________________
गोत्रविस्खलितमेवमभ्यधात्, कापि तं प्रणय एकपक्षतः । न प्रयाति हृदयं तयाकुलं, मानसे यदति तन्मुखे भवेत् ||४७ ।। इत्युदीर्य पतदश्रुलोचना, निर्जगाम सहसा तदन्तिकात् ।
संप्रवेष्टुमिव सा धरान्तरं, न्यङ्मुखी क्वचिदिता लतालयम् ||४८।। કોઈ એક વખતે પતિએ તેની પત્નીને કોઈ બીજા જ નામથી સંબોધી ત્યારે રીસ કરીને તે બોલી, ખરેખર મારો પ્રેમ એકપક્ષી છે, કેમ કે તમારું હૃદય તો બીજી સ્ત્રીમાં આસક્ત છે. એટલે જેવું મનમાં હોય તેવું જ મુખ પર આવે.” આ પ્રમાણે રોષે ભરાયેલી તે સ્ત્રી આંખમાંથી અશ્રુ સારતી જાણે ધરતીમાં સમાઈ જવાની ઇચ્છાવાળી થઈ હોય તેમ નીચે મુખ રાખીને ત્યાંથી કોઈ લતામંડપમાં ચાલી
ગઈ.
वच्मि देवि ! भवती चकार किं, रागिणि प्रियतमे हि किं क्रुधा । . श्रीरिव त्वमसि तस्य चेतसो, देवता जलरुहः किमन्यया ? ||४९।। त्ववियोगविधुरस स जीविते, संशयं परिजनस्य कल्पते । रङ्गभङ्ग उचितत्वमञ्चति, प्रस्तुते महविधौ न तत्तव ||५०।। तन्नियोगवशतस्त्वदन्तिकं, सङ्गतास्मि मम देहि तद् गिरम् ।
साथ दूतिमितिवादिनी जगौ, कोपभङ्गिपरिनर्तितेक्षणा ||५१।। લતામંડપમાં રોષ કરીને બેઠેલી તે સુંદરી પાસે એક દાસી આવીને કહેવા લાગી, “અરે, દેવી, તમે આ શું કર્યું? આવા પ્રેમાળ પતિ પર ક્રોધ કરવો તે ઉચિત નથી. તમારા પતિના હૃદયમાં કમલ પર રહેલી લક્ષ્મીદેવીની જેમ તમારી પ્રતિષ્ઠા થયેલી છે. તેને બીજી સ્ત્રીઓથી શું પ્રયોજન ? એના હૃદયમાં તમે જ વસેલાં છો. દેવી, તમારા વિયોગમાં વિધુર બનેલા તમારા પતિના જીવન માટે પરિજનો શંકિત થઈ ગયા છે. વળી આવા ઉત્સવના પ્રસંગમાં આ રીતે રંગમાં ભંગ પાડવો તે શું આપને શોભે છે ?
તમારા પતિના કહેવાથી જ હું આપની પાસે આવી છું. માટે તમે મને વચન આપો મારી સાથે આવવાનું !” આ પ્રમાણે દૂતીનાં વચનો સાંભળીને રોષપૂર્ણ આંખોને નચાવતી તે બોલી.
दूति ! सत्यमुदितं त्वया वचो, न प्रवेष्टुमहमस्य हृद् विभुः | वर्णिनीशतसमाकुलं यतः, प्रीतिरस्य शतधा विभज्यते ।।२।। હે દૂતી, તેં જે વાત કરી તે બરાબર છે, સત્ય છે. તેમના હૃદયમાં પ્રવેશવા માટે હું અસમર્થ છું. કેમકે તેઓનું હૃદય સેંકડો સુંદરીઓમાં વ્યાકુળ છે અને તેમનો પ્રેમ સેંકડોને હજારોમાં વહેંચાયેલો છે.
का सुधा मृगदृशां हि वल्लभः, प्रीतितत्परमना भवेद् यदि । प्राणनाथकरगामि जीवितं, योषितामिति वदन्ति सूरयः ।।५३।। જો પોતાનો પતિ પ્રીતિપરાયણ હોય તો સ્ત્રીઓના માટે બીજું કયું અમૃત જોઈએ? કંઈ જ નહીં! પતિવ્રતા સ્ત્રીઓ માટે પતિ એ જ પરમેશ્વર છે. પંડિતોએ જે કહ્યું છે તે બરાબર છે. સ્ત્રીઓનું જીવન પોતાના પ્રેમાળ પતિના હાથમાં હોય છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૨