Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
इत्युक्ता मुदिताश्चक्रिसूनवोऽन्येऽपि दोर्भृतः ।
कथञ्चन त्रियामां तामतीत्येयू रणक्षितिम् ।। १०१ । ।
એ સાંભળીને ચક્રવર્તીના બીજા પુત્રો તેમજ વીર સુભટો પ્રસન્ન થયા અને રાત્રિ જેમ તેમ પૂરી કરીને સવારે બધા રણભૂમિમાં આવી ગયા.
सन्नद्धाः शस्त्रसंपूर्णा, भटा बाहुबलेरपि ।
अवतेरु रणक्षोणी, चन्द्रकन्यामिव द्विपाः ||१०२ ||
બાહુબલિના પણ વીર સુભટો શસ્ત્રોથી સંપૂર્ણપણે સજ્જ થઈ, જેમ હાથી નર્મદા નદીમાં ઊતરે તેમ, રણભૂમિમાં ઊતરી આવ્યા.
सैन्ये सूर्ययशाः सूर्यो, व्यराजत रथस्थितः ।
તમાંશીવાવૃિન્હાનિ, નાશયનું નિખતેનસા ||૧૦રૂ||
૨થ પર આરૂઢ થયેલા સૂર્યયશા સૂર્યની જેમ રણભૂમિમાં શોભતા હતા. સૂર્ય પોતાના પ્રચંડ તેજથી અંધકારનો નાશ કરે તેમ સૂર્યયશા શત્રુસમૂહનો નાશ કરી રહ્યા હતા.
भ्रातरः कोटिशस्तस्य, शार्दूलाद्याः पुरोऽभवन् ।
क्षत्रियक्षेत्रसंप्राप्तजन्मशौर्याङ्कुरा इव ।। १०४ ।।
ક્ષત્રિયના શરી૨માં જન્મથી જ જેમ શૌર્યના અંકુરો પ્રગટે તેમ રણભૂમિમાં શાર્દૂલ આદિ કરોડો ભાઈઓ સૂર્યયશાની આગળ આવી ગયા.
विद्याधरधरेन्द्रौ ताववग्राहाविवोद्धतौ ।
चक्रभृद्ध्वजिनीवृष्टिध्वंसाय पुनरागतौ ।।१०५ ।।
વિદ્યાધરોના અધિપતિ વીર પરાક્રમી મિતકેતુ અને સુગતિ તે બન્ને વંટોળિયાની જેમ ચક્રવર્તીની સેનારૂપી વૃષ્ટિનો ધ્વંસ કરવા માટે ફરીથી રણભૂમિમાં આવી ગયા.
हस्तार्पितधनुर्बाणो, मितकेतुर्नभश्चरः ।
आरौत्सीत् सूर्ययशसं, मनोभूरिव शंवरम् ||१०६ ।।
જેમ કામદેવ પોતાના શત્રુ શંવરને રોકે તેમ ધનુષ્યબાણને ધારણ કરનારા મિતકેતુ વિદ્યાધરે સૂર્યયશાને રોકી રાખ્યા.
विद्याभृत् सुगतिस्तद्वच्छार्दूलमरुधत् ततः ।
आसीद् युद्धं तयोर्घोरं विस्मायितसुरासुरम् ||१०७ ।।
"
વિદ્યાધર સુગતિએ પણ શાર્દૂલને તેવી જ રીતે રોકી રાખ્યો એ બન્ને વચ્ચેના યુદ્ધથી દેવ અને દાનવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
૧. વાળન્યા-નર્મદાનદી
૨. શંવરઃ-કામદેવનો શત્રુ (અરી શંવરપૂર્વી - અમિ॰ ૨૦૧૪૨)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૧

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288