________________
એ સમયે પરિચાયકોએ શત્રુસેના પર વિજય પામનારા, શતયોધી, સહયોધી, લક્ષયાંધી અને કોટિયોધી સુભટોના નામપૂર્વકનો નિર્દેશ મહારાજા ભરતને આપ્યો.
अथ स्वयं श्रृण्वति भारतेशे, बलाधिराजो मगधाधिराजम् | बृहस्पतिं नाम विशेषविज्ञं, पप्रच्छ शत्रुध्वजनामवाहान् ।।३६ ।। મહારાજા ભરત સાંભળી શકે તે રીતે સેનાપતિ સુષેણ, મંગલપાઠકોના અગ્રણી વિશેષજ્ઞ બૃહસ્પતિને શત્રુઓનાં ધ્વજ-ચિહ્ન, નામ, ઘોડા વગેરેના વિષયમાં પૂછ્યું.
तमाह वैतालिकरसार्वभौमो, गिरा विशेषाद रिपुकीर्तिमत्या ।
यत्प्राप्तरूपा मुखरीभवन्ति, पृष्टाः पुनर्मीनजुषोऽन्यथैव ।।३७ ।। ત્યારે સ્તુતિપાઠકના અગ્રણી બૃહસ્પતિએ શત્રુઓની કીર્તિ કરનારી વિશિષ્ટ વાણીમાં સેનાપતિના પ્રશ્નોના ઉત્તર આપ્યા. ખરેખર વિદ્વાન પુરુષો કોઈ પૂછે તો જ જવાબ આપે. અન્યથા તે મૌન ધારણ કરે છે.
अयं पुरस्तक्षशिलाक्षितीशः, सिंहध्वजः शात्रवदन्तिसिंह | गजाधिरूढः समराय धैर्यनिवासभूर्धावति सूनुयुक्तः ।।३८।। શત્રુઓરૂપી હાથીઓનું મર્દન કરવા માટે સિંહ સમાન, સિંહના ચિહનની ધ્વજાવાળા સાક્ષાત્ વૈર્યની મૂર્તિ સમાન, પોતાના પુત્રોથી પરિવરેલા તક્ષશિલાના અધિપતિ બાહુબલિ આપની સામે યુદ્ધ કરવા માટે પધારી ગયા છે.
दोर्दण्डदम्भोलिरमुष्य राज्ञः, पक्षच्छिदे भूमिभृतां सहत्वम् । बिभर्ति यच्चित्रमिदं तदीयं, तेषां पुनः पक्षवृधे नतानाम् ।।३९।। મહારાજા બાહુબલિના ભુજાદંડરૂપી વજ રાજાઓરૂપી પર્વતોની પાંખોને છેદવા માટે સમર્થ છે પરંતુ તેમના વિષયમાં એક અદ્ભુત વાત છે કે જે કોઈ રાજા તેમની આગળ નમી જાય છે તેના પક્ષની વૃદ્ધિ થાય છે.
अस्यात्मभूश्चन्द्रयशाः शशाङ्ककेतुः शशाङ्गाभरथाधिरूढः । यस्मिन् प्ररुष्टे कटकास्थिरत्वचिन्ता वितेने द्विषदङ्गनाभिः |४|| ચંદ્રના ચિનથી યુક્ત ધ્વજાવાળા શશાંકેતુ નામના રથ ઉપર આરૂઢ થયેલા બાહુબલિના જ્યેષ્ઠ પુત્ર ચન્દ્ર સમાન ઉજ્વળ કાંતિવાળા, ચંદ્રયશા આપની સામે ઊભા છે. એમની એક વિશેષતા છે કે જ્યારે તે રોષાયમાન થાય ત્યારે શત્રુઓની સ્ત્રીઓના મનમાં પોતાનાં કંકણોની અસ્થિરતાનો ભય વ્યાપી જાય છે.
૧. બાય-સ્તુતિ પાઠક (નાવાયાં માથ૦ રૂ ૪૫૨) ૨. વૈજ્ઞાનિ-મંગલ પાઠક (વેનિલા વષવ ૦િ રૂ ૪૫૮) . ત્રિવ-શત્રુઓ (પરવા પ્રયવસ્થાતા-૦િ રૂરૂિ૫૨) ૪. ૧૦૦૦-કંકણ (cછી નય પારિકાવાવ ૫ ગમ્મ , રૂરૂર૭)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૮