________________
હાર
પૂર્વ પરિચય :
ગુપ્તચરોની વાત સાંભળીને મહારાજા ભરત ગંભીર બની ગયા. સામંતોની સામે યુદ્ધ વિષયની ચર્ચા કરી. સુભટોમાં યુદ્ધનો ઉત્સાહ પ્રેરિત કરવા માટે મહારાજા ભરતે સંભાષણ કર્યું, ‘મારા વીર શૂરવીર, પરાક્રમી સુભટો, તમે છ ખંડ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી તમારા ઉજ્જવળ યશને દિગંતવ્યાપી કર્યો છે. તેવી રીતે બાહુબલિ પર વિજય પ્રાપ્ત કરી તમારો યશ જ્વલંત રાખજો , યુદ્ધમાં કાયરોનું કામ નથી. સ્વાભિમાની વીર સુભટો જ પોતાનાં તીરો વડે યુદ્ધભૂમિમાં હાથીઓનાં કુંભસ્થળને ભેદી, ઉજ્વળ કીર્તિ પ્રાપ્ત કરી પોતાના પ્રાણોની આહુતિ આપી પોતાના સ્વામીનું ઋણ અદા કરે છે. તે જ વીર યોદ્ધો આ જગતમાં પ્રશંસાને પાત્ર બને છે.” આ પ્રમાણે સુભટ્ટને પ્રોત્સાહિત કરતા મહારાજા ભરત પાસે સેનાપતિ સુષેણ આવીને કહે છે, “મહારાજા, હજારો રાજાઓ અને કરોડ સુભટો યુદ્ધની પ્રતીક્ષા કરી રહ્યા છે.” ત્યાર બાદ સુષેણે બહારથી આવેલા. માલવ, મગધ, કુરૂ, જાંગલ આદિ દેશોના રાજાઓનો તેમજ સીમાંતવાસી ભીલ્લ રાજાઓ અને હજારો દેવોનો પરિચય આપ્યો. તેથી મહારાજા ભરતનો ઉત્સાહ સો ગણો વધી ગયો. એટલામાં બાહુબલિના દૂત આવીને કહ્યું, “પ્રભો ! અમારા સ્વામી જાણવા ઇચ્છે છે કે રણભૂમિનું સ્થાન ક્યાં નક્કી કર્યું છે !” ત્યારે ચક્રવર્તી ભરતે કહ્યું: “અહીં ગંગા નદીના તીરે અમારું યુદ્ધ થશે. તમારા સ્વામી તેમના દેશની સીમા પર યુદ્ધ ખેલે. આવતી કાલે અમે યુદ્ધભૂમિમાં મળીશું.” આ પ્રમાણે ભરત મહારાજાનું કથન તેમજ યુદ્ધ વિષયનું વિસ્તૃત વર્ણન બારમા સર્ગમાં ગ્રંથકાર કરશે.
इतीरितां चारगिरं निशम्य, सगौरवं सोऽथ गुरुर्नृपाणाम् । बमाण भूपान् सनयाग्निदेशे, ह्युपस्तिते गौरवमाचरन्ति ।।१।।
આ પ્રમાણે ગુપ્તચરની વાત સાંભળીને ચક્રવર્તી મહારાજા ભરતે ન્યાયનીતિમાં વિચક્ષણ એવા રાજાઓને ગૌરવપૂર્વક કહ્યું, “ખરેખર, આજ્ઞાકારી નીતિજ્ઞપુરુષો જ પ્રસંગે ઉપસ્થિત થયા છતાં બધાનું ગૌરવ સાચવે છે.”
अवैमि तस्यापि भवद्भुजानां, बलं क्षितीशा ! मम दृष्टपूर्वभ् । बलद्वयी संक्रमणात्मदर्शो, ममास्ति चित्तं हितमुद्दिशेत्तत् ।।२।। “મારા પરાક્રમી રાજાઓ! બાહુબલિ અને તમારું ભુજાબળ હું સારી રીતે જાણું છું. આપ લોકોનું પરાક્રમ તો મેં પૂર્વે પ્રત્યક્ષ જોયું છે. મારા મનરૂપી આરીસામાં તે બન્ને પક્ષના પરાક્રમનું પ્રતિબિંબ પડેલું છે તેથી જ હું કંઈક હિતોપદેશ આપવા ઇચ્છું છું.
युष्माभिरेवाचि वैरिभङ्गः, पुरापि दिक्चक्रजये जयज्ञैः । कूलङ्कषाणां हि कषन्ति कूलं, लहर्य एवाम्बुधरप्रवृद्धाः ।।३।। “પૂર્વે યુદ્ધવિશારદ એવા આપ સર્વેએ દિગ્વિજયયાત્રામાં શત્રુઓના સમૂહનો નાશ કર્યો હતો. ખિર પ્રબળ મેઘની વર્ષાથી નદીના કિનારાઓ પણ તૂટી જાય છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૬૬