________________
ત્યાર પછી મસ્તક પર “ગીર્વાણશૃંગાર” નામનું શિરસ્ત્રાણ (મુકુટો ઘારણ કર્યું. તે જાણે ઉદયચલ પર્વત પર પૂર્ણિમાનું સંપૂર્ણ ચંદ્રબિંબ શોભે તેમ શોભતું હતું.
जया कलापोऽक्षयकङ्कपत्रस्ततो द्वितीयोऽपि पराजयश्च ।
इत्यस्य पार्श्वद्वितये निषङ्गौ३, भातःस्म पक्षाविव पक्षिराजा ।।१६।। ત્યાર પછી ભરત ચક્રવર્તીએ પોતાના બન્ને ખભા પર અક્ષય બાણોથી ભરેલા જય અને વિજય નામનાં બે ભાથાં (તૂણીર) ધારણ કર્યા. તે જાણે પક્ષીરાજ ગરૂડ બન્ને બાજુએ બે પાંખોથી શોભે તેમ શોભતાં હતાં.
त्रैलोक्यदण्डं कलयाञ्चकार, करे स कोदण्डमुदग्रतेजः |
अधिष्ठितं दानववैरिवृन्दैः, सचन्दनारण्यमिव द्विजिह्वैः ।।१७।। ત્યાર પછી ભરતે “મૈલોક્યદંડ” નામના પ્રચંડ તેજસ્વી ધનુષ્યને હાથમાં ગ્રહણ કર્યું. તે ધનુષ્ય જેમ ચંદનવન સર્ષોથી સેવાયેલું છે તેમ દેવોથી અધિષ્ઠિત છે.
स दैत्यदावानलनामधेयं, जग्राह खड्गं निहतारिवर्गम् ।
अष्टाङ्गुलानूनकरप्रमाणं, सहस्रदेवैर्विनिषेव्यमाणम् ।।१८।। તેમજ ભરત ચક્રવર્તીએ શત્રુઓના સમૂહને યમધામ પહોંચાડવામાં સમર્થ “દત્યદાવાનલ” નામના ખગ (તલવાર)ને ધારણ કર્યું. તે ખગરત્ન એક હાથ અને આઠ આંગળ પ્રમાણવાળું અને હજાર દેવોથી અધિષ્ઠિત હતું.
पुरोहितोदीरितमङ्गलाशीस्तुङ्गं नगोत्सङ्गमिव द्विपारिः ।
आरोहदुच्चैः करिणं रथाङ्गपाणिः कुरुक्ष्मापतिदत्तपाणिः ।।१९।। પુરોહિતે આશીર્વાદ આપ્યા પછી મહારાજા ભરત, જેમ સિંહ હાથીની પીઠ પર સવાર થઈ જાય તેમ કુરુદેશના રાજાના હાથનો સહારો લઈને ઊંચા હસ્તિરત્ન પર આરૂઢ થયા.
ततः सुषेणोऽपि पताकिनीशः, स्वयं शताङ्गं पवनञ्जयाख्यम् । . • સારા ને પુરતો મૂવ, વતારચેવ સમીરનો કા ||ર||
ત્યાર પછી સેનાપતિ સુષેણ “પવનંજય નામના રથ પર આરૂઢ થઈને પોતે પોતાના સ્વામી ભરત મહારાજા આગળ ચાલ્યા. જેમ મેઘની પહેલાં પવન ફૂંકાય છે તેમ સેનાપતિ આગળ ચાલે છે.
कुन्तं धरन् वनिमुखं च खड्गं, कालाननं नाम सुदुःसहाभम् ।
सेनाधिपोऽसौ चतुरङ्गसेनासमन्वितोऽभूत् पुरतो नृपस्य ।।२१।। ચતુરંગી સેનાથી પરિવરેલા સુષેણ સેનાપતિ “વનિમુખ” નામનો ભાલો અને અત્યંત તેજસ્વી “કાલાનન” નામના “ખગને લઈને ભરત મહારાજાની આગળ આવી ગયા. ૧. ના-બાણોનો ભાથો (શર વના - કમ રૂ ૪૪૬) ૨. પત્ર-તીર=બાણ (ત્રીવનાશિનીમુણપત્ર • મ0 રૂ ૪૪ર) રૂ. નિષ-ભાથો (ટૂળ નિવ7ળી - 10 રૂ૪િ૪૫) ૪. SIM - ચ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯૫