Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 243
________________ सिंहनादमुखरा अपि केचित्, वैरिणो मम पुरो क्षतकायाः | यद् व्रजन्ति महती युधि लज्जा, भाविनीति सुभटा निगदन्तः ।।५।। स्यन्दनध्वजनिवेशितकाया, केऽपि वारणवरार्पितदेहाः । भालपट्टनिपतच्छमबिन्दुभ्राजिनः कलितवाजिन एके ।।६।। दोभृतः सुरगिराथ निषिद्धाः, श्रीयुगादिजिनशासनवत्या । चित्रचैत्यरचनां कलयन्तस्तस्थुराहवरसोत्सुकचित्ताः ।७।। કેટલાક યોદ્ધાઓ ધનુષ્ય પર બાણ ચઢાવી રહ્યા હતા. કેટલાકની આંગળીઓ ભાથામાંથી બાણોને બહાર કાઢવામાં તત્પર હતી. કેટલાક સુભટો મ્યાનમાંથી તલવારને બહાર કાઢતા ભયંકર દેખાતા, કેટલાક મુદ્ગર અને ગદાના પ્રહાર કરવામાં તત્પર હતા, એ સમયે કેટલાક સુભટો બોલી રહ્યા હતા કે “આ રણભૂમિમાં શત્રુઓના શસ્ત્રપ્રહારથી મરી ગયેલા વીર યોદ્ધાઓથી સ્વર્ગલોક સંકીર્ણ બની ગયું છે કે જેથી દેવો ભૂમિ પર આવીને અમને બધાને યુદ્ધ માટે નિવારણ કરી રહ્યા છે.” સિંહનાદ કરતા કેટલાક સુભટો બોલી રહ્યા હતા કે “આ શત્રુસુભટો યુદ્ધમાં ઘાયલ થઈને અમારી આગળથી ચાલ્યા જાય છે. એ ખરેખર લજ્જાસ્પદ કહેવાય. કેટલાક સુભટો રથની ધ્વજામાં પોતાના દેહને લપેટી રહ્યા છે. કેટલાક હાથીઓ પર, કેટલાક ઘોડાઓ પર સવાર થયેલા સુભટો એમના લલાટ પર પડતાં પ્રસ્વેદબિંદુઓથી શોભી રહ્યા હતા. ભગવાન શ્રી ઋષભદેવના શાસનની પ્રભાવના કરવાવાળા દેવોની વાણીથી નિવારણ કરાયેલા યુદ્ધોત્સુક કેટલાક સુભટો વિચિત્ર પ્રકારના ચૈત્યની અદ્ભુત રચના જોવા માટે બેસી રહ્યા. देवताः सपदि भारतराजं, मूर्तिमत्य इव सिद्धय एवम् । : अभ्यधुर्दलितवैरविशेषा, देवसेव्यचरणं करुणाढ्याः ||८|| હજારો દેવોથી લેવાયેલા ચરણકમળવાળા ભરત ચક્રવર્તી પાસે વેરભાવ જેમણે દળી નાખ્યો છે તેવા સાક્ષાત્ કરુણાની મૂર્તિસમાન દેવોએ આવીને આ પ્રમાણે કહ્યું : आहवः किमधुनैष युवाभ्यां, वारणाश्वरथपत्तिविमर्दो । कल्पकाल इव निर्मित एवं, यश्च भापयति देवमनांसि ? ।।९।। “આપ બન્નેએ હાથી, ઘોડા, રથ, પાયદળ એમ ચતુરંગી સેનાનો નાશ કરવાવાળા, દેવોના મનને પણ ભયભીત બનાવનારા કલ્પાંતકાળ સમાન આવા ભયંકર યુદ્ધનો પ્રારંભ કેમ કર્યો? यद् युवां वृषभनाथतनूजौ, यद् युवां सुकृतकेतकभृङ्गौ । यद् युवां चरमविग्रहधारी, यद् युवां स्थितिमवेथ इनोक्ताम् ।।१०।। આપ બન્ને ઋષભદેવના પુત્રો છો. આપ બન્ને સુકૃત (પુણ્ય)રૂપી કેતકીનાં ફૂલો પર વિચરણ કરતા ભ્રમરો છો ! આપ બન્ને ચરમશરીરી છો ! અને આપ સ્વામી શ્રી ઋષભની કહેલી વાણીને સમજનાર છો. तत्कथं समर एष भवदभ्यां, प्रावृतत् क्षय इवार्तिरताभ्याम् । कालबोध इव मित्रविधूभ्यां, सर्वसंहरणयोगविधायी ।।११।। ૧. જુના-સ્વામિ (શિનો નાયવ૨ - રૂારરૂ) ૨. મિત્ર:-સૂર્ય (ગામ) ૨૧૦) શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૨૭

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288