Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 230
________________ इत्युचानमनूचान, एवं तं मानवानसौ । सावज्ञं योधयाञ्चक्रे, कुरङ्गमिव केसरी ।। ५२ ।। અનિલવેગ આ પ્રમાણે બોલી રહ્યો હતો ત્યારે તેનો જવાબ આપ્યા વિના જ વીર માની સુષેણે અવજ્ઞાપૂર્વક એવી રીતે યુદ્ધ કર્યું કે જેમ સિંહ હરણિયાની સાથે કરે. शरासारैर्वितन्वानावकालेऽपि च दुर्दिनम् ' । છાયામાઋતુ—મ, તૌ વિષે બનાવિવ।।પુરૂ|| બન્ને વીરોએ પોતાનાં બાણોની વર્ષાથી આકાશને વાદળોની જેમ ઢાંકી દીધું. અકાળે આકાશમાં મેઘાડંબર છવાઈ જાય તેમ ચારે બાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. क्षणं भूमौ क्षणं व्योम्नि, क्षणं तिर्यक् क्षणं रथे । સર્વત્ર વતૃશાતે તો, યોશિનાવિવ સર્વની ||૪|| બન્ને વી૨ો ક્ષણમાં ભૂમિ ૫૨, ક્ષણમાં આકાશમાં, ક્ષણમાં તીરછાં, તો ક્ષણમાં ૨થ ૫૨ - એ પ્રકારે સર્વવ્યાપી યોગીની જેમ ચારે બાજુ દેખાતા. अतिभ्रान्तसुरस्त्रैणवीक्षितौ समरक्षितौ । रेजतुः कल्पवातोद्यद्धिमविन्ध्यगिरी इव ।।५५ ।। એ સમયે બન્ને વીરોને જોઈને દેવાંગનાઓ અતિ સંભ્રાન્ત બની ગઈ. રણભૂમિમાં તે બન્ને પ્રલયકાળના પ્રચંડ પવનથી ઊખડી ગયેલા હિમાલય અને વિન્ધ્યાચળ પર્વત જેવા દેખાતા હતા. गीर्वाणाधिष्ठितस्यापि स विद्याधरसत्तमः । बभञ्जोद्दण्डदोःकाण्डकोदण्डं पृतनापतेः । । ५६ ।। એટલામાં વિદ્યાધર શિરોમણિ અનિલવેગે, દેવોથી અધિષ્ઠિત એવા સુષેણ સેનાપતિની ઉદંડ ભુજામાં રહેલા ધનુષ્યને તોડી નાખ્યું. दण्डेशो भग्नकोदण्डः, फालच्युतहरिर्यथा । क्रोधान्निस्त्रिंशमादाय, जिघांसुस्तमऽधावत ।। ५७ ।। તૂટેલા ધનુષ્યને જાણીને ક્રોધાયમાન થયેલો સુષેણ ફાળ ચૂકી ગયેલા સિંહની જેમ વિકરાળ બની હાથમાં તલવાર લઈને અનિલવેગને મારવા માટે દોડ્યો. वीक्ष्य कोपकरालाक्षं, तं दूराद्धन्तुमुद्यतम् । अरौत्सीदन्तरा सिंहरथो रविमिवाम्बुदः ।। ५८ ।। મારવા માટે ઉઘત બનેલા અને ક્રોધથી વિકરાળ આંખોવાળા સુષેણને દૂરથી જોઈને સિંહ૨થે, જેમ વાદળ સૂર્યને રોકે તેમ, સુષેણને વચમાં જ રોકી દીધો. तयोर्युद्धं बभूवोच्चैश्चिरं कुक्कुटयोरिव । यत्पश्यन्तः सुरा नेशुर्व्योमतोऽपि ससम्भ्रमम् ।। ५९ ।। ૧. ટુર્તિન-મેષભૂત અંધાર (યુલિન મેધનું તનઃ-અભિ૦ ૨l૭૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૪

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288