Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 247
________________ “હિતાહિતના જાણકાર એવા હે રાજન ! આપ અમારી ઉક્તિઓને ક્રિયાન્વિત કરવામાં નિપુણ છો. ખરેખર ચન્દ્રનો પુત્ર બુધ જ અમૃતને વિખેરી શકે. બાકી અમૃતને ઢોળવાનું બીજા કોઈનું ગજું નથી, કેમ કે ખરેખર પવિત્ર પુરુષનું હંમેશાં એ જ કર્તવ્ય હોય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. सबलाबलरणे विजयश्रीराप्यते जगति चैकतमेन | तुल्यतां पुनरवाप्य विधत्ते, संशयं मनसि सैव नयज्ञ ! ||३२।। “જે યુદ્ધમાં એક પક્ષ સબળ હોય અને બીજો પક્ષ દુર્બળ હોય ત્યારે જગતમાં સબળ વ્યક્તિ જ વિજયશ્રીને પ્રાપ્ત કરે છે. પરંતુ હે નયજ્ઞ! જ્યાં બન્ને પક્ષો સમાન હોય છે ત્યાં વિજયશ્રીના મનમાં પણ સંશય પેદા થાય છે. वंश एष शतधा परिवृद्धस्तुङ्गतां कलयतिस्म युगादेः । युद्धपशुहननेन युवाभ्यां, छेद्य एव न कथञ्चिदवाप्य ||३३।। “ભગવાન ઋષભદેવનો વંશ સેંકડો પ્રકારે ઉન્નતિના શિખર પર આગળ વધી રહ્યો છે. તે દિનપ્રતિદિન વધતા વંશરૂપી વૃક્ષને આપ બન્નેએ યુદ્ધરૂપી કુહાડાથી છેદવું ના જોઈએ. मन्मथोऽपि कुसुमैः प्रयुयुत्सुनपि किं मृतिमनङ्गजिघांसोः । ईरयेयुरिति नीतिविदस्तद्, विग्रहो न कुसुमैरपि कार्यः ।।३४।। “ફૂલોથી યુદ્ધ કરવાની ઇચ્છાવાળા કામદેવને પણ શું શંકરે નથી હણી નાખ્યો ? તેથી નીતિકારો વખતોવખત પ્રેરણા કરે છે કે ભાઈ ! ફૂલોથી પણ લડવું જોઈએ નહીં. . तन्निवार्य-सकलं हयपत्तिस्यन्दनद्विपयुगान्तमनीकम् । योधनीयमथ मंक्षु भवद्भ्यां , यश्च यं जयति तस्य महीयम् ।।३५।। “એ માટે ઘોડા, રથ, હાથી, પાયદળ, એમ ચાર પ્રકારની પ્રલયકારી સેનાનું નિવારણ કરી આપ બન્ને પરસ્પર યુદ્ધ કરવાનો શીઘતાએ નિશ્ચય કરો, તેમાં જે જીતે તેની ભૂમિ કહેવાશે. . વૃષ્ટિબુદિષ્ટિવિધિનીરને તુ વિષ્યિ . ज्ञायते च यवयोरपि युद्धोत्साहसाहसबलाभ्यधिकत्वम ||३|| દષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, શબ્દયુદ્ધ અને યષ્ટિયુદ્ધ - એમ આ ચાર પ્રકારનું યુદ્ધ ખેલો. પરંતુ શસ્ત્રોથી ના લડો ! તેનાથી આપ બન્નેનો ઉત્સાહ, સાહસ અને બળ એ ત્રણેની તરતમતાનો ખ્યાલ આવી જશે. . एष आहव उरीकरणीयस्तुष्टिमापय मनासु नः२ इत्थम् । शीतकान्तिकिरणा इव सन्तस्तोषयन्ति जगतीं निखिलां हि ।।३७।। “આ પ્રકારે યુદ્ધનો સ્વીકાર કરી અમારા મનને આપ સંતોષ આપો. પ્રસન્ન કરો. ખરેખર સત્પુરુષો ચન્દ્રની જેમ સમસ્ત જગતને શીતળતા આપી સંતુષ્ટ કરે છે પ્રસન્ન કરે છે.” ૧. મનફાબિયાં-શંકર ૨. ન-જના | શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૨૩૧

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288