Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 241
________________ ताभिस्त्रिदशवधूभिराललम्बे, वाणीभिः सकलविदामिवाशु भव्यः ||१२९ ।। જેમ સર્વજ્ઞ ભગવંતની વાણીનું ભવ્ય જીવો આલંબન લે છે તેમ બાહુબલિ અને સૂર્યપશાના ધનુષ્યના વજપાત સમાન ભયંકર ટંકારવથી ભયભીત બની ગયેલી દેવાંગનાઓએ પોતાના પ્રિયતમાના કંઠનું આલંબન લીધું, અર્થાત્ ભયની મારી પ્રિયતમના કંઠે વળગી પડી. कल्पान्तोद्य किमागतोऽयमधुना कि मेरुणा शीर्यते ? शेषाहिर्वसुधाधुरं परिहरत्यस्मिन् मुहूर्ते किमु ? अम्भोधिः स्थितिमुज्जहाति किमुतेत्यज्ञायि युद्धं तयोः, क्ष्वेडाक्षेपकरम्बिकार्मुकरवप्रोत्थापितैः स्वर्गिभिः ।।१३०।। શું આજે પૃથ્વી પર પ્રલયકાળ આવી ગયો છે ? શું મેરુપર્વત ખરી પડ્યો છે ? ધારણ કરેલી પૃથ્વીને શેષનાગ શું આ ક્ષણે છોડી દીધી છે? અથવા તો શું સમુદ્ર પોતાની મર્યાદાનો ત્યાગ કર્યો છે? બાહુબલિ અને સૂર્યપશાના સિંહનાદ સાથે ધનુષ્યના ટંકારવના ભયંકર અવાજથી વ્યાકુળ બનેલા દેવોએ આ પ્રમાણે કલ્પના કરી. विश्वेश्वरो विहरति प्रभुरादिदेवः, पुण्योदयो विलसति प्रसभं त्विदानीम् । संहारवार२ इव का विगृहीतिरेषा, जग्मुर्भुवं मरुत इत्यवधारयन्तः ।।१३१।। “આજે આ પૃથ્વી પર જગતના નાથ શ્રી આદિનાથ પ્રભુ વિચરી રહ્યા છે. હમણાં સર્વત્ર પૂર્ણપણે પુણ્યોદય પ્રસરી રહ્યો છે. ત્યારે પ્રલયકાળની જેમ આ જગતમાં આવા સંહાર અને આવા ભયંકર યુદ્ધનો શું આ અવસર છે? ના...ના...” આ પ્રમાણે વિચારી દેવો ભૂમિ પર ઊતરી આવ્યા. - इति युद्धवर्णनो नाम पञ्चदशः सर्गः . આ પ્રમાણે યુદ્ધના વર્ણનપૂર્વકનો પંદરમો સર્ગ સમાપ્ત. ૧. સંકર-પ્રલયકાળ (સંસાર નિયE Rય • ૦િ ૨૭%) ૨. વાજ:-અવસર (નવાવવ-mભિ૦ દા૧૪) ३. विगृहीतिः-विग्रह एव विगृहीतिः । શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ૦ ૨૨૫

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288