________________
આ પ્રમાણે છેલ્લા આઠ શ્લોકમાં તે સુંદરીની અસ્મલિત વાણી સાંભળીને દૂતીએ કહ્યું સખી, આ તું કહે છે તે બરાબર નથી. તું આ પ્રમાણે તારા પતિની અવગણના કરી રહી છે. તું ખરેખર તારા જીવનની સાથે સંગ્રામ ખેલી રહી છે !
किं न वेत्सि विधुरभ्युदेष्यति, प्रीतिवल्लिपरिवृद्धिमण्डपः । __ मानिनीहृदयमानसंग्रहग्रन्थिमोक्षणपरिस्फुरत्करः ||६१।।
હે સખી, તું કેમ સમજતી નથી કે પ્રેમપૂર્ણ લતામંડપને વધારવા માટે મંડપ સમાન અને સ્ત્રીઓના હૃદયમાં રહેલી અભિમાનરૂપી ગ્રંથિને તોડવા માટે સમર્થ એવા તેજસ્વી કિરણોવાળા ચંદ્રનો ઉદય થઈ રહ્યો છે, અને તું આમ હઠ પકડીને બેઠી છું?
प्रेतभूः प्रमदकाननं शराः, कौसुमा रतिपतेरयोमयाः ।
चन्द्रमास्तरणिरित्यवेहि ते, वैपरीत्यमवशे हृदीश्वरे ||६२ ।। હે સખી, તારા પતિથી તે આ પ્રમાણે મોઢું ફેરવીને બેસીશ તો આ પ્રમોદવને સ્મશાન જેવું લાગશે, કામદેવનાં પુષ્પરૂપી બાણ લોહમય બની જશે અને ચન્દ્ર સૂર્યના જેવો પ્રચંડ લાગશે. બધું વિપરીત બની જશે માટે કંઈક સમજ.
मौनमेवमनयाप्युदीरिता, यावदाश्रितवती त्वधोमुखी ।
तावदेत्य सहसा लतान्तराश्छिच्लिषे प्रणयिनाऽथ मानिनी ।।६३।। દૂતીએ આટલું કહેવા છતાં તે સુંદરી મૌન રહીને નીચું મુખ કરીને ઊભી રહી. તેટલામાં લતામંડપમાં એકાએક તેના પતિએ આવીને સુંદરીને આલિંગન આપીને ભીંસમાં લીધી.
सर्वदैव चतुरासि भामिनि !, प्रीणने वनविहार ईदृशः । सद्रवोलियर इवातिदुर्लभः, कोपमानसमयं न वेत्सि किम् ? ||६४।। आददे हृदयमेव मे त्वया, नेतरा वसितुरमत्र तत्क्षमा ।
अंह अंह' इति वादिनी वधूश्चूम्बिता सरभसं विलासिना ||६५।। ભરતે કહ્યું, “હે માનુનિ, તું તો હંમેશાં મારા મનને સંતોષ આપી રહી છો. તું તો ઘણી ચતુર છો. આનંદકલ્લોલભર્યો વનવિહારનો આવો અવસર ફરી ફરી મળતો નથી કે જેમાં ગીત, નૃત્ય અને વાજિંત્રોથી ભર્યો ભર્યો વિલાસ જ છે. તો હે પ્રિયે, અત્યારે ક્રોધ અને માન કરવાનો અવસર છે? એ શું તું નથી જાણતી ? વળી તેં તો મારા હૃદયને વશ કરી લીધું છે. આ હૃદય પર બીજી કોઈ સ્ત્રીનો અધિકાર નથી.” આ પ્રમાણે બોલતાંની સાથે જ સુંદરી ના.ના.કરતી રહી ને ભરતે તેના હોઠ પર ગાઢ ચુંબન કરી લીધું.
१. सद्रवः-रवेण-परिहासेन सह वर्तमान इति सद्रवः वनविहारः | ૨. નય-જીતનૃત્યવાદત્રયી | ३. वसिक आच्छादने धातुः न तु 'वसन्निवासे'। ૪. અંદાં-જોધને અવ્યયઃ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૪