Book Title: Bharat Bahubali Mahakavyam
Author(s): Sulochanashreeji
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
________________
પ્રભાતનો પવન સમસ્ત ભૂતલ પર પ્રસરી ગયો!તે પવન ગંગા નદીનાં કમળોની પીળી પરાગથી હાથીઓના કુંભસ્થલ સમાન સ્ત્રીઓના સ્તનના સંઘટ્ટાથી ધીરે ધીરે વહેવા લાગ્યો.
अथावनीशक्रमिति स्तुतिव्रता, व्यबूबुधन् सस्तुतिभिर्वचोभरैः ।
उपस्थिता द्वारि वुवूर्षया' तवाधुना जयश्रीजगदीशनन्दन ! ४८ ।। મંગલ પાઠકોએ બિરદાવલિ બોલીને મહારાજા બાહુબલિની પ્રશસ્તિ કરી : “હે જગદીશનંદન! આપનું વરણ કરવાની ઇચ્છાવાળી વિજયશ્રી વરમાળા લઈને હમણાં દ્વાર પર ઊભી રહી છે.
त्वयैव सावज्ञतया न हीयते, महीन्द्र ! शय्या सहजेव धीरता । • अमी च संनह्य भटाः सुतास्तवाजये चिकीर्षन्ति मनस्त्वदाज्ञया ।।४९।।
“રાજન ! યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા શસ્ત્રસજ્જ સુભટો અને આપના પરાક્રમી પુત્રોને યુદ્ધ માટે અવજ્ઞા કરી તેમનો ત્યાગ કરશો નહીં, કેમ કે જેમ શયા સહજ છે તેમ રાજાઓમાં ધીરતા સહજ હોવી જોઈએ.
अयं नभोध्या भविताद्य संकुलः, सकौतुकाकूतनभश्चरागसैः | वितर्का ताराभिरितीव दृश्यताऽनुपाश्रिता ह्यर्तिकरः परागमः ।।५०।। “કુતૂહલથી પ્રેરાઈને આવતા વિદ્યાધરોથી આજે આકાશમાર્ગ સંકીર્ણ થઈ જશે એમ વિચારીને તારાઓ પણ વિલીન થઈ ગયા, કેમ કે પોતાના સ્થાનમાં બીજાઓનું આગમન પીડાકારક થાય છે.
हरिन्नवोढेव च शातमन्यवी२, नितान्तमाम्यत तिग्मतेजसा ।
अपश्चिमोवीधरवाससद्मनि, प्रक्लृप्तकश्मीररूहाङ्गिरागिणी | ५१।। “પૂર્વીચલરૂપ શયનકક્ષમાં (વાસગૃહમાં) રહેલી અને (અરુણોદય થવાથી) આખા શરીરે કુંકુમનો અંગરાગ (લેપ) કર્યો છે જેણે એવી પૂર્વદિશાને નવોઢા સ્ત્રીની જેમ સૂર્યે આવીને ગાઢ આલિંગન કર્યું.
तमाल तालीवनराजिविभ्रम, तमो निलिल्येऽस्तमहीधरोदरम् ।
उदित्वरे भास्वति संभवेत्तरां, कियच्चिरं क्षोणिप ! कश्मला स्थितिः ? ||५२ ।। “તમાલવૃક્ષોની વનરાજિ જેવો ગાઢ અંધકાર અસ્તાચલના ઉદરમાં ક્યાંયે સમાઈ ગયો. તે રાજન ! પ્રચંડ પ્રતાપી સૂર્યનો ઉદય થાય પછી મલિન (અંધકાર) સ્થિતિ ક્યાં સુધી ટકી શકે ?
विभो ! तवालोकरवं ददत्यमूर्दिशः प्रभातोत्थविहङ्गमारवैः ।।
इयं रणक्षोणिरपीहतेतरां, भवन्तमेकान्तसतीव वल्लभम् ।।५३।। : “હે રાજન ! પ્રભાતના સમયે જાગેલાં પક્ષીઓના કલરવ અવાજ વડે દિશાઓ આપના માટે પ્રકાશનાં ગીત ગાઈ રહી છે અને જેમ પતિવ્રતા પત્ની પોતાના પ્રાણપ્રિય પતિને ચાહે તેમ રણભૂમિ આપને ચાહી રહી છે. ૧. વૂ-રસુમિકા ! ૨. શનિન્યવી-હેન્દ્રી-પૂર્વદિશા (Belonging or relating to Indra Apte.) . વીર-કુંકુમ (ગીરખન પુરૂમ રૂારૂ૦૮) ૪. તમાન-તમાલવૃક્ષ (તાપઋતુ સમાનઃ ચા-મ૦ ૪.ર૧૨)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૭.
Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288