________________
હમણાં તો કોશલદેશના સ્વામી ભરત વિશાળ સૈન્ય સાથે આપની પાસે એવી રીતે આવ્યા છે કે સર્પોનો શત્રુ ગરૂડ શેષનાગની પાસે આવે અને સમુદ્રનું પાન કરવા માટે અગત્ય ઋષિ સમુદ્ર પાર્સ આવે. •
अयं भवत्कुले ज्येष्ठश्चक्रययं च भवत्कुले । त्वमेनं नम तद् गत्या, न त्रपा तव काचन ||६१।। આપણા કુળમાં ભરત આપના જ્યેષ્ઠ બંધ છે અને ચક્રવર્તી પણ છે, તો આપ તેમની પાસે જઈને પ્રણામ કરો એ આપના માટે શોભાસ્પદ છે (અર્થાત્ એમાં કોઈ લજ્જાનું કારણ નથી.)
एतस्मै न नताः के कैर्नास्याज्ञा शिरसा धृता । વૈરાતોચ નો , પતિનો નયનોડત્ર દિ દિરા ભરત આગળ કયા રાજાઓ નથી નમ્યા ? કોણે તેમની આજ્ઞાને શિરોધાર્ય નથી કરી ? અને એમનો ભય કોને સતાવતો નથી ? અર્થાત્ આ સંસારમાં બળવાન પુરુષો જ વિજયશીલ બને છે.
बलं यदीयमालोक्य, सुरा अपि चकम्पिरे । मर्त्यकीटास्ततः केऽमी, पुरस्तादस्य भूभुजः ? ||६३।।
ભરતનું પરાક્રમ જોઈને દેવો પણ કંપી ઊઠે છે. તો આવા પ્રબળ પ્રતાપી વ્યક્તિની આગળ મનુષ્યરૂપી કીડા સમાન બીજા રાજાઓનું શું ગજું?
षट्खण्डी किंकरीभूय, सेवतेऽस्य पदाम्बुजम् । रजनीव सुधाभानु ममन्दानन्दकन्दलम् ।।६४।। જેમ રાત્રિ અત્યંત આલાદદાયક ચંદ્રની સેવા કરે છે તેમ છ ખંડ પૃથ્વી સેવક બનીને ભરત રાજાના ચરણકમળની સેવા કરે છે.
त्वां विना कोपि विश्वेऽत्र, न्यक्करोत्यस्य शासनम् ।
राहोरेव पराभतिर्विद्यते हि त्रयीतनो:२ ||६५।। ' હે રાજન! આપના સિવાય આ જગતમાં ચક્રવર્તી ભરતના શાસનનો કોણ તિરસ્કાર કરી શકે ? ખરેખર સૂર્યનો પરાભવ રાહુ સિવાય બીજો કોઈ કરી શકતો નથી.
द्वात्रिंशन्मेदिनीपालसहस्राण्यस्य किङ्कराः |
अनृणीकर्तुमात्मानमीहन्तेप्यसुभी रणे ।।६६ ।। બત્રીસ હજાર રાજાઓ ભરતના સેવક બનીને રહ્યા છે. તેઓ રણસંગ્રામમાં પોતાના પ્રાણીની આહુતિ આપીને ભરતના ઋણમાંથી મુક્ત બનવા ઇચ્છે છે.
एनं सहस्रशो देवा, बद्धाञ्जलिपुटाः सदा ।
સેવન્ત સર્વ મોરારીમા યોનિઃ II૬૭TI ૧. સુદામાનુ-ચન્દ્ર ૨. ગીતનુ-સૂર્ય (ચીતનુ શુક-ર૦ રા૧૨)
થી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૯