________________
બન્ને રાજાઓએ પ્રહરી દ્વારા સુભટોને સમાચાર કહેવડાવ્યા કે આવતી કાલે સવારે યુદ્ધનો પ્રારંભ થશે. જેમ તીક્ષ્ણ અંકુશ વડે હાથી સવારી માટે તૈયાર થઈ જાય તેમ સેનાપતિની આજ્ઞાથી સૈનિકો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા.
गिरं भटा वेत्रभृतां निपीय ते, मुदं परां प्रापुरिति स्वचेतसि ।
उपस्थितो नः समरोत्सवश्चिराद्, रथाङ्गनाम्नामिव भास्करोदयः ||४|| પ્રહરીઓની વાણી સાંભળીને સૈનિકોના મનમાં ખૂબ જ આનંદ થયો. લાંબા કાળથી જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે યુદ્ધનો મહોત્સવ, જેમ સૂર્યનો ઉદય ચક્રવાકને આનંદપ્રદ લાગે તેમ અમારા માટે આનંદદાયી ઉપસ્થિત થયો છે.
प्रसह्य केचित् कुलदेवतामगुर, प्रसूनगोशीर्षफलाकृता'ञ्चिताः |
सुता इवाम्बां समिते प्रयोजने, स्मरन्ति चार्चन्ति हि नाकवासिनः ।।५।। કેટલાક સુભટો પુષ્પ, ચંદન અને ફળ વગેરે પૂજાની સામગ્રી લઈને પોતાના કુળદેવતાની પૂજા કરવા માટે ગયા. જેમ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પુત્રો પોતાની માતાનું સ્મરણ પ્રણામ વગેરે કરે તેમ કાર્યવશ વ્યક્તિ દેવોનું સ્મરણ અને અર્ચન કરે છે.
पुरः सुरं केऽपि जयं ययाचिरे, व्यधुश्च केप्यायधअर्चनं भटाः । निजान्वयोपेतमधुर्जपञ्च के, हयस्य नीराजनरमादधुश्च के ।।६।। કેટલાક સુભટોએ દેવોની પાસે વિજયની પ્રાર્થના કરી તો કેટલાકે પોતાનાં શસ્ત્રોની પૂજા કરી. વળી કેટલાક પોતપોતાના વંશની પરંપરા મુજબ જપ કરવા લાગ્યા તો કેટલાક સુભટો પોતાના અશ્વની યુદ્ધ પૂર્વેની પૂજા કરે છે તેમ પૂજા કરી.
युगादिदेवं हृदि केपि संदधुर्जयावहान् केपि सुरांश्च सस्मरुः ।
हुतिं च केपि ज्वलने व्यधुस्तरां, शकुन्तवाचं जगृहुश्च केचन ।।७।। કેટલાક સુભટોએ ભગવાન શ્રી ઋષભદેવનું હૃદયમાં ધ્યાન કર્યું, તો કેટલાકે વિજય આપનારા દેવોનું સ્મરણ કર્યું, તો કેટલાકે અગ્નિમાં આહુતિ આપી, તો કેટલાંકે શુભ શુકન માટે પક્ષીઓની વાણીને ગ્રહણ કરી.
ततः परं तक्षशिलाक्षितीश्वरो, रणं विनिश्चित्य निशामुखे नृपान् ।
अजूहवद् वेत्रिगिरा च नन्दनान्नितान्तवासी विनयो गुणानिव ||८|| ત્યાર બાદ તક્ષશિલાના સ્વામી બાહુબલિએ યુદ્ધનો નિશ્ચય કરીને સાંજના સમયે પ્રતિહારી દ્વારા રાજાઓ અને પોતાના પુત્રોને મંત્રણા કરવા માટે બોલાવ્યા. જેમ વિનયગુણ બધા ગુણોને આકર્ષિત કરે છે તેમ બધાને પોતાની પાસે બોલાવ્યા.
उवाच तेभ्यस्त्विति धैर्यमेदुरं, वचोऽनुजः श्रीभरतस्य भूपतेः ।
विलोक्य षट्खण्डपतेर्बलं महन्नृपा ! भवद्भिर्न हि कम्प्यमाहवे ।।९।। ૧. 9:- ૨. ગ -વંશ ( યો બનને વંશ - ગામે રૂ.૧૬૭) રૂ. નીરાન-યુદ્ધપૂર્વક પૂજન !
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૦