________________
काभिश्चिद् विबुधवधूभिरग्रजोयं, जेता द्रागयमनुजश्च तौ तदानीम् ।
औह्येतामिति गगनाङ्कलम्बिनीभिर्दृग्नीराजनविधिना'ऽटितानुरागम् ।।३।। આકાશમાં રહેલી દેવીઓ યુદ્ધ વિષયમાં ચર્ચા કરતી હતી. કેટલીક દેવીઓ કહે કે મોટાભાઈ ભરત શીધ્રતાએ વિજેતા બનશે ! ત્યારે કેટલીક દેવીઓ કહે કે નાના ભાઈ બાહુબલિ વિજેતા બનશે. આ પ્રમાણે ઋષભપુત્રો પ્રત્યે અનુરાગવાળી દેવીઓ બન્નેના શ્રેય માટે મંગલ ‘નિરાજન' વિધિ કરી તે આ પ્રમાણે. (જેમ વિજયાદશમીના દિવસે દિગ્વિજય યાત્રાના પ્રારંભ પહેલાં શાંતિકળશ કરીને તેના પવિત્ર જળનો છંટકાવ કરે તેમ રણભૂમિ પર શાંતિ જળનો છંટકાવ કર્યો.)
आकाशे त्रिदशविमानधोरणीभिः, संकीर्णे विपुलतरेऽपि सूरसूता ।
नाऽशक्तः स्वमपि रथं त्रसत्तुरङ्ग, संत्रातुं करनिबिडीकृतोरुरश्मिः ।।४।। દેવવિમાનોની શ્રેણીથી વિશાળ ગગન સંકીર્ણ બની ગયું. સૂર્યના રથમાં જોડેલા ઘોડાઓ પણ ભયભીત બની આમતેમ ભાગવા લાગ્યા ત્યારે સૂર્યના સારથિ અરુણ હાથમાં જોરથી લગામ પકડીને ઘોડાઓને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં તેમને સફળતા મળતી નથી.
शेषाहे ! त्वमपि गुरुं मदीयभारं, वोढासि द्रढिमजुषाद्य मस्तकेन । क्षोणीति क्षितिपपदप्रहारघोषैर्जल्पन्ती स्फुटमिव सर्वतो बभूव ।।५।। એ અવસરે ચારેબાજુથી રાજાઓના પદપ્રહારના ભારે અવાજના બહાને જાણે પૃથ્વી શેષનાગને કહી રહી ના હોય કે “હે શેષનાગ; આજે તમારા શક્તિશાળી મસ્તક પર મારું આટલું બધું ભારે વજન વહન કરવું પડશે.'
युद्धेऽस्मिन्नचलवरा निपातिनोमी, पाथोधिः स्थितिमपहास्यति प्रकामम् ।
स्थेयस्त्वं न सुरगिरे ! त्वयाप्यपास्य, प्रावोचन्निति निनदा इवाऽनकानाम् ।।६।। રણભેરીઓના તુમુલ અવાજો જાણે એમ કહી રહ્યા છે કે “આ યુદ્ધમાં અચલ એવા પર્વતો પડી જશે ! સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે. પરંતુ મંદરપર્વત ! તું તારી અચલતાને ક્યારે પણ છોડીશ નહીં.”
न्यग्लोकात् समुपगतैः कवेर्विनेयैः, वैपुल्यं वियत इयद् व्यतय॑तेति ।
पूज्यत्वं क्वचिदपि चास्य दृश्यते नो, सम्भाव्यं श्रवणगतं न दृष्टिपूतम् ।।७।। અધોલોકથી આવેલા શુક્રના શિષ્ય દૈત્યોએ આકાશની એટલી મોટી વિશાળતાને સાંભળેલી કે આકાશ બધા કરતાં સૌથી મોટું છે. અર્થાત્ વડું એટલે પૂજનીય છે, પરંતુ અહીં તો તેની વિપુલતા કે વિશાળતા દૃષ્ટિગોચર થતી નથી, એટલે તે પૂજ્ય નથી.
उत्फुल्लत्रिदशवधूविलोचनाब्जैराकाशं कुसुमितमुत्फलं स्तनैश्च ।
सामोदं सपरिमलैस्तदीयदेहैः, किं न स्यात् सपदि तदा समञ्जसञ्च ? ||८|| ૧. વિજયા દશમીના દિવસે વિજયયાત્રા પહેલા શાંતિ જળ છાંટવામાં આવે છે તેને નિરાજનવિધિ કહેવાય છે.
(fમ રૂ ૪૬૩) ૨. સૂરસૂત:-સૂર્યનો સારથિ (સૂરસૂતુ વારઃ - ૦ ૨ ૧૬) રૂ. વિ-શુક્ર (૩ના માવા વિ • To ૨ રૂ૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૦