________________
श्रितस्त्वमेवाभ्यधिकोदयत्वाद्, गीर्वाणवृन्दैरभिवन्धसत्त्वः । विश्राणनैरिभ्य इवाऽतदीयैः, संपादितात्युन्नतिसन्निधानैः ||३९ ।। “આપ અત્યંત ભાગ્યશાળી અને પ્રશંસનીય પરાક્રમી હોવાથી દેવો પણ આપને આશ્રયીને રહ્યા છે. જેમ દાનથી આમજનતા યશવર્તી રહે તેમ એ દેવો પણ આપના કોઈ સગાસંબંધી નહીં હોવા છતાં આપની ઉન્નતિ માટે સદાકાળ સાંનિધ્ય કરી રહ્યા છે.
त्वमेव चक्री विजयी दिगन्तजेता सुरैः सेवित एव च त्वम् ।
किं तर्हि सामन्तजयाय तर्कः, करी प्रभुः किं व्रततीहते न ? ||४|| “રાજન ! આપ ચક્રવર્તી છો ! આપ પખંડ વિજેતા છો, આપ દિગ્વિજયી છો ! અને આપ તો, દેવોના પણ ઉપાસ્ય છ ! આપની આટલી બધી ઊંચી પદવી છતાં એક સામંતને જીતવામાં આવી બધી કલ્પના શા માટે, શું હાથી એક લતાને ઉખેડવામાં સમર્થ નથી !
त्वामात्मतुल्यं गणयत्यजत्रे, शक्रोऽपि भूशक्रशिरोवतंस ! । चिन्तामणि कोपि जहाति हस्तात्, कः पौरुषाद् रोषयते कृतान्तम् ? ||१||
રાજાઓના મુકુટ સમાન એવા હે રાજા ! ઇન્દ્ર પણ આપને હંમેશાં આત્મીયજન માને છે. હાથમાં આવેલા ચિંતામણિ રત્નને કોઈ ફેંકી દે ખરો ? પોતાના પુરુષાર્થથી કોઈ યમરાજને કોપિત કરે ખરો ? “
दिगन्तगन्ता जगति त्वमेव, विभाव्यते नान्यतरश्च कश्चित् ।
तेजस्विनां धूर्यतया प्रतीतो, ह्येकः सहस्रद्युतिरेव देव ! ।।२।। “આ જગતમાં એક આપ જ દિશાઓના અંત સુધી પહોંચેલા છો !આપના સિવાય બીજા કોઈનું એ ગજું નથી. માટે હે દેવ ! તેજસ્વીઓમાં અગ્રણી સમાન એવા આપ એક જ સૂર્ય સમાન છો.
आयोधने द्वित्रिभटव्ययेऽपि, भङ्गोस्य सामन्तनृपस्य भावी । . રેલીમાને વિન સીથાનિ, સ્વર્ય પાણીવિનુeોતિ ફેમ કિરૂTI
આપણા યુદ્ધમાં બે-ત્રણ જ સુભટોના બલિદાનથી સામંત બાહુબલિનો વિનાશ થશે. દેદીપ્યમાન દીપકની જવાળામાં પતંગિયાંઓ આપોઆપ પોતાના શરીરને શું હોમી નથી દેતાં ?
कीर्तेरकीत्तेश्च महाभुजानां, रणक्षणे सङ्गतिमेति राजा ।
कलिन्दकन्या ह्यपि जन्हुकन्या, व्यक्तिर्हि नीरेण भवेत्प्रयागे ||४|| - “યુદ્ધક્ષેત્રમાં જ મહાપરાક્રમી યોદ્ધાઓની કીર્તિ, અપકીર્તિને રાજા જાણી શકે છે. ખરેખર, પ્રયાગતીર્થમાં જ ગંગા અને યમુનાના પાણીની અભિવ્યક્તિ થઈ શકે છે, કારણ કે ગંગાનું જળ શ્વેત અને યમુનાનું જળ શ્યામ હોય છે. ૧. સીપઘાજિ-દીપકમાં ૨. યતિન્યાયમુના (ઝ૦ ૪/૧૪૨) ૩. બહુવકન્યા-ગંગા (ભ૦ ૪૧૭)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ૦ ૧૭૩