જાણો છો કે છલ-બલ અને કપટમાં પ્રવીણ એવા મોટાભાઈ ભરતે, જેમ, પ્રલય માટે યમરાજને પ્રેરિત કરે તેમ મને યુદ્ધ માટે પ્રેરિત કર્યો છે? वेत्ययं च बलवानहमेको, यन्मयैव वसुधेयमुपात्ता । देवसेव्यचरणोऽहमिदानीमित्यहं कृतिवशात् परिपुष्टः ।।५३।। એ પોતે એમ સમજે છે કે “આ ધરતી પર એક હું જ પરાક્રમી છું.” આ ભૂમિને મેં જ ઉપાર્જન કરી છે ! અને હવે તો હું દેવોને પણ ઉપાસ્ય છું.” તેથી મારું ભાગ્ય સોળે કળાએ ખીલ્યું છે, અર્થાત્ બધી રીતે હું પુષ્ટ છું. मत्कनिष्ठसहजक्षितिचक्रादानतः किमपि मानमुवाह । एष सम्मदमशेषमतोऽहं, सङ्गरे व्यपनयामि विशेषात् ।।५४।। “મારા નાના ભાઈઓનાં રાજ્ય એને સહજતાથી મળી ગયાં છે. એટલે એના મનમાં અહંકાર આવી ગયો છે. પરંતુ એના બધા જ અહંકારને હું સંગ્રામમાં નષ્ટભ્રષ્ટ કરી નાખીશ. अस्य लोभरजनीचर चारैर्व्यानशे हृदयमत्र न शङ्का | तोष एव सुखदो भुवि लीलाराक्षसा हि भयदाः पृथुकानाम् ।।५५ ।।. “હે દેવગણ! મારા ભાઈ ભરતના હૃદયમાં લોભરૂપી રાક્ષસ ભરાઈ ગયો છે, એમાં કોઈ જ શંકા નથી. સંસારમાં સંતોષ એ જ સુખદાયી હોય છે. બાળકોના રમકડાનો રાક્ષસ પણ ભય પેદા કરે છે તો એ ભલા, લોભરૂપી રાક્ષસ શું ભયપ્રદ નથી ? लौल्यमेति हृदयं हि यदीयं, तस्य कस्तनुरुहः सहजः कः | वृद्धिमेति विहरन् जलराशौ, संवरस स्वककुलाशनतो हि ।।५६ ।। ' “સમુદ્રમાં મોટા મત્સ્ય જેમ પોતાના જ કુળની માછલીઓના ભક્ષણથી વૃદ્ધિ પામે છે, તેમ જેના મનમાં લોભરૂપી રાક્ષસે પ્રવેશ કર્યો છે તેને કોઈ ભાઈ ને કોણ પુત્ર? એને કોઈની સાથેના સંબંધની ખેવના નથી. संयता सह मया किमवाप्यं, सौख्यमत्र भरतक्षितिराजा ।। जीवितुं क इहेच्छति किञ्चित्, कालकूटकवलीकरणेन ? ||५७।। મારી સાથે સંગ્રામ કરીને મહારાજા ભરત ક્યા પ્રકારનું સુખ પામી લેશે ? કાલકૂટ-વિષનું ભક્ષણ કરીને કોણ એવી વ્યક્તિ જીવવાની ઇચ્છા કરી શકે ? कोपवन्हिरतुलो मम चक्रेऽनेन दूतवचनेन्धनदानात् । सोभिषेणनघृतैकनिषेकान, दीपितः किमिह भावि न वेद्मि ।।५८।। “ભરતે દૂતના વચનરૂપી ઈંધણ નાખીને મારા ક્રોધરૂપી અગ્નિને પ્રગટાવ્યો છે. વળી તેણે આક્રમણ રૂપી ઘીના સિંચનથી તે અગ્નિને પ્રજ્વલિત કર્યો છે. હવે શું થશે એ હું જાણતો નથી. ૧. નીલ-રાક્ષસી ૨. સંવ-મસ્ય (સંવરોડમિતિ - ક૪િ૧૦) ૩. મિન-સેના સાથે શત્રુ પર ચઢાઈ કરવી (આમળાના ચા નામિકાનો જજો-પ૦ રૂ૪િ૫૪) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૩૪

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288