________________
દેવ, મારું વચન આપ ધ્યાનપૂર્વક સાંભળો. નીતિશાસ્ત્ર કહે છે કે કાર્યના પ્રારંભમાં રાજાઓએ હિતચિંતક અમાત્યોની સાથે મંત્રણા કરવી જોઈએ.
यथा पयोधरौन्नत्याद्, बालाया यौवनोद्गमः ।
तथा स्वामिबलोद्रेकान्, मन्त्रिभिर्जायते जयः ||५४।। જેમ કુમારિકાઓના સ્તનના ઉભાર ઉપરથી તેની યૌવનકાળ જાણી શકાય છે, તેમ મંત્રીઓ પણ પોતાના સ્વામીના પરાક્રમના અતિરેકથી સ્વામીનો વિજય જાણી શકે છે.
प्रबलेन सह स्वामिन् !, विधेया न विरोधिता | पश्य पाथोजिनीनेत्रा', संक्षिप्यन्ते तमांसि हि ।।५५।। સ્વામિન્ ! આપણાથી બળવાન વ્યક્તિની સાથે વિરોધ ના કરવો જોઈએ. આપ જુઓ, સૂર્ય અંધકારને કેવો નષ્ટ કરી દે છે !
आक्रामति परक्ष्मां या, स एव सबलो नृपः ।
अर्कतूलानि तिष्ठेयुश्चेत्तर्हि किं विभुमरुत् ? ||५६।। જે રાજા શત્રુની ભૂમિ પર આક્રમણ કરે છે તે જ સબળ બને છે. ઝંઝાવાતી પવનથી પણ જો આકડાનું રૂ રહી જતું હોય તો તે પવનમાં શું સામર્થ્ય કહેવાય ?
बलादाच्छिद्य भूपालैर्भूर्बन्धुभ्योऽपि गृह्यते ।
ग्रहाणामपि तेजांसि, विवस्वान् हरते न किम् ? ||५७।। સૂર્ય જેમ ગ્રહોના તેજને હરણ કરે તેમ પોતાના બંધુરાજાઓની ભૂમિને પણ રાજા બળપૂર્વક છીનવીને ગ્રહણ કરી લે છે.
નિર્વતોfપ પર સ્થામિન !, ઝવતા પરમાવ્યતે
પૃથિવ્યર્થે દિવો યુદ્ધ, નવરત્યત્ર સર્વથા? II૬૮ll
સ્વામિનું! શત્રુ નિર્બળ હોય તો પણ તેને સબળ માનીને ચાલવું જોઈએ, કેમ કે ભૂમિ માટે સબળ કે નિર્બળ બન્ને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે.
अनम्रा यदि सर्वेपि, सर्वेपि छत्रिणो यदि । तर्हि लोकत्रयीमध्ये, का कीर्तिश्चक्रवर्तिनः ? ||५९।। જો બધા રાજાઓ અભિમાની બની જાય અને બધા છત્રધારી બની જાય તો ત્રણે લોકમાં ચક્રવર્તીની કીર્તિ કયાં જશે ?
संप्रति कोशलास्वामी, त्वामभ्येति चमूवृतः ।
सारातिरिवानन्त, पीताब्धिारिव सागरम् ।।६०।। ૧. પાકિનીનેત્રા-સૂર્યેા | ૨. ૫-શત્રુ . સતિ-ગરૂડ (રતિનિઝgs:- રા૧૫) ૪. અનન્ત શેષનાગ (શેષો નાગિનન્તો-ગામ૪ રૂ૭૩) ૬. વીતાણા-અગરિ (કોડ િવ ાથિમ ૨ રૂદ)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૫૮