________________
ભરત મહારાજાનો નાનો પુત્ર શાર્દૂલ છે. તેની ધ્વજાનું ચિહ્ન શાર્દૂલ છે અને તેના ઘોડાનો રંગ ગરુડપક્ષી જેવો છે. તે પોતાના પિતાના આદેશનું ઉલ્લંઘન કરીને ભૂખ્યો માણસ ભોજન માટે દોડે તેમ યુદ્ધ માટે દોડી આવ્યો છે.
विद्याधरेन्द्रा अपि भूचरेन्द्रा, अनेकशः सन्त्यपरेऽपि वीराः |
महीशित ! स्तेप्यवलोकनीयाः, संख्यातिगानां गणनात्र कापि |७७ ।। આ પ્રમાણે ભરત મહારાજાની સેનામાં અનેક વિદ્યાધર રાજાઓ અને અનેક ભૂપાલો છે. વળી એની સાથે બીજા પણ અનેક સુભટો છે. મહારાજા! આપ જુઓ...એમની સેના સંખ્યાતીત છે. એની ગણતરી થઈ શકે તેમ નથી.
बले त्वदीये स्फुटमापतन्तो, वारि प्रदेशे द्विरदा इवामी ।
सुतैर्निरुध्यन्त इतस्त्वदीयैः, पाशैरिवावार्यतरैर्बलेन । ७८ ।। એ સુભટો આપની સેના પર એવી રીતે આવશે, જેમ હાથી એને બાંધવાના સ્થળે આવે ત્યારે તેનું નિવારણ આપના પુત્ર એવી રીતે કરશે કે જેમ શક્તિપૂર્વકના પાશબંધનથી હાથીને મજબૂત બાંધી શકાય.
इति वदति सुमन्त्रे मन्त्रिणि स्वैरमुच्चैवृषभजिनतनूजी पूर्णपुण्योदयाढ्यौ । समरभुवि ततज्ये कार्मुके आददाते,
प्रमुदितविजयश्रीचित्ररेखानुकारे ||७९ ।। આ પ્રમાણે સુમંત્ર મંત્રીએ સ્પષ્ટરૂપે બધી વાત બતાવી. ભગવાન ઋષભદેવના બન્ને પુણ્યશાળી પુત્રો ભરત-બાહુબલિ ધનુષ્ય-બાણને તાણીને યુદ્ધભૂમિમાં સામસામે રહ્યા છે. તે જાણે ખુશ થયેલી વિજયેલી ચિત્રરૂપે આવીને ઊભી ના હોય !
- इति सैन्यद्वयसमागमवर्णनो नाम चतुर्दशः सर्गः આ પ્રમાણે બન્ને સૈન્યના સમાગમના વર્ણનપૂર્વકનો ચૌદમો સર્ગ સમાપ્ત.
૧. રિ-હાથીને બાંધવાની ભૂમિ (વારિતુ નવજ્યા-મ૦ કરિશેષ) ૨. તતળે-તતા-વિકૃતા, ખ્યા-ભાર્થી, ચોક્કે તfખ્ય |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૫