________________
क्षयाम्भोधिरिवोद्वेलो, माध्यान्हिक इवांशुमान् । पवनोत्क्षिप्तदावाग्निरिव सेहे न केन सः ||४४।। જેમ પ્રલયકાળનો ઊછળતો સમુદ્ર, મધ્યાહૂનકાળનો સૂર્ય અને પવનથી ફૂંકાયેલો અગ્નિ એ ત્રણેની સામે કોઈ ટકી શકે નહીં તેમ એ અવસરે સુષેણ સામે કોઈ યોદ્ધા ટકી શક્યાં નહીં.
क्ष्वेडान्तोन्नामतः कांश्चित्, कोदण्डाकर्षणादपि । सोथ बाहुबलेवीरान्, काकनाशमनीनशत् ।।४५।। સુષેણે બાહુબલિની સેનાના કેટલાક યોદ્ધાઓને સિંહનાદ દ્વારા તો કેટલાકને ધનુષ્યના ટંકારવથી કાગડાની જેમ ભગાડી મૂક્યા.
काँश्चिदाकृषतश्चापान्, काँश्चित् काण्डाँश्च गृण्हतः | काँश्चिदाददतः खड्गान्, कलिं काँश्चिच्च कुर्वतः ||४६ ।। स्थानारोहतः काँश्चित्, तुरङ्गाँश्च गजानपि । काँश्चिदस्तरिपून्मादान्, सिंहनादान् विमुञ्चतः ||४७।। शरसा दऽकरोदेष, युगपद् रिपुसैनिकान् ।
पलायनकलाचार्यः, सोभूदेषां तदैव च ||४८।। કોઈ સૈનિક ધનુષ્યબાણ ચઢાવતા હતા, કોઈ ઘનુષ્યને ઉઠાવતા હતા, કોઈ તલવારને ધારણ કરતા હતા તો કોઈ યુદ્ધ કરી રહ્યા હતા. કોઈ રથો પર, કોઈ ઘોડા પર, તો કોઈ હાથીઓ પર આરૂઢ થતા હતા તેમજ કોઈ સુભટ શત્રુઓના ઉન્માદનો નાશ કરવા માટે સિંહનાદ કરતા હતા. આ બધા સુભટોને સુષેણે એકીસાથે બાણોથી વીંધી નાખ્યા. એ સમયે સુષેણ તે બધા માટે પ્રલયકાળ સમાન બન્યો, અર્થાત્ પલાયનનું નિમિત્ત બન્યો. તેથી તે પલાયન કલાચાર્ય તરીકે કહેવાયો-ઓળખાયો.
विद्रवन्तमिति स्वैरं, शैन्यं स्वामिविवर्जितम् ।
तं निरुध्य जगादेत्यनिलवेगो नभश्चरः ||४९ ।। સ્વામી વિનાની સેનાને મરજી મુજબ ભાગતી જોઈને અનિલગ વિદ્યાધરે સુષણને રોકીને કહ્યું :
चक्रिचक्रपुरोवर्ती, त्वं प्रभोर्मम मादृशाः ।
सन्त्येव गणनातीता, मकरा इव वारिधेः ।।५०।। “સુષેણ ! તમે ભરત ચક્રવર્તાની સેનાના સેનાપતિ છો, પરંતુ સમુદ્રમાં જેમ અસંખ્ય મગરમચ્છ રહે છે, તેમ અમારા સ્વામી બાહુબલિની સેનામાં મગરમચ્છ સમાન મારા જેવા અસંખ્ય વીરો છે.
अनेकसमरोत्पन्नाहङ्कारातङ्कमेव ते । ममायमगदहंकारश्चिकित्सति भुजोऽधुना ।।१।। “સુષેણ ! અનેક યુદ્ધોમાંથી ઉત્પન્ન થયેલા તમારા અહંકારરૂપી રોગની ચિકિત્સા મારા બાહુરૂપી ચિકિત્સક (વૈદ્ય) હમણાં જ કરશે.” १. शरसात्-अशरं शरं करोतीति शरसात् करोति ।
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૧૩