________________
“રાજન ! આપની સેવા માટે પવિત્ર વિદ્યાઓના જ્ઞાતા વિદ્યાધર, રાજાઓ પોતાનાં અનેક વિમાનો લઈને યુદ્ધ માટે આવી ગયા છે. તે જાણે મહોત્સવને માણવા માટે ઇન્દ્ર પાસે દેવો આવી જાય. તે રીતે ઉત્સાહપૂર્વક આવી ગયા છે.
उदीच्यवर्षार्धमहीभृतोऽपि, त्वामन्वयुस्ते समरोत्सवाय ।
सेवां यदीयां रचयन्ति नित्यं, संयोज्य पाणीस्त्रिदशा अपीह ||५८ ।। “આ યુદ્ધના મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્તરાપથના રાજાઓ પણ આપની પાછળ પાછળ આવી રહ્યા છે અને દેવો પણ હાથ જોડીને આપની સેવા માટે તત્પર છે.
षट्खण्डदेशान्तनिवासिनोऽमी', एयुः किराताः कृतपत्रिपाताः |
भवन्तमुत्खातविपक्षवृक्षा, मदोत्कटं नागमिव द्विरेफाः ||५९।। “છ ખંડની સીમાના અંતભાગે રહેલા ભીલરાજાઓ આપનાં ચરણોમાં પોતાનાં બાણોને ન્યોછાવર કરી આપની સેવામાં ઉપસ્થિત થયા છે. જેમ ભ્રમરો મદોન્મત્ત હાથીઓને વિચલિત કરી ભગાડી મૂકે તેમ આ ભીલ્લરાજાઓ પણ શત્રુઓરૂપી વૃક્ષોને ઉખેડી નાખવા માટે સમર્થ છે.
सहस्रशस्त्वां परिचर्ययन्ति, स्वाहाभुजार स्वीकृतशासनाश्च । । तथापि ते तक्षशिलाक्षितीशजये विमर्शः किमकाण्डरूपः ||६०।।
મહારાજા ! હજારો દેવો પણ આપના અનુશાસનને માન્ય કરી પરિચર્યા કરી રહ્યા છે, છતાં પણ આપના મનમાં બાહુબલિના વિજયની શંકા કેમ રહે છે? શું એ આપની શંકા કસમયની નથી?
प्रभो ! त्वदीयां समरस्यनीति, विद्मो वयं माणवकान्निधानात् । ,
मणेः परीक्षामिव रत्नकारास्तत्राविदः सन्ति भटाश्च तस्य ।।६१।। “સ્વામિન્ ! જેમ ઝવેરીને મણિની પરીક્ષા હોય છે, તેમ અમે આપની રણનીતિને આપના માણવક નિધાનમાંથી સારી રીતે જાણી લીધી છે. જ્યારે બાહુબલિના સુભટોને તે બધી વસ્તુની જાણ નથી.
निःसंशयेऽर्थे किमु संशयालु, क्रियेत चेतः क्षितिचक्रशक्र ! |
विश्वैकनेत्रस्य विकर्तनस्य, का कौशिक स्येह गणेयताऽपि ।।६२ ।। “હે ચક્રવર્તી !જેમાં સંશયનું કોઈ સ્થાન નથી તેવા વિષયમાં આપનું મન કેમ શંકાશીલ બને છે ? સમસ્ત વિશ્વના ચક્ષુ સમાન સૂર્ય આગળ શું ઘુવડની કંઈ ગણતરી હોઈ શકે ખરી ?”
इति प्रगल्भां गिरमस्य राजाप्याकर्ण्य सैन्यप्रभवे शशंस |
किं वर्ण्यते स्वीयबलं पुरो मे, नाहं परोक्षः खलु तस्य किञ्चित् ।।३।। १. अमी एयुः-इत्यत्र ठअसंधिरदसोमुमी' · अनेन सूत्रेणासंधिः । ૨. સ્થા/મુ-દેવ (ા આસ્થાનુસુયામુ: • રર). રૂ. વિવર્તન-સૂર્ય (અશ્વિનીકુનર્વિન -જ્ઞામિરા૧૧) ૪. શિવ-ધૂવડ (નૂિર -ગામ ૪ રૂિ૫૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય
૧૭૬