Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 254
________________ ये पातिता रिपुभिरायुधघोरपातैः, सर्वेपि ते भरतराजपुरोधसा' द्राक् । सज्जीकृता नृपतिबाहुबलेर्बलेपि, तद्वच्च चन्द्रयशसा युधि रत्नमन्त्रैः ।।७।। રણભૂમિમાં શત્રુઓના શસ્ત્રપ્રહારથી ઘાયલ થયેલા ભારતની સેનાના વીર સુભટોને ભરત રાજાના પુરોહિતે મંત્રો દ્વારા તરત જ સ્વસ્થ કરીને તૈયાર કર્યા. તે રીતે બાહુબલિની સેનાના બધા જ ઘાયલ સૈનિકોને ચન્દ્રયશાએ રત્ન અને મંત્રો દ્વારા સ્વસ્થ કરીને તૈયાર કર્યા. पवमानरयोधुतधूलिभरैर्जलशीकरसेकनिषिक्तधरैः । विबुधैर्विदधे कुसुमप्रचयोपचिता रणभूरथ कौतुकिभिः ||८|| કુતૂહલી દેવોએ પવન વિકૂર્તીને ધૂળની રજકણો દૂર કરી ભૂમિ પર જળનો છંટકાવ કરીને રણભૂમિને ફૂલોના સમૂહથી શણગારી. किं मार्तण्डद्वयाह्या किमुत हुतवहद्वन्द्वदीप्रा चकासहेहोत्साहद्वयीयुक् किमुत रणमही गर्जिहर्यक्षयुग्मा । मेरुद्वन्द्वाभिरामा किमुत सुरनरैस्तर्कितेत्थं तदानीं, ताभ्यां भूमीधराभ्यामुदयति तरणौ पूर्णपुण्योदयाभ्याम् ।।१।। પ્રાત: અત્યંત પુણ્યશાળી ભરત-બાહુબલિ બન્ને રણભૂમિમાં આવી ગયા ત્યારે દેવોએ કલ્પના કરી કે - આ રણભૂમિ બે સૂર્યથી શોભી રહી છે. અથવા તેજસ્વી બે અગ્નિદીપ્ત છે.અથવા દેહધારી સાક્ષાત્ બે ઉત્સાહની મૂર્તિ છે. શું હાથી અને સિંહથી અથવા બે મેરુપર્વતથી રણભૂમી શોભી રહી છે? इति गीर्वाणवचःस्वीकरणो नाम षोडशः सर्गः આ પ્રમાણે દેવોની વાણીના સ્વીકારપૂર્વકનો સોળમો સર્ગ સમાપ્ત. ૧. પુરોષર-પુરોહિત (પુરોષાતુ પુરોહિત-મે રૂારૂ૮૪) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૮

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288