________________
ममाद्भुतं वाक्यमतः परं त्वं, कर्णामृतं स्वीकुरु सार्वभौम ! ।
इतो मया चारवरा नियुक्ताः, सेनानिविष्टयै निजबुद्धितो ह्यः ||६४ ।। હે ચક્રવર્તી ! હવે આશ્ચર્યકારી અને કર્ણપ્રિય લાગે તેવી મારી આગળની વાત આપ સાંભળો. આ બાજુ મેં આપણા ગુપ્તચરોને બુદ્ધિમત્તાપૂર્વક સેનાની વ્યુહરચના કરવા માટે ગઈકાલે જ નિયુક્ત કરી દીધા છે.
तैरेत्य सानन्दमनोभिरेवं, विज्ञापितोऽहं प्रियसत्यवाक्यैः ।
अस्त्युत्तरस्यां दिशि दावमेकमदूरगं चैत्ररथाग्दनूनम् ।।६५।। પ્રસન્ન ચિત્તવાળા તે ગુપ્તચરોએ આવીને પ્રિય અને સત્ય વાણી વડે મને સંદેશો આપ્યો છે કે અહીંથી નજીક ઉત્તર દિશામાં કુબેર ભંડારીના ચિત્રરથ વનથી પણ અધિક સુંદર એક વન છે.
स भूरुहो नास्ति जगत्त्रयेऽपि, या काननेस्मिन् नाविवृद्धिमागात् । गुणोद्भवः सर्वविदीव चारुफलोल्लसच्छ्रीभरभासुराङ्गे ।।६६ ।। એ વન સુંદર વિકસ્વર ફૂલોથી અતિશય સુશોભિત છે. જેમ ત્રણે જગતમાં બધા જ ગુણોનું ઉત્પત્તિસ્થાન સર્વજ્ઞ ભગવંત છે તેમ ત્રણ જગતમાં એવું કોઈ વૃક્ષ નહીં હોય કે જે આ જંગલમાં ના હોય!
गीर्वाणविद्याधरसुन्दरीणां, सङ्केतलीलानिलया नितान्तम् ।
અને યત્ર ગિનિ વૃક્ષાર, જૂનવાપાતાવાર નિ દ્િછા. વળી આ કાનનમાં બીજાં પણ અનેક પ્રકારનાં વૃક્ષો શોભી રહ્યાં છે તે દેવ અને વિદ્યાધર સુંદરીઓનાં સંકેત અને ક્રીડાનાં સ્થાનો છે. વળી કામદેવના છત્ર સમાન છે.
पुष्पद्रुशाखा उपरि भ्रमन्ती, रोलम्बराजिर्जलदालिनीला ।
कादम्बिनी भ्रान्तिमिहातनोति, कलापिना नृत्यरसोत्सुकानाम् ।।६८।। જંગલમાં પુષ્પિત વૃક્ષોની શાખાઓ પર અતિશ્યામ ભ્રમર મેઘમાળાની પેઠે પરિભ્રમણ કરી રહ્યાં છે. તે જોઈને નૃત્ય કરવામાં રસિક મયૂરો માટે એ મેઘના આગમનનો ભ્રમ પેદા કરે છે.
यदीयसौन्दर्यमुदीक्ष्य दूरान्नभो विमानेन विगाहमानः |
किं नन्दनोद्यानमिदं ममेति, शक्रोऽपि शङ्कां हृदये बिभर्ति ।।६९ ।। આવા પ્રકારના સુંદરવનને દૂરથી જોઈને આકાશમાર્ગે વિમાનમાં જતા ઇન્દ્રના મનમાં શંકા થઈ કે શું આ મારું નંદનવન તો નહીં હોય ને ! ૧. ઢા-નવારે | ૨. તાવ-કાનન (ાનને વને, તેવો વિ:- ૪૧૭૬, ૧૭૭) 3. દર) - કુબેરનું વન (દયે વન • સા૦િ ૨૧૪) છે. કgધાપ-કામદેવ શાતાવારણ 2 (Bદાના પવારાનું • સમ૦ રૂરૂિ૮૧), . જાની-મેઘસમૂહ (વાચિની ઐયનાના-મ૦ રાઉ૨) જણાવી-મોર
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૩