________________
આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ ગયાં છે એવી વિયોગિની અત્યંત મૂઢ થઈને ત્યાં ને ત્યાં જ ઊભી રહી. એ સ્થાનને છોડતી ન હતી. પતિના પગલે પગલે ચાલતી તે સ્ત્રીને તેની સખીએ કહેવા છતાં પણ તે કંઈ પણ ઉત્તર આપતી નહોતી.
का विप्रयुक्तिः प्रणयश्च कीदृग्, विषण्णता केयमितीरणेन ।
मुग्धे ! पुरात्वं सकलानुभूतिस्तवाद्य सख्येति दधेऽथ काचित् ।।२३।।
સાંત્વન આપતી એક સખીએ કહ્યું : ‘હે મુગ્ધ ! આજે તને બધી જાતનો અનુભવ થયો કે વિરહ શું કહેવાય ? વિયોગ કેવા પ્રકારનો હોય અને ખેદ કેવો હોય ? આવો અનુભવ પહેલાં તેં ક્યારેય અનુભવ્યો નહીં હોય.’
अशोकमालम्ब्य लतेव काचित्, सिषेच नेत्राश्रुजलैरितीव ।
प्रवृद्ध एष प्रविधास्यते मां, सेकादशोकां दयितागमेन ।। २४ ।।
એક સ્ત્રી લતાની જેમ અશોક વૃક્ષને પકડીને પોતાના અસ્ખલિત આંસુઓથી સિંચન કરતી હતી. અહીં કવિ કલ્પના કરે છે કે મારાં અશ્રુજલથી સિંચાયેલું આ અશોકવૃક્ષ મોટું થશે ત્યારે પતિના મેળાપથી મને અ-શોક (શોકરહિત) ક૨શે.
खिन्नेव काचिद् विरहातिभारात्, पदे पदे बाष्पजलैर्गलद्भिः । प्रेयःपदन्यासरजांसि मुक्ताफलैरिवैतावकिरन्त्य' तूर्णम् ।। २५ ।।
વિરહના ભારથી અતિ દુઃખી થયેલી એક સ્ત્રી પગલે પગલે આંસુઓ પાડતી ધીમે ધીમે ચાલવા લાગી તે જાણે પોતાના પતિનાં પગલાંથી પવિત્ર થયેલી રજને મોતીઓથી વધાવતી ના હોય !
कान्तस्य यातस्य पदव्यलोकिर, त्वया हि यावन्न रजोन्तराभूत् ।
अथ स्थिता किं वितनोषि बाले !, संभाष्य सख्यैवमवालि काचित् ||२६||
‘હે સખી’ તું અહીં બેસીને શું કરીશ ? તેં પ્રયાણ કરતા તારા પતિના માર્ગને ત્યાં સુધી જોયો કે વચમાં ધૂળની ડમરીઓ આવી નહીં. હવે તો તે દેખાતા નથી માટે ઘર તરફ ચાલ !' આ પ્રમાણે કહીને સખી પેલી સ્ત્રીને ઘર તરફ લઈ ગઈ.
दुरुत्तरोयं विरहाम्बुराशिर्मया भुजाभ्यां दयिते प्रयाते ।
आशातरी चेन्न निमज्जने को, विघ्नोन्तरेतीरयतिस्म काचित् ।।२७।।
સખી ! પતિના પ્રયાણ કરવાથી વિરહરૂપી સમુદ્ર બે હાથ વડે તરવો ઘણો દુષ્કર છે, પરંતુ જો આશારૂપી નૌકા ના હોય તો તેમાં ડૂબી મરવા માટે કોણ રોકી શકે ?
जहीहि मौनं रचयात्मकृत्यं, सखीजने देहि दृशं मृगाक्षि ! ।
दधासि किं घत्रकुमुदृशां त्वं संबोध्य नीतेति च काचिदाल्या ।। २८ ।।
૧. અવન્તિી-વાવયન્તી ।
૨. પડવી-માર્ગ (પલવ્યે પડી પધા • અમિ૦ ૪ (૪૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૭