________________
महायुधा ये युधि भारतेया, विशिष्य नासीरतया प्रतीताः । निःशङ्गमातङ्कमपास्य तेषामाशंस नामध्वजयानवाहान् ।।६५।।
મંત્રીશ્વર ! આ રણભૂમિમાં મહારાજા ભરતના મહાન યોદ્ધાઓ તેમજ વિશેષરૂપે સેનાના પથદર્શક સુભટોનાં નામ, ધ્વજ-ચિહ્ન, યાન, ઘોડા વગેરેની માહિતી નિર્ભય અને નિઃશંકપણે કરાવો. तवाग्रजोऽयं स गजाधिरूढो, महाभुजो भारतराजराजः ।
यस्य प्रभावान्निलयान् विहाय, गुहागृहा एव भवन्त्यमित्राः ||६६||
ત્યારે મંત્રીએ કહ્યું : રાજન ! હાથી પર આરૂઢ થયેલા મહાપરાક્રમી આપના મોટાભાઈ ભરતેશ્વર છે. એમના પ્રભાવથી શત્રુઓનો સમૂહ ઘર છોડીને ગુફાવાસી બની જાય છે.
साकूतहेतुः पुरुहूत'केतुर्विजेतुकामो निखिलारिवर्गम् ।
अयन् सुषेणेन रणे नृपोऽयं, न्यषेधि लोभेन यथा विवेकः । । ६७ ।।
ઇન્દ્રધ્વજાના ચિહ્નવાળા ચક્રવર્તી ભરત મહારાજા શત્રુસમૂહને જીતવાના આશયથી જ્યારે રણભૂમિમાં જઈ રહ્યા હતા ત્યારે તેના સુષેણ સેનાપતિએ એવી રીતે રોક્યા કે જેમ લોભ વડે વિવેકગુણ રોકાઈ જાય.
अयं सुषेणो ध्वजिनीमहेन्द्रो, हर्यक्षकेतुर्युधि धूमकेतुः ।
पत्युः पुरश्चालयते रथं स्वं, गौरांशुगौराश्वजुषं प्रसह्य ||६८ ||
આ સુષેણ સેનાપતિ યુદ્ધમાં અગ્નિની જેમ બધાને ભસ્મીભૂત ક૨વાની તાકાત ધરાવે છે. એની ધ્વજાનું ચિહ્ન સિંહ છે. તે પોતાના સ્વામી ભરતની આગળ આગળ શ્વેત કિરણોની જેમ શ્વેત ઘોડાઓથી જોડેલા રથને પોતે વેગથી ચલાવી રહ્યા છે.
जी सुषेणानुज एष कोक र केतुः कपोताभहयः पुरस्तात् । रथाधिरूढः समराय चैति, निस्त्रिंशपाणिर्जगदेकवीरः ।। ६९ ।।
સુષેણ સેનાપતિનો નાનો ભાઈ “જયી” ચક્રવાકની ધ્વજા-ચિહ્નવાળા અને કબૂતરના રંગવાળા, ઘોડાથી જોડેલા ૨થ પર આરૂઢ થઈને યુદ્ધ માટે આગળ જઈ રહ્યો છે. તેના હાથમાં તલવાર છે. તે પણ જગતમાં એક વી૨ યોદ્ધો છે.
ज्येष्ठोङ्गजश्चक्रधरस्य३ चैष, सूर्योल्वणः सूर्ययशा यशोब्धिः
यस्यावलोकात्प्रतिपक्षघूको, लीनो वने क्वापि निमील्य नेत्रे ।। ७० ।।
ભરત ચક્રવર્તીનો જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા છે તે સૂર્યના જેવો તેજસ્વી અને યશનો ભંડાર છે. એને દેખતાંની સાથે જ શત્રુરૂપી ઘુવડો પોતાની આંખો બંધ કરીને વનમાં છુપાઈ જાય છે.
૧. પુતઃ-ઇન્દ્ર
૨. જોવઃ-ચક્રવાક (જોજો યોઽપિ ૫ - અમિ૦ ૪(રૂ૧૬)
રૂ. શ્રેષ્ઠો.. ત્યપિ પાઃ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૩