________________
મહારાજા ! એક યોજનભૂમિથી અધિક આપણે ચાલી ગયા છીએ, છતાં આપે સેનાને વિશ્રામ કરવાનો આદેશ કેમ આપ્યો નહીં ? આપ જુઓ, તેજોનિધિ સૂર્ય પણ મધ્યાહ્ન સમયે શું એક ક્ષણ માત્ર વિસામો નથી કરતો? (એમ કહેવાય છે કે ચક્રવર્તીની સેના એક યોજનથી અધિક ચાલતી નથી અને સૂર્ય પણ મધ્યાહ્ન સમયે એક ક્ષણ માત્ર વિશ્રામ કરે છે.)
इतीप्सितं तस्य बलाधिपस्य, स स्वीचकार प्रथमो नृपाणाम् ।
अनूरुकृत्यं दिवसाग्रभागे, ह्यलङ्घनीयं दिवसेश्वरेण ||५२ ।। મહારાજા ભરતે સેનાપતિ સુષેણની વાતને સ્વીકારી સેનાને પડાવ નાખવાનો આદેશ આપ્યો. સૂર્ય પણ પ્રભાત સમયે પોતાના સારથિ અરુણના કાર્યનું ઉલ્લંઘન કરતો નથી.
सैन्यस्य घोषो विपिनान्तरेऽभूत्, तदावतीर्णस्य विहङ्गमानाम् ।
वनस्थलीप्रोड्डयनोत्सुकानां, संवर्तसंक्षुब्धपयोधिकल्पः ||५३।। જંગલમાં સૈન્યના પડાવથી ભયભીત બનેલાં પક્ષીઓ વનમાંથી ઊડી જવા માટે ઉત્સુક થયાં ! ત્યારે એવો કોલાહલ થયો કે જાણે પ્રલયકાળનો સમુદ્ર ગર્જારવ કરી રહ્યો ના હોય !
सेनानिवेशा बहुशो बभूवुस्तस्य प्रयातस्य नितान्तमेवम् ।
पुरीप्रदेशाधिकविभ्रमाढ्या, पुरं वनं पुण्यवतां हि तुल्यम् ।।५४।। યુદ્ધ માટે પ્રયાણ કરતી ભરત રાજાની સેનાના એવા અનેક પડાવ નાખેલા કે જે પડાવો અયોધ્યાનગરથી પણ અધિક શોભાયમાન હતા. ખરેખર પુણ્યશાળી પુરુષ માટે નગર અને જંગલ સમાન હોય છે. (કહ્યું છે કે પુણ્યશાળીને પગલે પગલે નિધાન હોય છે.)
स्वदेशसीमान्तमुपेत्य राजा, पताकिनीशेन समं रहश्च ।
स मन्त्रयित्वा प्रजिघाय चारान्, वारिप्रवाहानिव वारिवाहः ||५५।। પોતાના દેશની સીમા સુધી આવીને ભરત મહારાજાએ સેનાપતિ સાથે ગુપ્ત મંત્રણા કરી ને જેમ મેઘ જલધારાને ચારે તરફ વરસાવે છે તેમ મહારાજાએ પોતાના ગુપ્તચરોને ચારે બાજુ મોકલ્યા !
करोति किं तक्षशिलाक्षितीशः, के वीराः किल तस्य सैन्ये ? |
कीदृग् बलं तस्य महीशितुश्च, ज्ञातुं नृपेणेति चरा नियुक्ताः ।।५६ ।। તક્ષશિલાના અધિપતિ બાહુબલિ શું કરે છે? તેના સૈન્યમાં કોણ કોણ વીર યોદ્ધાઓ છે? તેનું સૈન્યબળ કેટલું છે? એ બધું જાણવા માટે ભરત મહારાજાએ ગુપ્તચરોને નિયુક્ત કર્યા.
श्वः कुत्र भावी ध्वजिनीनिवेशः, स्वदेशसीमा कटकैर्ललर्छ ।
अतः परं गम्यमरातिदेशे, बलाबलव्यक्तिररिं विना का ||५७।। ભરતરાજાએ સેનાપતિને કહ્યું : “આપણી સેનાએ આપણી સીમાને પાર કરી દીધી છે. હવે આવતી કાલે સૈન્યનો પડાવ કયાં નાખવાનો છે? ત્યાર પછી આપણે શત્રુના પ્રદેશમાં જવાનું છે, પરંતુ શત્રના બળાબળને જાણ્યા વગર કંઈ પણ ખ્યાલ આવી શકે નહીં.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૧