________________
ઘેર જઈને ઉદાસ રહેતી સખીને ઉદ્દેશીને તેની પ્રિય સખી કહે છે : ‘સખી ! તું હવે મૌનનો ત્યાગ કર ! તારું કર્તવ્ય તું સંભાળ, તારી સખીઓ સામે તો જો ! આમ આખો દિવસ કરમાઈ ગયેલી કમલિનીની જેમ કેમ બેસી રહી છો ?
स्निग्धाभिरेवात्र सुलोचनाभिः, संतप्यते जीवितनाथपृष्ठे ।
किं स्नेहभाजो न तिला विमर्धास्तेषां खलः केन च नापि मर्द्यः ।। २९ ।।
આ સંસારમાં પતિવ્રતા એવી સ્નેહાળ સ્ત્રીઓ પતિના વિયોગે દુ:ખી થતી સંતાપ અનુભવે છે, કારણ કે સ્નેહ છે તે જ દુઃખનું કારણ છે. તલમાં સ્નેહ (તેલ) હોવાથી શું તેને પીલાવું પડતું નથી ? જ્યારે તલના ખોળને કચારે પણ પીલાવું પડતું નથી, કેમ કે તેમાં તેલ (સ્નેહ) નથી.
अथैकदिक्संमुखसंचरिष्णुश्चकार सेना शतशश्च मार्गान् । स्वर्वाहिनीवान्तरुपेतभूभृद्द्विभेदिनी' भारतकामचारा ||३०||३
એક દિશાને અનુલક્ષીને આગળ આગળ ચાલતી ભરત ચક્રવર્તીની સેનાએ સેંકડો માર્ગનું અતિક્રમણ કર્યું. જેમ ગંગા નદી ભારતનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં વહેતી વચમાં આવેલા પર્વતોને તોડતી આગળ વધે છે તેમ ભરતની સેના માર્ગમાં આવેલા ઉદ્ધત રાજાઓને પરાજિત કરતી આગળ વધી રહી છે.
विश्वंभराव्योमचरैर्धरित्री, नभः पुनर्मातुमिव प्रवृत्तैः ।
भटैस्तदीयैः स्वकरार्पितास्त्रैः, समंततो व्यानशिरे दिगन्ताः || ३१ ।।
તે સમયે ભરત રાજાના વીર સુભટો શસ્ત્રોને ધારણ કરીને ચારે દિશામાં ફેલાઈ ગયા. ભૂમિ ૫૨ ચાલનારા સૈનિકો અને આકાશમાં ચાલનારા વિદ્યાધર સૈનિકો એવી રીતે ચારે તરફ ફેલાયા કે જાણે આકાશ અને પૃથ્વીનું માપ ક૨વા માટે નીકળ્યા ના હોય !
अस्योद्यदातोद्यरवैर्ध्वजिन्या, दूरादिवाहूयत नाकलोकात् ।
स्वाहाभुजां सञ्चय इत्युदीर्य, कुतूहलं किं भवदालयान्तः ? ||३२||
ચક્રવર્તી સેનાનાં વાજિંત્રોનો તુમુલ અવાજ જાણે દૂરથી સ્વર્ગલોકના દેવોના સમૂહને બોલાવીને કહેતો ન હોય કે તમારા સ્વર્ગમાં આ શાનો કોલાહલ થઈ રહ્યો છે ?
महोष्ट्रवामीशतसङ्कुलायां, कोलाहलः कोप्यभवद् ध्वजिन्याम् । येनाटवीश्वापदजातियूथैर्भयादलीयन्त गुहा गिरीणाम् ।।३३ ।।
૧. નીવિતનાથપૃષ્ઠે-નીવનનાથપરોક્ષે સતિ ।
૨. જૈનવિમેવિની હત્યપિ પાઃ ।
3. ફ્લેષ–સેનાપક્ષે
एकदिक्संमुखसंचरिष्णुः - एकाशाभिमुखसंचरणशीला । अन्तरुपेतभूभृद्विभेदिनी-अन्तरालायातपृथ्वीपालपातिनी ।
भारतकामचारा-चक्रवर्त्तीच्छाचारिणी ।
ગંગાનદી પક્ષે
एकदिक्... - एकाशाभिमुखसंचरणशीला । अन्तरुपेत ...- अन्तरालायातपवतघातिनी ।
માતામપારા-મતક્ષેત્રે કામ-અત્યર્થ, વારઃ-સંવારો, યવાદ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨૭
-