Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 251
________________ सङ्गरोयमजनिष्ट महान् नौ, द्वादशद्विगुणितायनमात्रः । चेन्निषेधमधुनास्य विदध्यां तर्हि मेऽल्पबल इत्यपवादः ।। ५९ ।। “અમારા બન્ને વચ્ચેના આ મહાભયંકર યુદ્ધનો પ્રારંભ થયે આજ બાર વર્ષ થઈ ગયાં, છતાં તે બારગણું લંબાતું જાય છે. હવે હું આ યુદ્ધને વચમાંથી રોકી દઉં તો ‘હું અલ્પશક્તિશાળી છું’ એ પ્રમાણે જગતમાં મારો ઉપહાસ થાય. आगतास्त्रिदिवतो यदि यूयं मां त्रिविष्टपसदो ! न मया तत् । 1 पुण्यवत्सुलभदर्शनवाक्याः, कुत्रचित् कलिवशादवमन्याः ||६० ।। “દેવગણ ! આપનાં દર્શન અને આપની વાણી તો મહાપુણ્યશાળીઓને જ સુલભ છે. આપ સ્વર્ગમાંથી મારી પાસે પધાર્યા છો પરંતુ યુદ્ધવશાત્ મારાથી આપની અવજ્ઞા ના થાય તે માટે હું આપની સમક્ષ એક પ્રસ્તાવ મૂકું છું : एक एव समुपैतु रथाङ्गी, तादृशोहमपि संयत एता । तत्र नावधिक' विक्रमवान् यः, स्वीकरिष्यति च तं विजयश्रीः ||६१ || “યુદ્ધભૂમિમાં ચક્રવર્તી ભરત એકલા આવે અને હું પણ એકલો જ આવું. અમારા બન્ને વચ્ચે જેનું અધિક પરાક્રમ જાહેર થશે તેને જ વિજયશ્રી વ૨શે. વમેવ નનવર્નવિમર્યોં, નો ભવિષ્યતિતાં વિવુધા ! È ! । दोर्बलाभ्यधिकताप्रतिपत्तिर्भाविनी च किल सर्वसमक्षम् ।।६२।। “હે દેવગણ ! એમ કરવાથી નરસંહાર થતો અટકશે અને સર્વજન સમક્ષ અમારા બન્નેના અધિક ભુજાબળની પ્રતીતિ થશે.” व्याहृता अपि सुरा इति हृष्टास्तेन युद्धविधिदक्षभुजेन । कौतुकाय गगनं त्वधितस्थुः, कौतुकी न हि विलोकयिता कः ? ।। ६३ ।। યુદ્ધનીતિમાં વિચક્ષણ પરાક્રમી બાહુબલિના આ પ્રસ્તાવથી દેવો અધિક પ્રસન્ન થઈ ગયા. અને તે કુતૂહલવશ આકાશમાં જઈને બેઠા, ખરેખર કૌતુકી વ્યક્તિ ક્યારે પણ કૌતુક જોવાની તક જતી ના કરે. एतदाजिमवलोकयतो मे, स्वस्थितिर्बहुतरैव भवित्री । इत्यवेक्ष्य तरणिः परिलिल्ये, पश्चिमां नववधूमिव रागात् ।। ६४ ।। આ યુદ્ધને જોતાં જોતાં તો મારી સ્થિતિ બહુ લાંબી થઈ જશે. એમ વિચારીને સૂર્યે નવોઢા સમાન પશ્ચિમ દિશાને આસક્તિથી આલિંગન કર્યું, અર્થાત્ સૂર્ય અસ્ત થઈ ગયો. तौ तदैव च निवर्तयतःस्म, वेत्रिभिः प्रहरणान्निजवीरान् । देवताक्तमिति वृत्तमशेषं, तत्पुरो कथयतां च विशेषात् ।। ६५ ।। ૧. નો + અધિજ... | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૫

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288