________________
છત્ર, ચામર, હાર, કુંડલ અને મુકુટથી અલંકૃત બાહુબલિ તેજ અને પ્રતાપથી જાણે ભૂમિ પર સાક્ષાત્ ઇન્દ્ર મહારાજા ઊતરી આવ્યા ના હોય તેમ શોભતા હતા.
યુદ્ધયાત્રાના દિવસે જિનેશ્વર ભગવંતની પૂજા, અર્ચના કરીને ભરત મહારાજાની જેમ બાહુબલિ સાક્ષાત્ કલ્યાણની મૂર્તિ હોય તેમ સફેદ હસ્તિરત્ન પર આરૂઢ થયા.
स्त्रीणामालोकनोत्कण्ठाकूतव्यालोलचक्षुषाम् ।
शतचन्द्रान् गवाक्षान् स, ततान वदनैर्दिने ।।१८।। ગવાક્ષોમાં ઊભેલી જોવામાં ઉત્સુક, કુતૂહલપ્રિય પલક નેત્રવાળી, પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખવાળી હજાર સ્ત્રીઓનાં મુખ વડે બાહુબલિ દિવસે પણ સેંકડો ચંદ્રરૂપે બન્યા.
निर्ययौ नगरातूर्ण, कन्दरादिव केशरी । .
एकोप्यजेय एवाश्यं, सुरैरिति वितर्कितः ।।१९।। જેમ કેશરી સિહ ગુફામાંથી બહાર નીકળે તેમ બાહુબલિ નગરમાંથી ત્વરાથી. બહાર નીકળ્યા ત્યારે દેવોએ કલ્પના કરી કે આ એકલા જ અજેય યોદ્ધા છે.
त्वं जेता विश्वविश्वस्य, न त्वां जेष्यति कोऽपि च । इत्यस्य शुभशंसीनि, शकुनान्यभवंस्ततः ||१००।। “તમે જે સમસ્ત વિશ્વના વિજેતા છો, તમને કોઈપણ જીતી શકશે નહીં.” આ પ્રમાણે બાહુબલિને શુભ શબ્દાવલિથી શુભ શુકનો થયાં.
सैन्याश्वखुरतालोद्यत्स्थानेऽभूदन्तरा रजः | तेजो सह्यं मयाप्यस्य, रविरित्यवहन् मुदम् ।।१०१।। સેનાના ઘોડાઓની ખરીથી ઊખડેલી રજ આકાશના મધ્ય ભાગમાં છવાઈ ગઈ. “આ બાહુબલિનું તેજ શું હું સહન કરી શકીશ ? એમ વિચારીને સૂર્ય પણ ખુશીનો અનુભવ કર્યો.
विद्याभृन्नरभिल्लेन्द्रसैन्यसंभारभारतिः ।
खिन्नशेषाहिरित्यन्तर्दध्यौ शक्तोऽहमत्र न ||१०२।। વિદ્યાધર રાજાઓ, ભૂમિ પરના રાજાઓ અને ભિલ્લરાજાઓની સેનાના અતિભારથી ખિન્ન થઈ ગયેલો શેષનાગ પણ વિચારવા લાગ્યો કે આ ભારને સહન કરવાનું મારું સામર્થ્ય નથી.
अलंभूष्णुभुजस्थाम !, बान्धवोऽभ्येति तेऽधुना । Suડાઉvહત !ાર, મા પ્રતીક્ષા તાણમ્ II૧૦રૂIL.
ભુજાબળથી અલંકૃત, છ ખંડના અધિપતિ હે મહારાજા ! આપના બંધુ આપની સામે આવી રહ્યા છે. હવે આપ એ ક્ષણની વધુ પ્રતીક્ષા ન કરો.
मम पृष्ठे स आयातस्तीक्ष्णांशोरिव वासर | समीरस्येव पाथोदा, प्रयाणैरविलम्बितैः ।।१०४ ।।
ની ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪