________________
મહારાજા ભરતના લઘુ બંધુ બાહુબલિએ અતિ ધીર અને પ્રેમાળ વાણીથી રાજાઓ અને પુત્રોને સંબોધીને કહ્યું, “રાજાઓ, તમે લોકો ચક્રવર્તીની વિશાળ સેનાને જોઈને રણસંગ્રામમાં ભયભીત ના બનશો.
महारणोवीधर एष दुर्गमश्चरिष्णुकण्ठीरवनादभीषणः । समुच्छलच्चक्रदवानलज्वलत्प्रभाप्रतप्ताखिलवीरभूरुहः ।।१०।।
આ ભરત મહાન યુદ્ધરૂપી પર્વત સમાન છે. તે દુર્ગમ અને ચારે તરફ ગર્જી રહેતા સિંહનાદની જેમ ભયંકર છે. તેના ચક્રની પ્રદીપ્ત જ્વાલાઓથી સમસ્ત વીર સુભટોરૂપી વૃક્ષોને સંતપ્ત કરી નાખ્યા છે.
अयं समादाय बलं त्वमूदृशं, समागतो योधयितुं प्रसह्य माम् । ततो न हेया सहचारिधीरता, जयः कलौ धैर्यवतां हि सम्भवेत् ।।११।।
આ ભરત મારી સાથે યુદ્ધ કરવા માટે એવા પ્રકારની સેના લઈને આવ્યો છે તે જોઈને આપણે આપણી સદાકાળની સહચરી ધીરતાને ગુમાવવી નહીં, કેમ કે યુદ્ધમાં ધૈર્યવાન પુરુષો જ વિજય પ્રાપ્ત કરી શકે છે.
भटास्तदीयाः कलिकर्मकर्मठा, भवद्भिरालोकि रणो न कृत्रचित् । रणप्रवृत्तिर्हदयङ्गमा यतो, भवेद् दविष्ठव' न चात्मवर्तिनी ।।१२।।।
ભરતના સુભટો યુદ્ધ કરવામાં કુશળ છે. જ્યારે આપણે તો કયારેય પણ યુદ્ધ જોયું નથી, કેમ કે યુદ્ધ કરવાની પ્રવૃત્તિ પોતાની સ્વભાવગત પ્રકૃતિ છે. જ્યારે આપણે તો બીજાની સાથે લડવું એ આપણા સ્વભાવમાં નથી. એનાથી તો આપણે દૂર જ રહેવા ઇચ્છીએ છીએ.
सुलोचनानां मुखमेव मोहने, न सङ्गरे वीरमुखं व्यलोक्यत । भटा ! भवन्तः कुचकुम्भमर्दिनः, करीन्द्रकुम्भस्थलपातिनो न वा ।।१३।। “સુભટો ! આપણે રતિક્રીડામાં સ્ત્રીઓનાં મુખ જોયાં, પરંતુ યુદ્ધમાં ક્યારે પણ શૂરવીરનાં મુખ જોયાં નથી. આપણે સ્ત્રીઓના સ્તનરૂપી કળશોનું મર્દન કરવાવાળા છીએ, પરંતુ હાથીઓના કુંભસ્થલોનું મર્દન ક્યારેય કર્યું નથી.
सुता मदीया अपि च स्तनन्धया, विदन्ति नो सङ्गरभूमिचारिताम् ।
अमीभिराप्यो विजयः कथं कलौ, खपुष्पवत् प्रौढिमता हि सिद्धयः ।।१४।। “મારા પુત્રો પણ હજુ નાના છે. એમણે યુદ્ધના નીતિનિયમોને જાણ્યા નથી, તેથી યુદ્ધમાં આકાશપુષ્પની જેમ વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકશે ? ખરેખર સફળતા તો તેને જ મળે કે જે ઉદ્યમશીલ હોય છે.
ततोहमेकोऽपि बलोत्कटं त्वमुं, प्रश्यन् श्रयेयं विजयं रणाङ्गणे ।
प्रदीप एकोऽपि तमो न हन्ति किं, घनाञ्जनाभं वसतेः समन्ततः ? ||१५ ।। १. दविष्ठा-दूरस्थिता-अपरसंबद्धेति ताप्तर्यम् | ૨. રિના-ઉદ્યમશીલ (વિરુદ રિયતિવા-મ0 રાવ8)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૧