________________
“વૃક્ષોના સમૂહને ધરાશાયી બનાવનાર ગંગા નદીનો ધસમસતો પ્રવાહ જેમ સમુદ્રમાં મળે છે, તેમ શત્રુઓને દીન બનાવનાર મારા ભાઈ બાહુબલિ સૈન્ય સહિત આવતી કાલે જલદીથી મને મળશે.”
बलोत्कटैरेव भटैस्तदीयैश्चेतश्चमत्कारि तथा व्यधायि । પષ્ણનાનાં થશે રેષાં, ઢોવાશ વનમાનુજોડતઃ II૧૧TI
બાહુબલિના અત્યંત પરાક્રમી સુભટોએ ચિત્તને આશ્ચર્ય પમાડે તેવાં પરાક્રમો કર્યા છે કે જગતમાં બીજા મનુષ્યોના હૃદયમાં પરાક્રમનું કોઈ સ્થાન રહ્યું નથી.
करैरिवांशुर्मकरैरिवाब्धिहदैस्तटिन्योघ इवातिदुर्गः । तनूजलक्षैः परिवारितोयं, मामेति रोद्धं तमवच्छशाङ्कम् ।।१२।।
જેમ કિરણોથી સૂર્ય, મગરમચ્છોથી સમુદ્ર અને અગાધ જળથી ભરપૂર નદથી નદીઓ દુર્ગમ છે તેવી જ રીતે આ બાહુબલિ, અંધકાર જેમ ચન્દ્રને રોકવા તૈયાર થાય તેમ મને રોકવા માટે આવી રહ્યો છે.
अपि प्रभूता ध्वजिनी मदीया, तनीयसश्चापि बलस्य तस्य । रणे कथञ्चित्समतां गमित्री, जयावहा वीरभुजा हि नान्यत् ।।१३।। “જોકે મારી ઘણી વિશાળ સેનાના મુકાબલામાં એની સેના બહુ થોડી છે, છતાં પણ રણસંગ્રામમાં કદાચ સમાન થઈ જાય, કેમ કે યુદ્ધમાં પરાક્રમી સેના જ વિજયવંતી બને છે. ત્યાં થોડી ને વધારેની ગણતરી રહેતી નથી.
ततो भटीभूय भवद्भिराजि निर्व्याजमाधायि पुराऽधुनापि । विधीयतां वीरवसन्तसत्त्वं, सर्वत्र का शाश्वतमायुगान्तात् ।।१४।। “તેથી પહેલાંની જેમ હમણાં પણ આપ સર્વે છળકપટને છોડી વીરતાપૂર્વક લડજો અને તમારી વીરતાના વસંતરૂપ સત્ત્વને સર્વત્ર યુગાન્ત પર્યત શાશ્વત રાખજો.
चलत्कृपाणाशनिसंयदब्दे, सरन्ति नासीरतया भटा ये ।
त एव राज्ञो हृदये वसन्त्यसाध्याः सुसाध्या रिपवो हि शक्तैः ।।१५।। “વીજળીના ચમકારાની જેમ ચાલતી તલવારોવાળા સંગ્રામરૂપી મેઘમાં જે સુભટો આગળ ને આગળ ચાલે છે, તે સુભટો જ પોતાના સ્વામીના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે, કેમ કે સમર્થ યોદ્ધાઓ જ અસાધ્ય શત્રુઓને સુસાધ્ય બનાવી શકે છે. *
आयोधने मानधनाः क्षणेन, प्राणान पुरो ये तृणवत्त्यजन्ति ।
तेषां कृतज्ञा इति मानिनोऽमी, प्रभुः प्रशंसां स्वयमातनोति ।।१६ ।। “સ્વમાની સુભટો યુદ્ધભૂમિમાં સહુથી પહેલાં પોતાના પ્રાણોને તૃણ સમાન માની ત્યજી દે છે. અર્થાત્ પ્રાણોની આહુતિ આપે છે. તેના પ્રતિ “આ સ્વાભિમાની યોદ્ધો ખરેખર કૃતજ્ઞ હતો.” આ પ્રમાણે સ્વામીના મુખે પોતે પ્રશંસાને પાત્ર બને છે. ૧. આદિ-યુદ્ધ (ગાજનાનિ - ૦ રૂ૪િ૬૧) ૨. ગાયોનં-યુદ્ધ (ગનાં યુવાયોધન-પ૦ રૂ ૪૬૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૬૮