Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 236
________________ चक्रिपुत्रेषु श्रृण्वत्सु, सेनानीरेत्य चक्रिणम् । अभ्यधत्त वचस्त्वेवं, साहसोत्साहमेदुरम् ।।९४।। સુષેણ સેનાપતિ ચક્રવર્તી ભરત મહારાજા પાસે આવ્યા અને ચક્રવર્તીના પુત્રો સાંભળી શકે એ રીતે ઉત્સાહ અને સાહસપૂર્ણ વાણીથી બોલ્યા : રાનન્ ! પુત્રેષુ પશ્યન્તુ, મવડીયેષ્વમન્યત । થમૂર્વાદુવોવર, પદ્મિનીય નૈસ્તવ 118911 “મહારાજા ! આપના પુત્રો દેખતા રહ્યા ને બાહુબલિના વીર સુભટોએ આપણી સેનાને જેમ હાથી ક્ઝલિનીને ઉખેડી નાખે તેમ ઉખેડી નાખી. त्वत्तुल्याः सन्ति ते पुत्रा, ज्ञातिदाक्षिण्यमोहिताः । युयुत्सन्ते न सर्वेऽपि क्षत्राणां नोचितं ह्यदः । ९६ ।। “આપના બધા પુત્રો આપની સમાન બળવાન અને પરાક્રમી છે, પરંતુ બંધુજનો પ્રત્યેના દાક્ષિણ્યથી મોહિત બનીને યુદ્ધ લડી શકતા નથી. એ ક્ષત્રિયો માટે ઉચિત નથી.” अप्यम्बातातवर्गीणाः, क्षत्रियैर्वैरिणः किल । हन्तव्या योद्धुमायाताः, शुभं नैषां ह्यपेक्षणम् ।।९७।। “માતા, પિતા કે બંધુવર્ગ જો શત્રુ બનીને યુદ્ધ ક૨વા માટે આવે તો ક્ષત્રિયોનું કર્તવ્ય છે કે તેમની સાથે યુદ્ધ ક૨વું જ જોઈએ. તેઓની ઉપેક્ષા ક૨વી એ ક્ષત્રિયોનો ધર્મ નથી. दाक्षिण्यं' क्रियते येन, कथं जेता स सङ्गरे । વિ પોતઃ પશ્દિીયેત, તોયનાથં તિતીર્ણતા ? ||૮|| “જો તેઓના પ્રતિ દાક્ષિણ્ય બતાવવામાં આવે તો સંગ્રામમાં તે વિજયી કેવી રીતે બની શકશે ? સમુદ્રને ત૨વાની ઇચ્છાવાળી વ્યક્તિ પોતાની નાવને છોડી દે તો તરી શકે ખરી ? प्रागेव समरारम्भो, मुधा चक्रे त्वया विभो ! । अपि वर्महराः पुत्राः प्रमाद्यन्ति तवात्र यत् ।।९९ ।। 1 “સ્વામિન્, આંપે યુદ્ધનો પ્રારંભ કર્યો એ જ ખોટુ કર્યું છે. શત્રુઓનાં કવચોને હ૨ના૨ા આપના પુત્રો જ યુદ્ધમાં પ્રમાદ બતાવી રહ્યા છે.” इत्याकर्ण्य वचस्तस्य, क्रुद्धः सूर्ययशा जगौ । प्रातर्बाहुबलिं मुक्त्वा, सर्वान् हन्तास्म्यहं त्विति । । १०० ।। સેનાપતિની આવી આક્ષેપભરી વાણી સાંભળીને ભરતના મોટા પુત્ર સૂર્યયશા ક્રોધિત થઈને બોલ્યા, “પ્રાત:કાળમાં જ એક બાહુબલિને છોડીને બાકી બધા સુભટોને હું યમસદનમાં પહોંચાડી દઈશ.” ૧. વાલિખ્યું-અનુભતા (વાલિખ્યું ત્વનુનતા-મિ॰ ૬ (૧૩) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૦

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288