________________
अयं कुरुणामधिपः पुरस्ते, रणे रिपूणां हि ददर्श पृष्ठम् । मुखं न यः पुष्करपुष्पवल्लीवदुन्नतोऽहीनभुजद्वयश्च ।।५१।।
આપની સામે રહેલા આ કુરુદેશના રાજાની બન્ને ભુજાઓ પુષ્કર સરોવરનાં પુષ્પોની વેલડી સમાન કોમળ અને ઉન્નત છે. છતાં રણક્ષેત્રમાં તેમણે શત્રુરાજાઓનાં મુખને જોયાં નથી, પરંતુ શત્રુઓની પીઠ જ જોઈ છે, અર્થાત્ તેના ભુજાબળ સામે ટકી રહેવાનું કોઈનું પણ સામર્થ્ય નથી.
उदग्रबाहुर्द्विषदिन्दुराहुः, स्थितः पुरस्तेऽधिपतिर्मरूणाम् ।
स्वप्नेपि संग्रामरसातिरेकाद्, धनुर्धनुष्यहिरतीति यश्च ।।५२।। “પ્રચંડ પ્રતાપી એવા પ્રદેશના રાજા શત્રુરૂપી ચંદ્ર માટે રાહુસમાન છે. તેને યુદ્ધ કરવાની એટલી બધી ઉત્કંઠા છે કે તે સ્વપ્નમાં પણ “ધનુષ્ય ધનુષ્ય' એ રીતનો બડબડાટ કરે છે.
सौराष्ट्रराष्ट्रस्य पतिः पुरोऽयं, सेवाकरो यस्य करोवमेने | भूपालपंक्त्या न हृदीश्वरस्य, वध्वेव रागातिशयं वहन्त्या ||५३।।
આ સૌરાષ્ટ્ર દેશના રાજા આપની સામે ખડા છે. બીજા રાજાઓએ એમની સેવાપરાયણ હાથની ક્યારે પણ અવગણના કરી નથી, જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રેમાળ પતિની અવગણના કરે નહીં તેમ.
कोटिः सपादा तव नन्दनानां, पुरः स्थितेयं भरताधिराज !। बुभुक्षिते वा हितभोजनाय, प्रधावति स्वैरमतो रणाग्रम् ।।५४।। હે ભરતાધિપતિ!આપના સવા કરોડ પુત્રો આપની સેવામાં ખડે પગે ઊભા છે. તે જેમ ભૂખી વ્યક્તિ હિતકારી ભોજન માટે દોડે તેમ સ્વેચ્છાપૂર્વક યુદ્ધ માટે દોડી રહ્યા છે.
अयं पुरः सूर्ययशाः सुतस्ते, गौरिप्रियस्येव गुहो बलाढ्यः ।
यदीयतापात् किल तारकाद्या, नेशुः प्रवृद्धात् समरोदयाद्रेः ।।५५।। - “આપના આ સૂર્યયશા પુત્ર મહાદેવના પુત્ર કાર્તિક સ્વામીની જેમ શક્તિસંપન્ન છે.તેના દિનપ્રતિદિન વધતા તેજરૂપી તાપથી તારક આદિ શત્રુઓ સંગ્રામરૂપી ઉદયાચલથી ભાગી જાય છે.
शार्दूलमुख्या इतरेऽपि पुत्राः, पवित्रगोत्रास्तव सन्ति राजन् ! ।
यदीयबाणासनमुक्तबाणास्तीक्ष्णांशुतप्तं शमयन्ति विश्वम् ।।५६ ।। ' “રાજન !આપના પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા શાર્દૂલ આદિ અનેક પુત્રો એટલા પરાક્રમી છે કે તેના ધનુષ્યની દોરીમાંથી છૂટેલાં બાણ સૂર્યના તાપથી તપી ગયેલા સમસ્ત વિશ્વને શાંતિ આપે છે.
विद्याधरेन्द्रास्त्वनवद्यविद्या, रणाय वैतादयगिरेः समेताः । .
सेवाकृते ते बहुशो विमानैः, सुरा इवेन्द्रस्य ततोत्सवस्य ||५७।। ૧. શોત્ર-વંશ (ત્રનું સત્તાનો નૈવાયોડમિનન - કમ રૂ ૧૬૦) ૨. વાળાનં-ધનુષની દોરી (શિન્ઝા વાળાને કુણા - મ0 રૂ૪િ૪૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૭૫