Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 252
________________ તે સમયે ભરત અને બાહુબલિએ પોતપોતાના પ્રતિહારીઓને મોકલીને પોતાના વીર સુભટોને યુદ્ધમાંથી નિવૃત્ત કરી દીધા અને દેવોએ કહેલો સમસ્ત વૃત્તાંત વિશેષ પ્રકારે બધાની આગળ કહી સંભળાવ્યો. तन्निशम्य बहलीश्वरवीराश्चेतसीति जहषुः परितमं । नास्मदीश्वरबलोबलबाहुः, कोऽपि तज्जयरमाधिपतिर्न ।।६६ ।। એ સાંભળીને બાહુબલિના વીર સુભટો હર્ષિત થઈ વિચારતા કે અમારા સ્વામી બાહુબલિથી વધીને અધિક પરાક્રમી આ જગતમાં કોઈ નથી, એટલે વિજયલક્ષ્મી આપણા સ્વામીને જ વરશે. भारतेश्वरभटास्त्विति दध्युर्विक्रमाधिकभुजो बहलीशः | चक्रभृच्च सुकुमारशीररस्तज्जयः स्पृशति संशयदोलाम् ।।६७ ।। ચક્રવર્તી ભરતના વીર સૈનિકોનાં મન વિમાસણમાં પડી ગયાં, કેમ કે બાહુબલિનું ભુજાબળ અધિક શક્તિશાળી છે, જ્યારે ચક્રવર્તી ભરત સુકુમાર શરીરવાળા છે, તેથી તેમનો વિજય શંકાસ્પદ છે.. " भूभुजोऽत्र विभवन्ति चमूभिः, सर्वतोऽधिकबला न भुजाभ्याम् । ताः पुनः समनुशील्य नृपास्तत्, सङ्गराय विदधत्यभियोगम् ||६८|| સર્વત્ર રાજાઓ તેનાથી જ અધિક બળવાન હોય છે, પોતાના ભુજાબળથી નહીં. સૈનિકોને સમ્યફ પ્રકારે અનુશીલન કરીને યુદ્ધ માટે તૈયાર કરે છે. भूभृतः परिजनैश्च धनैश्च, प्रोत्सहन्ति समराय न दोर्ध्याम् । __ किङ्करैस्तु नृपतिर्युधि रक्ष्यो, दैन्यजुक् प्रभुमृतेः किल सैन्यम् ।।६९।। રાજાઓ પોતાના સ્વજન, પરિજન, સંપત્તિ અને સત્તાના કારણે યુદ્ધ માટે પ્રોત્સાહિત થાય છે, પરંતુ તેઓ પોતાની ભુજાઓ વડે યુદ્ધ કરતા નથી. જ્યારે સેવકોનું કર્તવ્ય પોતાના સ્વામી રાજાની યુદ્ધમાં રક્ષા કરવાનું હોય છે. જો રાજા પરાજિત થાય તો સૈન્ય દીન બની જાય છે. देवतेरितमुरीकृतमेतत्, साधु नैव भरतक्षितिनेतुः । . स्वान् विषण्णमनसस्त्विति वीरान्, भूपतिवृषभसूनुरुवाच ||७|| દેવોના પ્રસ્તાવને મહારાજા ભરતે સ્વીકારી લીધો તે સારું કર્યું નથી.' - આ પ્રમાણે ખિન્ન બનેલા પોતાના સૈનિકોને જોઈને મહારાજા ભરતે કહ્યું : खातिका खनत साम्प्रतमेकां, सैनिकाः ! पृथुतरातिगभीराम् । प्रत्ययो मम बलस्य ततो द्राग्, लप्स्यते सुकृतवद्भिरिवार्थः ।७१।। “સૈનિકો! હમણાં જ તમે એક લાંબી-પહોળી અને ઊંડી ખાઈ ખોદો. તેમાંથી જેમ પુણ્યશાળીઓને ધનની પ્રાપ્તિ થાય છે તેમ તમને મારા સામર્થ્યની પ્રતીતિ થશે.” शासनं भरतनेतुरितीदं, सैनिकैः सफलतामथ निन्ये । वारिदैरिव ललज्जलधारैर्नीप'काननमिवाम्बुदकाले |७२।। ૧. નીક-કદંબ (ની: જીવન - સમિટ કાર૪). શ્રી ભરતબાહુબલિ મઘાવ્યમ્ ૦ ૨૩૭

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288