________________
कलिन्दकन्या पयसेव सिक्तं, कस्तूरिकावारिभरेण किं वा ।
किं वाजनाम्भोभिरसेचि भूमीतलं तदानी तमसैवमासीत् ।।१६।। રાત્રિના સમયે ધરતી અંધકારમય બની ગઈ હતી તે જાણે યમુનાના પાણીથી, કસ્તૂરીના પાણીથી કે કાજલના પાણીથી ધરતીનું સિંચન કર્યું ના હોય !
अनेकवर्णाट्यमपि प्रकाममासीदिदानी जगदेकवर्णम् । तमाक्षितीशे प्रभुतां प्रपन्ने, प्रभुत्वमेतादृशमेव विश्वे ।।१७।। આ જગત અનેક વર્ણવાળું હોવા છતાં રાત્રિમાં એક વર્ણવાળું બની ગયું. વિશ્વમાં જ્યારે અંધકારરૂપી રાજાનું સામ્રાજ્ય ચાલતું હોય ત્યારે તેનો પ્રભાવ હોય તે બરાબર છે. જેવો રાજા તેવી પ્રવૃત્તિ હોય છે.
त्वं पश्चिमाशामधुना गतोऽसि, त्रयीतनो ! दैववशेन हन्त ।
त्वमभ्युदेता च रवैर्द्विजानामाशा इतीवाशिषमर्पयन्त्यः ||१८ ।। દિશાઓ ડૂબતા સૂર્યને પક્ષીઓના કલકલારવ રૂપી જાણે આશીર્વાદ આપતી ના હોય કે “હે સૂર્ય, હમણાં તો તું ભાગ્યશાતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો ગયો છું તેનો મને પણ ખેદ છે, પરંતુ થોડા સમય પછી જરૂર તારો ઉદય થશે.
आरामलक्ष्म्येव विनिर्मिताभिरस्नेहदीपावलिभिर्निशान्तम् | प्रादुर्भवद्ध्वान्तभरापनुन्न्य, पदे पदेप्यौषधिभिर्दिदीपे ।।१९।। મધ્ય રાત્રિના અંધકારને દૂર કરવા માટે વનલક્ષ્મી ભિન્ન ભિન્ન પ્રકારની પોતાની ઔષધિઓ રૂપી તેલ વિનાના દિપકને જાણે સ્થાને સ્થાને મૂકીને ઉપવનને પ્રકાશિત કરતી ના હોય !
प्रकल्पिताकल्पविधिः क्षितीशः, सहावरोधेन ततो जगाम |
रत्नप्रदीपद्युतिदृश्यमानमार्गः पटागारवरं प्रदोषे ।।२०।। રાત્રિને યોગ્ય વેષનું પરિધાન કરીને મહારાજા ભરત અંત:પુરની સાથે સંધ્યા સમયે રત્નના દિપકોની કાંતિથી પ્રકાશિત થયેલા માર્ગ પટ-કુટિરમાં પધાર્યા.
शुद्धान्तवेषस्य बभूव शोभा, या वासरे सा समये रजन्याः । ऊहेऽधिकत्वं स्मरसाहचर्यात्, मणिप्रदीपाभ्यधिकप्रकाशात् ।।२१।। અંત:પુરની સુંદરીઓનાં વસ્ત્રોની શોભા દિવસ કરતાં રાત્રિમાં અધિક સુંદર લાગતી, કારણ કે રાત્રિના સમયે એક તો રત્નના દીપકોથી ઝળહળતું તેજ, બીજું કામદેવનું સામ્રાજ્ય, એટલે રાત્રિમાં રાણીઓનું સૌંદર્ય ખીલી ઊઠતું.
૧. શનિન્દ્રવજ્યા-યમુના (વાતિની સૂર્યના યમી-પ૦ ૪.૧૪૨) I ૨. આશા-દિશા (કાષ્ઠા વિ રિન્ - ૦૨ ૮૦) રૂ. ત્રથીતનુ-સૂર્ય (ત્રયીનુર્ણાહુ-૦િ ૨૧ર) | ૪. લવ-ભાગ્ય (લવે મારે મારા ગામ૦ ૬૧૫) I ૫. કિન-પક્ષી (
નિવિષ્યિર...-ગમ) કારૂ૮૨) I ૬. નિશાન-નpષ્ય |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧૨