________________
केचिद् वपुःषु द्विगुणीभवत्सु, सन्नाहमास्पाक्षुरुदग्रशौर्यात् । पयोधरान्तर्हितसन्मरीचिग्रहा इवानीकनभःप्रमेया: ।।३।। કેટલાક સુભટોના શરીરમાં પ્રબળ શૌર્યરસ વધવાના કારણે શરીર ધૂળ થઈ જવાથી એમનાં કવચો ફાટફાટ થઈ જતાં હતાં. આ સમયે તેનારૂપી આકાશમાં વાદળોથી ઢંકાયેલા તેજસ્વી ગ્રહચારોની જેમ સુભટો શોભતા હતા.
हेषा'रवोन्नादितदिग्विभागान्, केचित्तुरङ्गान् समनीनहन् द्राक् |
गजांश्च केचित् समयूयुजंश्च, केचिच्छताङ्गास्तुरगैर्वृषेश्च ।।४।। કેટલાક સુભટોએ ઘોડાઓને ઉત્સાહથી એવી રીતે પ્રેરિત કર્યા કે તેના હેષારવના અવાજથી દિશાઓના અંતભાગ ભરાઈ જતા. તે પ્રમાણે કેટલાક સુભટોએ હાથીઓને, તો કેટલાક સુભટોએ રથોની સાથે ઘોડાઓને તો વળી કેટલાકે રથોની સાથે બળદોને જોડ્યા.
केचित् कृपाणान् बिभराम्बभूवुश्चापान समारोपयितुं च केचित् ।
केचित् गदामुद्गरशक्तिकुन्तान्, पुनः पुनश्चालयितुं प्रवृत्ताः ।।५।। કેટલાક સુભટોએ તલવારોને ધારણ કરી, તો કેટલાકે ધનુષ્યો પર બાણ ચઢાવ્યાં. વળી કેટલાક સુભટો ગદા, મુદ્ર, શક્તિ અને ભાલાઓને વારંવાર ચલાવવા લાગ્યા.
केचिद् द्विपक्षार्पितगृध्रपक्षाश्रयां श्रयन्तिस्म शकुन्तलक्ष्मीम् ।
संग्राहयामासुरिभैर्यदेके, करैश्च पक्षश्च कृपाणकुन्तान् ।।६।। કેટલાક સુભટોએ બન્ને ખભા પર ભાથાં (તૂણીર)ઓને ધારણ કર્યા. તે પક્ષીઓની જેમ શોભતા હતા. કેટલાક સુભટોએ હાથીઓની સૂંઢમાં બન્ને પડખે કૃપાણ (તલવાર) અને ભાલાઓનો સંગ્રહ કર્યો
હતો.
कृतान्तकल्पो बहलीश्वरोस्ति, यतो रणे तन्मुखमीक्षणीयम् । इत्यन्तराविर्भवदुग्रचिन्तादीनाभिरेके विधुरा वधूभिः ।।७।। બહલીદેશના સ્વામી બાહુબલિ યમરાજ સમાન છે. યુદ્ધભૂમિમાં તેમનું ભયંકર મુખ જોવાની કોઈની તાકાત નથી. આ પ્રમાણે અંતર્મનમાં ચિંતાથી દીન બની ગયેલી પત્નીઓ દ્વારા કેટલાક સુભટો વિધુર બની ગયા.
प्रवर्धमानाधिकधैर्यशौर्यरसोच्छलत्कुन्तलमजुलास्याः । रणं तृणीकृत्य पुरः प्रसस्नुः, स्वस्वामिनः केचन शूरसिंहाः ||८|| વીરોમાં સિંહ સમાન કેટલાક સુભટો યુદ્ધને તૃણની જેમ તુચ્છ માની પોતાના સ્વામી ભરતથી પણ આગળ ચાલતા હતા. તેમના વધતા જતા ઉત્સાહ, શૌર્ય અને શૈર્યથી તેમના માથાના કેશ ઊંચા થઈ જવાથી તેમનાં મુખ સુંદર લાગતાં હતાં.
૧. રેષા-હણહણાત (ા
તુર
- ૦ ૬ ૪૧) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૩